ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને USIBC ગ્લોબલ લીડરશિપ એવોર્ડ એનાયત કરાશે

યુએસ ચેમ્બર ઓફ કોમર્સની યુ.એસ. ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC) દ્વારા અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીને (Gautam Adani) USIBC 2022 ગ્લોબલ લીડરશિપ એવોર્ડ(Global Leadership Award) એનાયત કરાશે.

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને USIBC ગ્લોબલ લીડરશિપ એવોર્ડ એનાયત કરાશે
Gautam Adani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2022 | 10:35 PM

યુએસ ચેમ્બર ઓફ કોમર્સની યુ.એસ. ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC) દ્વારા અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીને (Gautam Adani) USIBC 2022 ગ્લોબલ લીડરશિપ એવોર્ડ(Global Leadership Award) એનાયત કરાશે. બિઝનેસ ક્ષેત્રમાં તેમની દૂરંદેશી અને નેતૃત્વને નવાજતા આ એવોર્ડ આપવામાં આવનાર છે. 7 સપ્ટેમ્બર 2022ના રોજ નવી દિલ્હી ખાતે આયોજીત USIBCની ઈન્ડિયા આઈડિયાઝ સમિટમાં ગ્લોબલ લીડરશિપ એનાયત થશે. જેમાં અગાઉ ગુરુવારે USIBC પ્રમુખ અને એમ્બેસેડર (નિવૃત્ત) અતુલ કેશપે ગુજરાતમાં કચ્છ જિલ્લામાં સ્થિત અદાણી મુદ્રા ઇન્ડસ્ટ્રીયલ પાર્કની મુલાકાત લીધી હતી.

7મી સપ્ટેમ્બરે નવી દિલ્હી ખાતેની સમિટમાં અદાણીને ગ્લોબલ લીડરશિપ એવોર્ડ એનાયત કરાશે

USIBCના પ્રમુખ અતુલ કેશપે જણાવ્યુ હતું કે “ગુજરાતમાં મારી સૌ પ્રથમ મુલાકાત દરમિયાન મને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળીને ભારત ઉદય અંગેના તેમના વિઝનની ચર્ચા કરવાથી આનંદ થયો. હું અદાણી મુન્દ્રા ઇન્ડસ્ટ્રીયલ પાર્કથી પ્રભાવિત થયો છું. ગુજરાતને બિઝનેસ ક્ષેત્રે અગ્રણી બનાવવામાં મુન્દ્રામાં અદાણી ગ્રુપનું વૈશ્વિક કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ મહત્વના કારણો પૈકી એક છે. અમે 7મી સપ્ટેમ્બરે નવી દિલ્હી ખાતેની સમિટમાં અદાણીને ગ્લોબલ લીડરશિપ એવોર્ડ એનાયત કરવા માટે આતુર છીએ, ત્યાં અમે ભારતની વિકાસ ગાથાના 75 વર્ષની ઉજવણી કરીશું અને આગામી 75 વર્ષની યુ.એસ.-ભારતની સમૃદ્ધિની રૂપરેખા બનાવીશું”.

2007થી દર વર્ષે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સની ભાગીદારીને મજબૂત કરવા એવોર્ડ આપે છે

2007થી દર વર્ષે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સની ભાગીદારીને મજબૂત કરતા તેમજ પ્રતિબદ્ધતા દર્શાવતા ટોચના કોર્પોરેટ એક્ઝિક્યુટિવને આ ગ્લોબલ લીડરશીપ એવોર્ડ આપવામાં આપે છે. આ અગાઉ આ પુરસ્કારના મેળવનારાઓમાં એમેઝોનના સ્થાપક, એક્ઝિક્યુટિવ ચેરમેન અને ભૂતપૂર્વ પ્રમુખ અને CEO જેફ બેઝોસ, ગુગલના CEO સુંદર પિચાઈ, નાસડેક પ્રમુખ અને CEO એડેના ફ્રીડમેન, ફ્રેડેક્સ કોર્પોરેશનના સ્થાપક અને અધ્યક્ષ ફ્રેડ સ્મિથ, તેમજ કોટક મહિન્દ્રાના CEO ઉદય કોટકનો સમાવેશ થાય છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલની ઈન્ડિયા આઈડિયાઝ સમિટ 7 સપ્ટેમ્બર 2022ના રોજ તાજ પેલેસ હોટેલ, નવી દિલ્હી ખાતે યોજાશે. આ વર્ષની સમિટમાં ભારતના વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, યુએસના ઉર્જા સચિવ જેનિફર ગ્રાનહોમ આસિ. સેક્રેટરી ડોનાલ્ડ લુ, જેવા ઉચ્ચ સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">