અનિન્દ્રાની સમસ્યા છે? તો અપનાવો આયુર્વેદિક ઉપચાર, આવશે સારી ઊંઘ

આજના જીવનમાં લોકોમાં અનિન્દ્રાનું પ્રમાણ વધી રહ્યું છે. અનિન્દ્રાનું મુખ્ય કારણ વધુ માનસિક તણાવ હોય છે.

અનિન્દ્રાની સમસ્યા છે? તો અપનાવો આયુર્વેદિક ઉપચાર, આવશે સારી ઊંઘ
અપનાવો આયુર્વેદ આવશે સારી ઊંઘ

આજના જીવનમાં લોકોમાં અનિન્દ્રાનું પ્રમાણ વધી રહ્યું છે. અનિન્દ્રાનું મુખ્ય કારણ વધુ માનસિક તણાવ હોય છે. આ સિવાય અનિયમિત દિનચર્યાઓ, વ્યાયામનો અભાવ અને સખત મહેનતનો અભાવ તેમજ વધુ પડતા આલ્કોહોલના સેવનથી અનિન્દ્રાની તકલીફ વધે છે. ઘણી વાર અનિન્દ્રાની સમસ્યા એટલી વધી જાય છે કે તેની અસર માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. આયુર્વેદ અનુસાર વાત અને પિત્ત વધવાથી અનિન્દ્રાની સમસ્યા વધે છે. ઊંઘની આ સમસ્યાને નીચે જણાવેલ ઉપાયો અનુસાર દુર કરી શકાય છે.

1. સારી ઊંઘ માટે સુતા પહેલા હાથ પગ સાફ કરો અને બંનેના તાળવાની માલીશ કરો.

2 યોગ, અનુલોમ-વિલોમ પ્રાણાયામ પણ લાભદાયી છે.

3. સુવા માટે એક ફિક્સ સમય નક્કી કરો, જેથી સુવા અને જાગવાનો એક સંતુલિત ચક્ર શરીરમાં તૈયાર થાય.

4. શયનખંડ એકદમ સાફ રાખો. રૂમ શાંત અને અંધકારમય હોવો જોઈએ જેનાથી મન શાંત રહેશે અને સારી ઊંઘ આવશે.

5. દરરોજ કસરત કરવાની આદત પાળો. આનાથી ઊંઘમાં ઘણો ફેર પડશે.

6. લેટ નૈત પાર્ટી, ટીવી અને મોબાઈલથી બચો. દિવસમાં સુવાનો ટાળો જેથી રાતની ઊંઘમાં નિયમિતતા જળવાઈ રહે.

7. સુતા સમયે સકારાત્મક વિચારો કરો, બધી ચિંતાઓને દુર રાખો.

8. ઊંઘ ના આવે ત્યાં સુધી પથારીમાં ના જાઓ. શયનખંડનો ઉપયોગ માત્ર ઊંઘ માટે કરો. પથારીમાં પડ્યા પડ્યા ઊંઘની રાહ જોવાનું ટાળો.

Ayurvedic treatment for insomnia

આયુર્વેદિક ઉપચાર

આયુર્વેદિક ઔષધી

1. અશ્વગંધાનું ચૂરણ દૂધ સાથે લો.

2. સર્પગન્ધાના ચૂરણને સુતા પહેલા એક ગ્લાસ પાણી સાથે લો.

3. બ્રાહ્મી, શંખપૃષ્ઠી વગેરે ઔષધીઓનું નિયમિત સેવન કરો.

4. શિરોધારા અને શિરોબસ્તી પંચકર્મથી અધિક લાભ મળશે.

 

આ પણ વાંચો: IT એક્સપર્ટ છો? 2021-22 માં આવી રહી છે અઢળક નોકરીઓ, જોજો તક ચુકી ન જવાય

Click on your DTH Provider to Add TV9 Gujarati