AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Forex Reserve : ભારતીય અર્થતંત્રમાં મજબૂતીના મળ્યા સંકેત, વિદેશી મુદ્રા ભંડારમાં 6.5 અબજ ડોલરનો વધારો નોંધાયો

Forex Reserve : એક વર્ષ પહેલા, ઓક્ટોબર 2021 માં, દેશનો વિદેશી મુદ્રા ભંડાર $ 645 બિલિયનની ન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો હતો. દેશના ચલણ ભંડારમાં ઘટાડાનું મુખ્ય કારણ એ છે કે કેન્દ્રીય બેંક રૂપિયાના ઘટાડાને રોકવા માટે ફોરેક્સ રિઝર્વની મદદ લઈ રહી છે.

Forex Reserve : ભારતીય અર્થતંત્રમાં મજબૂતીના મળ્યા સંકેત, વિદેશી મુદ્રા ભંડારમાં 6.5 અબજ ડોલરનો વધારો નોંધાયો
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2022 | 9:43 AM
Share

લાંબા સમય બાદ ભારતીય અર્થતંત્રને ફોરેક્સ રિઝર્વ તરફથી મોટી રાહતના સમાચાર મળ્યા છે. સતત ઘટાડાનું દબાણ સહન કરી રહેલા ભંડારમાં 28 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન મજબૂત ઉછાળો જોવા મળ્યો છે. રિઝર્વ બેંકના ડેટા અનુસાર 28 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 6.56 અબજ  ડોલર વધીને 561.08 અબજ ડોલર થઈ ગયું છે. સપ્ટેમ્બર 2021 પછી કોઈપણ એક સપ્તાહમાં નોંધાયેલો આ સૌથી મોટો વધારો છે. તે જ સમયે આ વધારા સાથે અનામતમાં સતત બે અઠવાડિયાથી ચાલી રહેલા ઘટાડાનો દોર  સમાપ્ત થયો છે.

ભારતના ભંડારની સ્થિતિ

શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 28 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં વધારો FCAમાં રિકવરી થવાને કારણે થયો છે. ફોરેન કરન્સી એસેટ્સ એટલે કે FCA $5.77 બિલિયન વધી છે. $470.84 બિલિયન હતી. FCAs ને ડોલરમાં ગણવામાં આવે છે અને તેમાં અનામતમાં રાખવામાં આવેલ યુરો, પાઉન્ડ અને જાપાનીઝ યેન જેવી નોન-ડોલર કરન્સીની વૃદ્ધિ અથવા અવમૂલ્યનની અસરોનો સમાવેશ થાય છે. એટલે કે, તે સ્પષ્ટ છે કે વિદેશી ચલણ સામે રૂપિયાની સારી કામગીરીથી વિદેશી મુદ્રા ભંડારને ફાયદો થયો છે.

ગોલ્ડ રિઝર્વમાં પણ વધારો

મળતી માહિતી મુજબ સપ્તાહ દરમિયાન દેશની ગોલ્ડ રિઝર્વમાં પણ વધારો થયો છે. અનામતમાં સોનાનું મૂલ્ય $556 મિલિયન વધીને $37.76 બિલિયન થયું છે. સેન્ટ્રલ બેંકે કહ્યું કે સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDRs) $185 મિલિયન વધીને $17.62 બિલિયન થઈ ગયા છે. તાજેતરમાં દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેના કારણે ગયા સપ્તાહે વિદેશી મુદ્રા ભંડાર $3.84 બિલિયન ઘટીને $524.52 બિલિયન થઈ ગયો હતો.

એક વર્ષ પહેલા, ઓક્ટોબર 2021 માં, દેશનો વિદેશી મુદ્રા ભંડાર $ 645 બિલિયનની ન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો હતો. દેશના ચલણ ભંડારમાં ઘટાડાનું મુખ્ય કારણ એ છે કે કેન્દ્રીય બેંક રૂપિયાના ઘટાડાને રોકવા માટે ફોરેક્સ રિઝર્વની મદદ લઈ રહી છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">