ગૌતમ અદાણીએ મોટા પુત્રને સોંપ્યો ACC સિમેન્ટનો બિઝનેસ, જાણો શું છે પ્લાન

તમને જણાવી દઈએ કે ટાટા ગ્રુપની પણ એક સમયે ACCમાં હિસ્સેદારી હતી, પરંતુ 1999માં તેણે પોતાનો હિસ્સો અંબુજા સિમેન્ટ્સને વેચી દીધો હતો. અદાણી ગ્રૂપ તાજેતરમાં ટાટા ગ્રૂપને પછાડી દેશનું સૌથી મૂલ્યવાન બિઝનેસ ગ્રૂપ બની ગયું છે.

ગૌતમ અદાણીએ મોટા પુત્રને સોંપ્યો ACC સિમેન્ટનો બિઝનેસ, જાણો શું છે પ્લાન
Gautam Adani and karan Adani
Image Credit source: File Image
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Sep 19, 2022 | 5:00 PM

ગૌતમ અદાણીએ (Gautam Adani) બે જાયન્ટ્સ અંબુજા સિમેન્ટ્સ અને ACC લિમિટેડને 10.5 બિલિયન ડોલરમાં હસ્તગત કરી છે અને તેને ચલાવવાની જવાબદારી તેમના 35 વર્ષીય મોટા પુત્ર કરણ અદાણીને (Karan Adani) આપી છે. આ બંને કંપનીઓ સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલી છે. તમને જણાવી દઈએ કે કરણ અદાણી હાલમાં અદાણી ગ્રુપના પોર્ટ બિઝનેસને સંભાળે છે. તેઓ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના સીઈઓ છે. બે મોટી સિમેન્ટ કંપનીઓના અધિગ્રહણ પછી ગૌતમ અદાણીએ અંબુજા સિમેન્ટના ચેરમેનની જવાબદારી સંભાળી છે, જ્યારે તેમણે તેમના મોટા પુત્ર કરણ અદાણીને SCCની જવાબદારી સોંપી છે.

તમને જણાવી દઈએ કે ટાટા ગ્રુપની પણ એક સમયે ACCમાં હિસ્સેદારી હતી, પરંતુ 1999માં તેણે પોતાનો હિસ્સો અંબુજા સિમેન્ટ્સને વેચી દીધો હતો. અદાણી ગ્રૂપ તાજેતરમાં ટાટા ગ્રૂપને પછાડી દેશનું સૌથી મૂલ્યવાન બિઝનેસ ગ્રૂપ બની ગયું છે. ACCની આવક રૂ. 16,151 કરોડ છે. કરણ અદાણી આવા સમયે તેની ACC સિમેન્ટ્સની કમાન સંભાળવા જઈ રહ્યા છે, હવે સિમેન્ટ સેક્ટરમાં ભારે ઉથલપાથલની અપેક્ષા છે.

અદાણી ગ્રુપ બીજા સ્થાને રહેશે

સૂત્રોના જણાવ્યા અનુસાર સિમેન્ટ બિઝનેસમાં તેમના પુત્રને મેદાનમાં ઉતારવા ઉપરાંત, ગૌતમ અદાણી આ બિઝનેસમાં સિનિયર પ્રોફેશનલ્સને પણ રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. જણાવી દઈએ કે અદાણી ગ્રુપે અંબુજા સિમેન્ટ્સ અને ACC લિમિટેડનું અધિગ્રહણ પૂર્ણ કર્યું છે. અદાણી ગ્રૂપ બે સિમેન્ટ દિગ્ગજોને હસ્તગત કર્યા બાદ સિમેન્ટ ઉત્પાદનની દ્રષ્ટિએ દેશની બીજી સૌથી મોટી કંપની બનશે. નંબર વન પર આદિત્ય બિરલા ગ્રુપની અલ્ટ્રાટેક સિમેન્ટ છે.

કરણ અદાણીએ પોર્ટ બિઝનેસનો કર્યો વિસ્તાર

ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણી હાલમાં રૂ. 15,934 કરોડનો પોર્ટ બિઝનેસ સંભાળી રહ્યા છે. જ્યાં જાન્યુઆરી 2016માં તેમને સીઈઓના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. આના પર રહેતાં તેમણે કંપનીને ઝડપથી વિસ્તારી છે. અદાણી ગ્રૂપમાં જોડાયા પછી અંબુજા અને ACC સિમેન્ટ્સ બંનેને અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ સાથેની તાલમેલથી લાભ મળશે.

ભારત વર્ષ 2050 સુધીમાં 25થી 30 ટ્રિલિયન-ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. ભારત વિશ્વમાં સિમેન્ટનો બીજો સૌથી મોટો ઉત્પાદક છે, ચીનના 1600 કિલોગ્રામની સરખામણીમાં આપણો  માથાદીઠ વપરાશ માત્ર 250 કિલો છે. વૃદ્ધિ માટે આ લગભગ 7 ગણો હેડરૂમ છે.  સિમેન્ટની માંગમાં લાંબા ગાળાની સરેરાશ વૃદ્ધિ જીડીપી કરતાં 1.2થી 1.5 ગણી થવાની ધારણા છે. અંબુજા અને ACC સિમેન્ટના સંપાદન બાદ ગૌતમ અદાણી(Gautam Adani)એ કહ્યું હતું કે હું એ પણ માનું છું કે ઓપરેશનલ કાર્યક્ષમતા મામલે અદાણી ગ્રૂપની યોગ્યતા કોઈથી પાછળ નથી અને અમે પાછલા વર્ષોમાં કરેલા અનેક એક્વિઝિશનમાંથી અમને લાભ થશે. પરિણામે અમે નોંધપાત્ર માર્જિન વિસ્તરણની અપેક્ષા રાખીએ છીએ કે તે દેશમાં સૌથી વધુ નફાકારક સિમેન્ટ ઉત્પાદક બનશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati