AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદાણીનો માસ્ટર સ્ટ્રોક : ₹4,000 કરોડમાં અનિલ અંબાણીની પાવર કંપની ખરીદી, વીજ ક્ષેત્રમાં કરી પકડ મજબૂત

ગૌતમ અદાણીની કંપની અદાણી પાવર લિમિટેડે અનિલ અંબાણીની પેટાકંપની વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડને 4,000 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. નાદારી પ્રક્રિયા દ્વારા આ 600 મેગાવોટ ક્ષમતા ધરાવતી કંપની સાથે આદાણી પાવરે ડિલ કરી છે.

અદાણીનો માસ્ટર સ્ટ્રોક : ₹4,000 કરોડમાં અનિલ અંબાણીની પાવર કંપની ખરીદી, વીજ ક્ષેત્રમાં કરી પકડ મજબૂત
Gautam Adani, Adani Power
| Updated on: Jul 08, 2025 | 4:17 PM
Share

દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ અનિલ અંબાણીને ટેકો આપવા માટે તેમની કંપની ખરીદી લીધી છે. અદાણીની કંપની અદાણી પાવર લિમિટેડે અનિલ અંબાણીની પેટાકંપની વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડને 4,000 કરોડ રૂપિયામાં ખરીદી હતી. નાદારી પ્રક્રિયા દ્વારા, અદાણી પાવરે 600 મેગાવોટની ક્ષમતા ધરાવતી કંપની સાથે સોદો કર્યો છે.

અદાણી પાવર લિમિટેડ (APL) એ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે 18 જૂન, 2025 ના રોજ, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ની મુંબઈ બેન્ચે વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડ માટે તેના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી છે. VIPL પાસે મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં બુટીબોરી ખાતે 600 મેગાવોટનો સ્થાનિક કોલસા આધારિત પાવર પ્લાન્ટ છે. APL એ આ 4,000 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે અને રિઝોલ્યુશન પ્લાન લાગુ કર્યો છે.

2030 સુધીમાં ક્ષમતા 30,670 મેગાવોટ થશે

કંપનીએ જણાવ્યું હતું કે તે 2029-30 સુધીમાં 30,670 મેગાવોટ ક્ષમતાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા તરફ આગળ વધી રહી છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે તેનું લક્ષ્ય નાણાકીય વર્ષ 2029-30 સુધીમાં 30,670 મેગાવોટ ઉત્પાદન ક્ષમતા સુધી પહોંચવાનું છે. આ માટે, તે ઘણી જગ્યાએ બાંધકામ કાર્ય કરી રહી છે. અદાણી પાવર હાલમાં ૬ બ્રાઉનફિલ્ડ અલ્ટ્રા સુપરક્રિટિકલ પાવર પ્લાન્ટ બનાવી રહી છે, જેની ક્ષમતા પ્રતિ પ્લાન્ટ 1,600 મેગાવોટ છે. આ પ્લાન્ટ સિંગરૌલી-મહાન (મધ્યપ્રદેશ), રાયપુર, રાયગઢ અને કોરબા (છત્તીસગઢ) અને કવાઈ (રાજસ્થાન) માં બનાવવામાં આવી રહ્યા છે.

અદાણી પાવર લિમિટેડના સીઈઓ એસ.બી. ખ્યાલિયાએ જણાવ્યું હતું કે જેમ જેમ અમે અમારા સેગમેન્ટનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખીએ છીએ, તેમ તેમ અમે સસ્તું બેઝ-લોડ પાવર પ્રદાન કરીને ભારતના બધા માટે વીજળીના વિઝનને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.

હાલની ક્ષમતા કેટલી છે

જો આપણે અદાણી પાવરની વર્તમાન કુલ કાર્યકારી ક્ષમતા વિશે વાત કરીએ, તો આ સોદા પછી તે 18,150 મેગાવોટ થઈ ગઈ છે. હાલમાં અદાણી પાવર લિમિટેડ દેશની સૌથી મોટી ખાનગી થર્મલ પાવર ઉત્પાદક કંપની છે. આ નવા સંપાદન સાથે, પાવર ક્ષેત્રમાં અદાણી ગ્રુપની પકડ વધુ મજબૂત થવાની ધારણા છે.

બિઝનેસ સંબંધીત તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">