Gautam Adani ના 60 માં જન્મદિનને અનુલક્ષીને કર્મચારીઓ 14,000 યુનિટ બ્લડ ડોનેશન કર્યું, કરણ અદાણીએ પણ રક્તદાન કર્યું

અદાણી ગૃપની રાષ્ટ્ર અને તેના નાગરિકોને બહુવિધ માર્ગે ઉપયોગી થવાની ફિલોસોફીને અનુરુપ પ્રતિવર્ષ અદાણી ફાઉન્ડેશન ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના (Gautam Adani) જન્મદિવસે સ્વૈચ્છિક રક્ત દાન માટે ખાસ કેમ્પ યોજવાની અદાણી ફાઉન્ડેશને એક પરંપરા પ્રસ્થાપિત કરી છે.

Gautam Adani ના 60 માં જન્મદિનને અનુલક્ષીને કર્મચારીઓ 14,000 યુનિટ બ્લડ ડોનેશન કર્યું, કરણ અદાણીએ પણ રક્તદાન કર્યું
Gautam Adani Son Karan Adani Donate Blood
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2022 | 9:46 PM

દેશના નામાંકીત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani)ના 60મા જન્મ દિને(Birthday) સમગ્ર દેશમાં અલગ અલગ સ્થળએ કાર્યરત 14,000 કર્મચારીઓએ રક્તદાન(Blood Donation)કરીને આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. અદાણી ગૃપની રાષ્ટ્ર અને તેના નાગરિકોને બહુવિધ માર્ગે ઉપયોગી થવાની ફિલોસોફીને અનુરુપ પ્રતિવર્ષ અદાણી ફાઉન્ડેશન ગ્રુપના ચેરમેનના જન્મદિવસે સ્વૈચ્છિક રક્ત દાન માટે ખાસ કેમ્પ યોજવાની અદાણી ફાઉન્ડેશને એક પરંપરા પ્રસ્થાપિત કરી છે.અદાણી ફાઉન્ડેશને આ પ્રણાલિ અંતર્ગત યોજેલી રક્તદાન ઝુંબેશમાં એકત્ર કરાયેલા 14,000 બ્લડ યુનિટ ગત વરસે યોજેલા રક્તદાન કેમ્પમાં એકત્ર કરવામાં આવેલા યુનિટ્સની તુલનાએ 5000 યુનિટ્સ વધુ છે. ભારતના ૨૦ રાજ્યોને આવરી લેતા 115 શહેરોમાં 152 સ્થળોએ રક્તદાન કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી હતી.૧૩૮થી વધુ બ્લડ બેંકોએ રક્તદાન એકત્ર કરવામાં સહયોગ આપ્યો હતો. આ ઉપરાંત ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણીએ પણ રક્તદાન કર્યું હતું.

રક્તદાનની દેશવ્યાપી ઝૂંબેશને પ્રસંશનીય સહયોગ સાંપડ્યો

જેમાં શ્રેણીબધ્ધ સામાજીક કાર્યોમાં યોગદાન આપવાના ધ્યેયથી અદાણી પરિવારે રૂપિયા 60 હજાર કરોડ આપવાના કરેલા સંકલ્પના બીજા દિવસે હાથ ધરવામાં આવેલી રક્તદાનની દેશવ્યાપી ઝૂંબેશને પ્રસંશનીય સહયોગ સાંપડ્યો છે. રાષ્ટ્રના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં સખાવત સંબંધી કામગીરી માટે આ નાણાનો ઉપયોગ અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે.

રક્તદાન માટે આગળ આવી યોગદાન આપ્યું

અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડો.પ્રીતી અદાણીએ ચેરમેનના જન્મ દિવસ પ્રસંગે અદાણીના વિશાળ કર્મચારીગણે અનેક જીંદગીઓને બચાવતા રક્તદાન માટે આગળ આવી યોગદાન આપ્યું છે તે ઘટના સહુ માટે હૃદય સ્પર્શી છે. અદાણી પરિવાર દ્વારા સ્વાસ્થય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે રૂપિયા 60,000 કરોડની સખાવતનો સંકલ્પ અને રક્તદાન શિબિરોમાં ભાગ લેનાર કર્મચારીઓની સંખ્યા ફાઉન્ડેશન જે સામાજિક કાર્ય કરી રહ્યું છે. સામાજિક સમસ્યાઓમાં યુવા પેઢી તેમજ અદાણી ગ્રૂપની રાષ્ટ્રનિર્માણની ફિલોસોફીને આગળ લઇ જવા માટે તેમના મળી રહેલા સમર્થનનું મને ગૌરવ છે.

તબીબી કટોકટીના સામનો કરતા લોકો માટે રક્તનો કોઇ વિકલ્પ નથી. એકત્ર કરવામાં આવેલું રક્ત સંસ્થાઓ દ્વારા સુરક્ષિત સંગ્રહ કરવામાં આવે છે અને ગંભીર ઇજાઓ, શસ્ત્રક્રિયાઓ, બ્લડ ડીસઓર્ડર, કેન્સરની સારવાર અને અન્ય જીવલેણ બિમારીઓ સહીતની તાકીદના તબીબી સંજોગોમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

અદાણી ફાઉન્ડેશને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)સાથે તાલ મિલાવીને સમાજની બદલાતી જરૂરિયાતો પછી તે ટકાઉ આજીવિકા,આરોગ્ય અને પોષણ કે સર્વે માટે શિક્ષણ હોય અથવા તો પર્યાવરણીયની ચિંતા કરતા હોય તે ઉપરાંત મહિલાઓના સશક્તિકરણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને પાયાના સ્તરે બહુવિધ હિસ્સેદારો સાથે કામ કરવાના અભિગમને પ્રતિસાદ આપ્યો છે ૧૯૯૬માં સ્થાપવામાં આવેલું અદાણી ફાઉન્ડેશન આજે ભારતના 18 રાજ્યોના 2410 ગામોમાં 37 લાખથી વધુ લોકોને આવરી લઇને કામ કરી રહ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">