વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી ઉપાડ્યા 4,500 કરોડ રૂપિયા, જાણો શું છે કારણ

વિદેશી રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવીને ગયા સપ્તાહે ભારતીય શેરબજારોમાંથી 4,500 કરોડ રૂપિયાથી વધુ પાછા ખેંચી લીધા છે. અગાઉ, 1 થી 8 એપ્રિલ દરમિયાન, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ ભારતીય બજારમાં 7,707 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કર્યું હતું.

વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી ઉપાડ્યા 4,500 કરોડ રૂપિયા, જાણો શું છે કારણ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 5:57 PM

યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ (Federal Reserve) દ્વારા વ્યાજદરમાં આક્રમક વધારાની આશંકા વચ્ચે વિદેશી રોકાણકારોએ (Foreign Investors) ગયા અઠવાડિયે સાવચેતીભર્યું વલણ અપનાવીને ભારતીય શેરબજારોમાંથી રૂ. 4,500 કરોડથી વધુ પાછા ખેંચી લીધા હતા. અગાઉ, 1 થી 8 એપ્રિલ દરમિયાન, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) એ ભારતીય બજારમાં રૂ. 7,707 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું. ત્યારે બજારમાં કરેક્શનના કારણે FPIને ખરીદીની સારી તક મળી છે. અગાઉ, માર્ચ 2022 સુધીના છ મહિના દરમિયાન, FPIs ચોખ્ખા વેચાણકર્તા રહ્યા હતા અને શેરમાંથી 1.48 લાખ કરોડ રૂપિયાની જંગી રકમ ઉપાડી હતી.

તેનું મુખ્ય કારણ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા દરમાં વધારાની શક્યતા અને યુક્રેન પર રશિયાનો લશ્કરી હુમલો હતો. SEBI-રજિસ્ટર્ડ રોકાણ સલાહકાર રાઈટ રિસર્ચના સ્થાપક સોનમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તેઓ અપેક્ષા રાખી રહ્યા છે કે, યુક્રેનની કટોકટી શમી જાય પછી FPIs મોટા પાયે ભારતમાં પાછા આવશે, કારણ કે તેમના મૂલ્યાંકન અત્યંત સ્પર્ધાત્મક બની ગયા છે.

યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં વધારો કર્યો

ડિપોઝિટરી ડેટા અનુસાર, 11-13 એપ્રિલના રોજ ટૂંકા અને રજાવાળા ટ્રેડિંગ સપ્તાહ દરમિયાન FPIએ ભારતીય શેરબજારોમાંથી રૂ. 4,518 કરોડનો ચોખ્ખો ઉપાડ કર્યો હતો. ગુરુવારે મહાવીર જયંતિ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ અને શુક્રવારે ગુડ ફ્રાઈડેના દિવસે શેરબજારો બંધ રહ્યા હતા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

યુએસ સેન્ટ્રલ બેંક દ્વારા આક્રમક દરમાં વધારાની આશંકાથી સપ્તાહ દરમિયાન FPIs ચોખ્ખા વેચાણકર્તા હતા. મોર્નિંગસ્ટાર ઇન્ડિયાના એસોસિએટ ડિરેક્ટર-મેનેજર રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે યુએસ સેન્ટ્રલ બેન્ક દ્વારા વ્યાજદરમાં આક્રમક વધારો કરવાની શક્યતાને કારણે FPIsએ ભારત જેવા ઊભરતાં બજારોમાં તેમના રોકાણ માટે સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો છે. ગયા અઠવાડિયે, FPIs એ ડેટ અથવા બોન્ડ માર્કેટમાંથી રૂ. 415 કરોડ ઉપાડ્યા હતા. ગયા અઠવાડિયે શરૂઆતમાં, તેમણે બોન્ડ માર્કેટમાં ચોખ્ખા રૂ. 1,403 કરોડ મૂક્યા હતા.

શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે FPIનું વેચાણ વૈશ્વિક બજારોમાં ઘટી રહેલા વલણને અનુરૂપ છે. ફેડરલ રિઝર્વ દ્વારા આક્રમક દરમાં વધારાની આશંકાથી વૈશ્વિક બજારો ઘટ્યા હતા. આ સિવાય ગયા અઠવાડિયે આવેલા ભારતના ફુગાવાના આંકડા પણ અપેક્ષા કરતા વધુ રહ્યા છે. આની અસર ધારણા પર પણ પડી છે.

આ પણ વાંચો :  સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 7ની માર્કેટ કેપમાં રૂ. 1.32 લાખ કરોડનો ઘટાડો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને થયું સૌથી વધુ નુકસાન

g clip-path="url(#clip0_868_265)">