ફોર્ડે ભારતમાં સંકેલ્યો કારોબાર, લગભગ 4000 જેટલા કર્મચારીઓ થશે બેરોજગાર

ફોર્ડ મોટરે ભારતમાં કાર નિર્માણ બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ કારણે ઓટો ડીલર્સની સંસ્થા FADAને આંચકો લાગ્યો હતો અને સંસ્થાએ જણાવ્યું કે આ પગલાથી ફોર્ડ કારના વેપારીઓને મોટું આર્થિક નુકસાન થશે.

ફોર્ડે ભારતમાં સંકેલ્યો કારોબાર, લગભગ 4000 જેટલા કર્મચારીઓ થશે બેરોજગાર
ફોર્ડે બંધ કર્યો કારોબાર

Ford India ભારે નુક્સાનમાં હોવાને કારણે ભારતમાંથી પોતાનો કારોબાર સમેટી રહી છે. ભારતમાં ફોર્ડ તેની બે કંપની બંધ કરવા જઈ રહી છે. ફોર્ડ ગુજરાતના સાણંદમાં આવેલી અને તમિલનાડુના ચેન્નઈમાં આવેલી ફેક્ટરીઓને બંધ કરવા જઈ રહી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સાણંદમાં આવેલી ફેક્ટરી પહેલા બંધ થઈ જવાની શક્યતા છે.

 

કારણકે તે અત્યારથી જ 10 ટકા ક્ષમતા પર કામ રહી છે. જ્યારે ચેન્નાઈમાં આવેલી ફેક્ટરી 2022 સુધીમાં બંધ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. ભારતમાં કંપનીના કારોબારને સંકલીત કરવા માટે અને બાકી રહેલા વૈશ્વિક ઓર્ડરને પુરા કરવા માટે ચેન્નાઈની ફેક્ટરી થોડો વધારે સમય ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે.

 

ચાલુ રાખવામાં આવશે એન્જિન ફેક્ટરી

સૂત્રોના અહેવાલ મુજબ કે કંપની સાણંદમાં તેની એન્જિન ફેક્ટરી ચાલુ રાખશે, જેથી તે ભારતમાં તેના ઉત્પાદનોની સેવા માટે કામ ચાલુ રાખી શકે. આ સાથે જ કંપની Ford Mustang અને Ford Endeavourનું વેચાણ પણ ચાલુ રાખશે. કંપની આ મોડેલોને દેશમાં CKD (Completely Knocked Down) મોડલ તરીકે વેચશે. સમાચાર અનુસાર કંપનીના ટોચના મેનેજમેન્ટે તેના કર્મચારીઓને ફોર્ડ ફિગો અને ફોર્ડ ફ્રીસ્ટાઈલનું ઉત્પાદન ઘટાડવા કહ્યું છે. ફોર્ડ પહેલા જનરલ મોટર્સે પણ 2017માં ભારતમાંથી પોતાનો કારોબાર સમેટી લીધો હતો.

 

સૂત્રોના જણાવ્યા અનુસાર ફોર્ડ ભારતમાં તેના 25 વર્ષ જૂના બિઝનેસને બચાવવા માંગે છે, આ માટે તે ઘણા વિકલ્પો પર વિચાર કરી રહી છે. કંપનીની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથેની જોઈન્ટ વેન્ચર ડીલ નિષ્ફળ ગયા બાદ કંપની ટાટા મોટર્સ,Chagan Automobiles, સ્કોડા-વોક્સવેગન ગ્રુપ, શાંઘાઈ ઓટોમોટિવ અથવા એમજી મોટર, હ્યુન્ડાઈ મોટર જેવી મોટી ઓટો કંપનીઓ સાથે પણ સંપર્ક કર્યો હોવાના અહેવાલ છે. તે જ સમયે કંપનીએ ઓલા ઈલેક્ટ્રિક જેવા નવા ઈલેક્ટ્રિક વાહન સ્ટાર્ટઅપ્સનો પણ સંપર્ક કર્યો છે. જો કે કંપનીએ સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી.

 

 

લગભગ 4000 જેટલા કર્મચારીઓ થશે બેરોજગાર

ફોર્ડ મોટરે ભારતમાં કાર બનાવવાના નિર્ણયના કારણે ઓટો ડીલર્સ બોડી ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ (FADA)એ વિદેશી કાર ઉત્પાદકોને એકપક્ષીય રીતે ફેક્ટરી બંધ કરવા માટે કેન્દ્રના હસ્તક્ષેપની માંગ કરી છે. FADAનું કહેવું છે કે કંપનીના આ નિર્ણયથી તેનું ડીલર નેટવર્કને મુશ્કેલીમાં મુકાયું છે. વિદેશી OEM દ્વારા લેવાયેલા આવા અણધાર્યા નિર્ણયોથી ડીલરોને બચાવવા માટે FADAએ કેન્દ્રને કાયદો પસાર કરવા વિનંતી કરી છે.

 

ફોર્ડ ઈન્ડિયાની આ બંને ફેક્ટરીઓ બંધ કરવાને કારણે લગભગ 4,000 કર્મચારીઓને અસર થશે. કંપનીનું ભારતીય સંચાલન ભારે ખોટમાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીએ ભારતમાં 1થી 1.5 અબજ ડોલર (73 અબજ રૂપિયા)નું નુકસાન કર્યું છે. ભારતીય કાર બજારમાં કંપનીનો હિસ્સો 2% કરતા ઓછો છે.

 

આ પણ વાંચો : પંજાબ નેશનલ બેંક 6000 કરોડ એકત્ર કરવા બોન્ડ બહાર પાડશે, જાણો વિગતવાર

Click on your DTH Provider to Add TV9 Gujarati