ભાગેડુ Vijay Mallya, Nirav Modi, Mehul Choksi ની 9371.17 કરોડ રૂપિયાની સંપત્તિ બેંકોને હસ્તગત કરાઈ , કૌભાંડીઓને ભારત લાવવા પણ થઇ રહ્યા છે પ્રયાસ

EDએ 9371.17 કરોડની જપ્ત કરેલી સંપત્તિને જાહેર ક્ષેત્રની બેન્કોને સોંપી છે. આ મિલ્કો દ્વારા બેન્ક વિજય માલ્યા(Vijay Mallya), નીરવ મોદી(Nirav Modi) અને મેહુલ ચોક્સી(Mehul Choksi) ના કૌભાંડો દ્વારા બેંકોને નુકસાન સહન કરવું પડયુ છે તેની રિકવરી કરવામાં આવશે.

  • Updated On - 3:45 pm, Wed, 23 June 21 Edited By: Ankit Modi
ભાગેડુ Vijay Mallya, Nirav Modi, Mehul Choksi ની 9371.17 કરોડ રૂપિયાની સંપત્તિ બેંકોને હસ્તગત કરાઈ , કૌભાંડીઓને ભારત લાવવા પણ થઇ રહ્યા છે પ્રયાસ
વિજય માલ્યા , નીરવ મોદી અને મેહુલ ચોક્સી

મોટા આર્થિક  કૌભાંડો આચરીને દેશની મોટી સરકારી બેન્કોને કરોડોનો ચૂનો ચોપડનાર કૌભાંડીઓની મિલ્કતોને ટાંચમાં લઈ બેન્કોને હસ્તગત કરાઈ છે. આ મિલકતોનો  ઉપયોગ બેન્કોને નુક્શાનની ભરપાઈ કરવામાં કરાશે . EDએ Rs 9371.17 કરોડની જપ્ત કરેલી સંપત્તિને જાહેર ક્ષેત્રની બેન્કોને સોંપી છે. આ મિલ્કો દ્વારા બેન્ક વિજય માલ્યા(Vijay Mallya), નીરવ મોદી(Nirav Modi) અને મેહુલ ચોક્સી(Mehul Choksi) ના કૌભાંડો દ્વારા બેંકોને નુકસાન સહન કરવું પડયુ છે તેની રિકવરી કરવામાં આવશે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ટ્વીટ કર્યું હતું કે પીએમએલએ હેઠળ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીના મામલામાં રૂ. 18,170.02 કરોડ (બેન્કોને થયેલા કુલ નુકસાનના 80.45 ટકા) ની સંપત્તિ જોડવામાં આવી છે. 9371.17 કરોડની સંપત્તિનો એક ભાગ જાહેર ક્ષેત્રની બેંકો અને કેન્દ્ર સરકારને પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

 

 

વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી દ્વારા જાહેર ક્ષેત્રની બેંકો સાથે ઠગાઇ કરવામાં આવી હતી. આ ભેજાબાજોની કંપનીએ મેળવેલા ભંડોળ અને છેતરપિંડીના કારણે બેંકોનું નુકશાન 22,585.83 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. CBI દ્વારા FIR ની અપાયેલી કડીની મદદથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઝડપી કાર્યવાહી કરી હતી. તપાસમાં ત્રણેય આરોપીએ ડમી એન્ટ્રીનોનો ઉપયોગ કરી બેંકો તરફથી મેળવેલ ભંડોળને ફેરવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે.

ED ના ત્વરિત પગલાંઓથી રૂ 18,170.02 કરોડની મિલ્કતો કબ્જે અને સીઝ કરી શકાય હતી જેમાં રૂ. 969 કરોડની મિલ્કતો વિદેશોમાં છે. એટેચ અને જપ્ત કરેલી સંપત્તિ રૂ 22,585.83 કરોડની બેંકની કુલ ખોટના 80.45% છે. ED  દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આ સંપત્તિનો નોંધપાત્ર હિસ્સો બોગસ સંસ્થાઓ / ટ્રસ્ટ / ત્રીજા વ્યક્તિઓ / સંબંધીઓ અને કંપનીઓના નામે રાખવામાં આવી હતી.

PMLA ઇન્વેસ્ટિગેશન બાદ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદો દાખલ કરવામાં આવી છે. આ વ્યક્તિઓ માટે પ્રત્યાર્પણદરખાસ્ત UK Antigua અને Barbuda મોકલવામાં આવી છે. Westminster Magistrates Court અને UK High Court દ્વારા વિજય માલ્યાના પ્રત્યાર્પણનો આદેશ આપવામાં આવ્યો છે. UK Supreme Court માં મામલાને પડકારવાની પરણાગી મળી નથી ત્યારે માલ્યાનું ભારત પ્રત્યાર્પણ નક્કી મનાઈ રહ્યું છે.

westminster Magistrates Court નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય ભારત દ્વારા પ્રત્યાર્પણ દરખાસ્તના કારણે નીરવ મોદી છેલ્લા બે વર્ષથી લંડનની જેલમાં છે. નીરવ મોદી અને વિજય માલ્યાને મુંબઈની પીએમએલએ કોર્ટ દ્વારા ભાગેડુ આર્થિક અપરાધીઓ જાહેર કરાયા છે.

તાજેતરમાં ઇડીએ તેના દ્વારા એટેચ કરાયેલા Rs. 6,600 કરોડના શેર્સ SBI ને ટ્રાન્સફર કર્યા છે. શેરના વેચાણ દ્વારા રૂ 800 કરોડની વધુ આવક 25 મી જૂન સુધીમાં થવાની ધારણા છે. સંપત્તિના વેચાણ દ્વારા બેન્કોને કુલ રૂ. 9041.5 કરોડની રકમની હાંસલ થશે