AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશની વિદેશી મુદ્રા ભંડારમાં થયો વધારો, પરંતુ ઘટ્યુ દેશનું ગોલ્ડ રીઝર્વ

3 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 642.453 બિલિયન ડોલરની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયું હતું. હાલમાં ભંડાર આ સ્તરની નજીક છે.

દેશની વિદેશી મુદ્રા ભંડારમાં થયો વધારો, પરંતુ ઘટ્યુ દેશનું ગોલ્ડ રીઝર્વ
increase in forex reserves
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 11:57 PM
Share

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 4 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 39.4 કરોડ ડોલર વધીને 631.92 બિલિયન ડોલર થઈ ગયું છે. અગાઉ, 25 ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, વિદેશી મુદ્રા ભંડાર  (Forex reserves)  1.425 અબજ ડોલર ઘટીને  631.527 અબજ ડોલર થયું હતું. જો કે સપ્તાહ દરમિયાન દેશના ગોલ્ડ રિઝર્વમાં (Gold Reserve) ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે જાહેર કરાયેલ આરબીઆઈના સાપ્તાહિક ડેટા અનુસાર, વિદેશી મુદ્રા ભંડારમાં વધારો વિદેશી મુદ્રા અસ્કયામતો (એફસીએ)માં વધારાને કારણે થયો હતો, જે કુલ અનામતનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. હાલમાં, ભારતીય રૂપિયામાં દેશની કુલ અનામત 48 લાખ કરોડ રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે.

દેશનો વિદેશી હૂંડિયામણ ભંડાર ક્યાં પહોંચ્યો?

ડેટા અનુસાર, 18 ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં FCA એટલે કે ફોરેન કરન્સી એસેટ્સ 63.4 કરોડ ડોલર વધીને 565.466 અબજ ડોલર થઈ ગઈ છે. વિદેશી ચલણની અસ્કયામતો ડોલરના મુલ્યમાં દર્શાવવામાં આવે છે. અને યુરો, પાઉન્ડ અને યેન જેવી વિવિધ કરન્સીની ડોલરની વધઘટ આમાં સામેલ છે. જ્યારે સપ્તાહ દરમિયાન સોનાનો ભંડાર 14.7 કરોડ ડોલર ઘટીને 42.32 અબજ ડોલર થયો હતો.

આ સમયગાળા દરમિયાન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR)  5.9 કરોડ ડોલર ઘટીને 18.981 બિલિયન ડોલર થયા છે. હાલમાં, ભારતીય રૂપિયામાં દેશની કુલ અનામત 48 લાખ કરોડ રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે. છેલ્લા એક વર્ષ દરમિયાન તેમાં  5.75 લાખ કરોડ રૂપિયા એટલે કે 51 અબજ ડોલરથી વધુનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં ફોરેન કરન્સી એસેટ્સમાં 25.8 અબજ ડોલર, ગોલ્ડ રિઝર્વમાં 8 અબજ ડોલરનો વધારો થયો છે.

તેના ઉચ્ચતમ સ્તરની નજીક છે ભંડાર

3 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 642.453 અબજ ડોલરની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયું હતું. હાલમાં ભંડાર આ સ્તરની નજીક છે. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર હાલમાં દેશના એક વર્ષથી વધુ સમયના આયાત બિલની બરાબર છે. વિદેશી હૂંડિયામણ ભંડારનું ઉચ્ચ સ્તર એ કોઈપણ અર્થતંત્ર માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે, પડોશી શ્રીલંકાની ડિફોલ્ટની સ્થિતિ એટલા માટે બની ગઈ  હતી કારણ કે તેનું વિદેશી મુદ્રા ભંડાર ખતમ થવાના આરે હતુ.

પાકિસ્તાનની પણ આવી જ સ્થિતિ છે. તેનાથી બચવા માટે બંને દેશો ઊંચા દરે લોન લેવા માટે પણ તૈયાર છે. સાથે જ ભારતીય અર્થતંત્રને અનામતને કારણે વધારાની સુરક્ષા મળી છે. રેટિંગ એજન્સીઓ વિદેશી મુદ્રા બંડારને અર્થતંત્રની મજબૂતાઈ અને જોખમનું મૂલ્યાંકન કરવા માટે એક મહત્વપૂર્ણ સૂચક માને છે. આ જ કારણ છે કે કોરોના સંકટ છતાં ભારતના રેટિંગને અસર થઈ નથી.

આ પણ વાચો :  MONEY9: વાયદા બજાર અને હાજર બજારમાંથી કમાણી કરવી છે? બંને બજાર વચ્ચે શું સંબંધ છે? સમજવું છે? જુઓ આ વીડિયો

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">