ગૌતમ અદાણીએ શોધ્યો ‘આફતમાં અવસર’, યુદ્ધની વચ્ચે ઇઝરાયેલને એક્સપોર્ટ કરી રહ્યા છે ડ્રોન

|

Apr 18, 2024 | 12:40 PM

Gautam Adani : હૈદરાબાદની એક ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપનીએ ઈઝરાયેલની સેના માટે ડ્રોન મોકલ્યા છે. અદાણી ગ્રુપ આ કંપનીની માલિકી ધરાવે છે અને ઈઝરાયેલ પણ તેમાં હિસ્સો ધરાવે છે. અદાણી ગ્રુપ ડિફેન્સ સેક્ટરમાં મોટા પાયે કામ કરે છે.

ગૌતમ અદાણીએ શોધ્યો આફતમાં અવસર, યુદ્ધની વચ્ચે ઇઝરાયેલને એક્સપોર્ટ કરી રહ્યા છે ડ્રોન
adani group exporting drones

Follow us on

કોવિડ સમયગાળા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આફતમાં અવસર’નો મંત્ર આપ્યો હતો અને હવે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ તેને વાસ્તવિકતામાં અપનાવ્યો છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ગાઝા યુદ્ધ દરમિયાન તે ડ્રોનનો બિઝનેસ કરી રહ્યા છે. તે ભારતમાંથી ઈઝરાયેલમાં મોટા પ્રમાણમાં ડ્રોનની નિકાસ કરી રહ્યા છે.

ઇઝરાયેલ પણ તેમાં ધરાવે છે હિસ્સો

ખરેખર હૈદરાબાદ સ્થિત ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપની અદાણી-એલ્બિટ એડવાન્સ્ડ સિસ્ટમ્સ ઈન્ડિયા લિમિટેડે ઈઝરાયેલી સેનાને 20 ડ્રોન મોકલ્યા છે. અદાણી ગ્રૂપ આ કંપનીની માલિકી ધરાવે છે અને ઇઝરાયેલની એલ્બિટ સિસ્ટમ્સ તેમાં હિસ્સો ધરાવે છે. અદાણી ગ્રુપ ડિફેન્સ સેક્ટરમાં વ્યાપકપણે કામ કરે છે અને તેનું પોતાનું અલગ યુનિટ અદાણી ડિફેન્સ પણ છે.

હર્મેસ 900 ડ્રોન ઇઝરાયેલ મોકલવામાં આવ્યા

ઈઝરાયેલ-ગાઝા યુદ્ધ વચ્ચે અદાણી ગ્રુપની કંપનીએ ઈઝરાયેલને હર્મેસ 900 ડ્રોનની નિકાસ કરી છે. આ ડ્રોનને ‘દ્રષ્ટિ 10’ નામથી પણ ઓળખવામાં આવે છે. આ ડ્રોનનો ઉપયોગ સર્વેલન્સ તેમજ હવાઈ હુમલા માટે થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 22-05-2024
શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024

થોડા દિવસો પહેલા ‘HT’ એ અહેવાલ આપ્યો હતો કે અદાણી ગ્રુપે ગાઝામાં તૈનાત માટે ઈઝરાયેલને ડ્રોનની નિકાસ કરી છે. ફેબ્રુઆરીમાં ‘ધ વાયર’એ અહેવાલ આપ્યો હતો કે અદાણી એડવાન્સ્ડ સિસ્ટમ્સ ઈન્ડિયા લિમિટેડ હર્મેસ ડ્રોન જેવા જ ડ્રોન બનાવી રહી છે. ઈઝરાયેલની સેના તેનો ઉપયોગ કરી રહી છે.

અદાણી ગ્રુપનું ઈઝરાયેલમાં મોટું રોકાણ છે

અદાણી ગ્રુપ અને એલ્બિટ વચ્ચેના સંયુક્ત સાહસ ઉપરાંત ગૌતમ અદાણીનું ઈઝરાયેલમાં પણ મોટું રોકાણ છે. અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી પોર્ટ્સ અને SEZ ઈઝરાયેલમાં હાઈફા પોર્ટ વિકસાવી રહી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની હાજરીમાં આ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

હાઈફા બંદર, એશિયા અને યુરોપ વચ્ચેના વેપારનું મુખ્ય કેન્દ્ર છે. G20માં આ પ્રસ્તાવ ‘ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ ઇકોનોમિક કોરિડોર’નો અભિન્ન ભાગ છે. આ પોર્ટ દ્વારા ભારતમાંથી જતો માલ યુરોપના દેશોમાં પહોંચશે.

Next Article