Forex Reserve : વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો પણ સોનાના ભંડારમાં 96 કરોડ ડોલરનો વધારો

|

Mar 05, 2022 | 9:13 AM

સોનાના ભંડારનું મૂલ્ય 95.8 કરોડ ડોલર વધીને 42.467 અબજ ડોલર થયું છે. રિપોર્ટિંગ સપ્તાહમાં દેશનો SDR એટલે કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 122 મિલિયન ડોલર ઘટીને 19.04 અબજ ડોલર થઈ ગયા છે.

Forex Reserve :  વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો પણ સોનાના ભંડારમાં 96 કરોડ ડોલરનો વધારો
India forex reserves

Follow us on

દેશના વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserves/Forex Reserves)માં ફરી ઘટાડો થયો છે. 25 ફેબ્રુઆરી, 2022ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 1.425 અબજ ઘટીને 631.527 અબજ ડોલર થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન સોનાના ભંડારનું મૂલ્ય 95.8 કરોડ ડોલર વધીને 42.467 અબજ ડોલર થયું છે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા આંકડામાં આ માહિતી આપવામાં આવી છે.અગાઉ 18 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 2.762 અબજ ડોલર વધીને 632.95 અબજ ડોલર પર પહોંચી ગયો હતો. આરબીઆઈના ડેટા અનુસાર 11 ફેબ્રુઆરી, 2022ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 1.763 અબજ ડોલર ઘટીને 630.19 અબજ ડોલર થયું હતું. અગાઉ, 4 ફેબ્રુઆરી, 2022ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 2.198 અબજ ડોલર વધીને 631.953 અબજ પર પહોંચી ગયો હતો.

FCA 2.228 અબજ ડોલર ઘટ્યો

શુક્રવારે જાહેર કરાયેલ આરબીઆઈના સાપ્તાહિક ડેટા અનુસાર 25 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો મુખ્યત્વે વિદેશી ચલણ અસ્કયામતો (FCAs) માં ઘટાડાને કારણે હતો જે કુલ ચલણ અનામતનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. રિઝર્વ બેન્કે જણાવ્યું કે રિપોર્ટિંગ સપ્તાહમાં ભારતનું FCA 2.228 બિલિયન ડોલર ઘટીને 564.832 અબજ ડોલર થયું છે. ડૉલરમાં ઉલ્લેખ કરતી એફસીએ વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલી યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી કરન્સીના મૂલ્યને વધારા અથવા ઘટાડાની અસર પણ ધરાવે છે.

સોનાનો ભંડાર વધ્યો

આ ઉપરાંત રિપોર્ટિંગ સપ્તાહમાં સોનાના ભંડારનું મૂલ્ય 95.8 કરોડ ડોલર વધીને 42.467 અબજ ડોલર થયું છે. રિપોર્ટિંગ સપ્તાહમાં દેશનો SDR એટલે કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 122 મિલિયન ડોલર ઘટીને 19.04 અબજ ડોલર થઈ ગયા છે. IMF ખાતે દેશનું ચલણ અનામત પણ 3. 34 કરોડ ડોલર ઘટીને 5.187 અબજ ડોલર થયું છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

RBI એ વિદેશી મુદ્રા ભંડોળમાંથી 2 અબજ ડોલરનું વેચાણ કર્યું

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia Ukraine war)ને કારણે વિશ્વભરનું ચલણ નબળું પડી રહ્યું છે. ભારતીય ચલણ રૂપિયો(Rupee) પણ ઘટાડાથી દૂર રહી શક્યો છે. રૂપિયાને ગગડવાથી બચાવવા માટે RBIએ મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય બેંકે તેના ફોરેન એક્સચેન્જ ફંડમાંથી 2 અબજ ડોલરનું વેચાણ કર્યું છે. વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં જબરદસ્ત વધારાને કારણે ભારતીય ચલણ દબાણ હેઠળ છે. આરબીઆઈએ રૂપિયાને નબળો પડતો અટકાવવા માટે ડોલર(Dollar) વેચવાનું શરૂ કર્યું છે. આ પગલાંથી આયાત કરતી કંપનીઓને મોંઘા ડોલર ચૂકવી ખરીદી ન કરવી પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Dollar Vs Rupee : રૂપિયાનું ધોવાણ અટકાવવા RBI એ વિદેશી મુદ્રા ભંડોળમાંથી 2 અબજ ડોલરનું વેચાણ કર્યું

આ પણ વાંચો : MONEY9: હેલ્થ ઈન્સ્યોરન્સ લીધેલો છે? તો જોજો ક્યાંક આ ભૂલ ના થાય!

Next Article