Foreign Reserves: ઓલ ટાઈમ હાઈ લેવલે પહોંચ્યું વિદેશી મુદ્રા ભંડાર

|

Jan 16, 2021 | 10:28 AM

દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 8 જાન્યુઆરીએ પૂરા થયેલા અઠવાડિયામાં 75.8 કરોડ ડોલરનો વધારો થયો છે.

Foreign Reserves: ઓલ ટાઈમ હાઈ લેવલે પહોંચ્યું વિદેશી મુદ્રા ભંડાર
Foreign Exchange Reserves

Follow us on

Foreign Reserves: દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 8 જાન્યુઆરીએ પૂરા થયેલા અઠવાડિયામાં 75.8 કરોડ ડોલરનો વધારો થયો છે, જે 586.082 અબજ ડોલરના ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શી ચુક્યો છે. રિઝર્વ બેંક દ્વારા શુક્રવારે જારી કરવામાં આવેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. આ અગાઉ 1 જાન્યુઆરીએ પૂરા થયેલા અઠવાડિયામાં વિદેશી વિનિમય ભંડાર 4.483 અબજ ડોલર વધીને 585.324 અબજ ડોલરની છેલ્લી ટોચની સપાટીએ નોંધાયું હતું.

શુક્રવારે રિઝર્વ બેંક ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, વિદેશી ચલણ સંપત્તિ (Foreign Currency Assets) માં વધારો થવાને કારણે મુદ્રા ભંડારમાં વધારો થયો છે. વિદેશી મુદ્રા સંપત્તિ કુલ વિદેશી મુદ્રા ભંડારનો નોંધપાત્ર ભાગ બનાવે છે. રિઝર્વ બેન્કના સાપ્તાહિક ડેટા મુજબ અહેવાલના સમયગાળામાં FCA 15 કરોડ ડોલર વધીને 541.791 અબજ ડોલર થયું છે. FCA ડોલરમાં દર્શાવાય છે, પરંતુ તેમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી ચલણોમાં પણ શામેલ છે.

મળતી માહિતી પ્રમાણે દેશનું સોનાનો ભંડાર મૂલ્ય 56.8 કરોડ ડોલર વધીને 37.594અબજ ડોલર થયું છે. ગયા સપ્તાહે દેશના આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ માં વિશેષ ઉપાડ હક અપરિવર્તિત રહ્યા પછી 50 લાખ ડોલર વધારીને 1.515 અબજ ડોલર થયા છે, જ્યારે આઇએમએફ પાસે અનામત મુદ્રા ભંડાર 3.5 કરોડ ડોલર વધીને 5.181 અબજ ડોલર થયું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચો: અનિન્દ્રાની સમસ્યા છે? તો અપનાવો આયુર્વેદિક ઉપચાર, આવશે સારી ઊંઘ

Next Article