Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inflation: તહેવારોમાં નહીં મોંઘી થાય તમારી થાળી, સરકારના આ પગલાથી મોંઘવારી પર આવશે અંકુશ

સરકારના જુદા-જુદા પગલાથી તહેવાર દરમિયાન મોંઘવારી નિયંત્રણમાં રહેશે. રાજ્ય સરકારો સાથે મળીને અન્ય ઘણા પગલાઓ અમલમાં મૂકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેથી કૃત્રિમ કારણોસર ખાદ્યપદાર્થોની મોંઘવારી ન વધે. સામાન્ય લોકોને રાહત આપવા માટે સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં પણ 200 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓને કારણે તહેવારોમાં ખાદ્યપદાર્થોની મોંઘવારી સામાન્ય લોકોને પરેશાન કરશે નહીં.

Inflation: તહેવારોમાં નહીં મોંઘી થાય તમારી થાળી, સરકારના આ પગલાથી મોંઘવારી પર આવશે અંકુશ
Inflation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2023 | 3:27 PM

તહેવારોની સિઝનમાં ખાદ્ય મોંઘવારી (Inflation) સામાન્ય માણસને પરેશાન કરશે નહીં. સરકારે લોટ, દાળ, ચોખા (Rice Price) અને ખાંડ સહિત અન્ય ખાદ્ય ચીજોની કિંમતોને અંકુશમાં લેવા માટે મહત્વપૂર્ણ પગલા લીધાં છે. આ કારણે તહેવારોમાં થાળી મોંઘી નહીં થાય. કેન્દ્રીય ખાદ્ય અને વાણિજ્ય મંત્રાલયે ખાદ્ય ફુગાવાના મોરચે ઘણા પગલા લીધા હતા, જેના પર તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર, ભારે વરસાદને કારણે પુરવઠામાં વિક્ષેપ ખાદ્યપદાર્થોના મોંઘવારીનું કારણ બન્યું છે.

સરકારે લીધા જરૂરી પગલા

પિયુષ ગોયલના જણાવ્યા અનુસાર, સરકારે મોંઘવારીનો સામનો કરવા માટે જરૂરી પગલાં લીધાં, દેશમાં પણ પહેલીવાર ભાવ નીચે લાવવા માટે છૂટક બજારમાં ટામેટાનું વેચાણ થયું. ખાદ્ય ફુગાવાને અંકુશમાં લેવા માટેના એક મહત્વપૂર્ણ પગલામાં, ચોખાના ભાવને નિયંત્રિત કરવા માટે નિકાસ પર 20 ટકા ડ્યુટી લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

10 લાખ ટન દાળની આયાત કરવાનો નિર્ણય લીધો

દાળના ભાવ પર નિયંત્રણ જોવા મળ્યું છે. લોટની વધતી કિંમતોને જોતા સરકારે 50 લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં વેચવાનો નિર્ણય લીધો છે. ઘઉં પર સ્ટોક લિમિટ પણ લાદવામાં આવી છે. કઠોળના ભાવને નિયંત્રણમાં રાખવા માટે સરકારે 10 લાખ ટન દાળની આયાત કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય ખાંડની વધતી કિંમતોને કાબૂમાં રાખવા માટે સરકારે ક્વોટા કરતાં વધુ 2 લાખ ટન ખાંડ ખુલ્લા બજારમાં વેચવાનો નિર્ણય લીધો હતો.

રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?
મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો
હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી
Plant in pot : ઉનાળામાં ભૂલથી પણ આ ખાતરનો ઉપયોગ ન કરતા, છોડ સૂકાઈ શકે છે
Soft Healthy Hair: શું તમે નબળા અને ડ્રાય હેરથી પરેશાન છો? આ ફૂલનો કરો ઉપયોગ

શાકભાજીના ભાવ નિયંત્રણમાં

ક્રિસિલ માર્કેટ ઈન્ટેલિજન્સનાં ડાયરેક્ટર (સંશોધન) પુષણ શર્માના જણાવ્યા અનુસાર, જો આપણે ચોમાસા દરમિયાન ખાદ્યપદાર્થોની મોંઘવારી પર નજર કરીએ તો શાકભાજીના ભાવે સામાન્ય માણસની થાળી ખૂબ મોંઘી કરી દીધી હતી. જો કે હવે શાકભાજીના ભાવ પણ નિયંત્રણમાં છે. ખુલ્લા બજારમાં ટામેટા 200 રૂપિયા પ્રતિ કિલોથી વધુના ભાવે વેચાતા હતા. જેના કારણે સરકારે સસ્તા ભાવે ટામેટાં વેચવાનો નિર્ણય લીધો હતો.

સરકારે ડુંગળીના વધતા ભાવને નિયંત્રિત કરવા માટે 40 ટકા ડ્યુટી લગાવી હતી. તેમજ બફર સ્ટોકમાંથી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચવાનું શરૂ કર્યું. આ ઉપરાંત, સંગ્રહને લગતા મોનિટરિંગ માટે રાજ્યોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ અંગે રાજ્યોમાંથી રિપોર્ટ પણ લેવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : Rishabh Instruments IPO : આજે વધુ એક IPO ખુલ્યો, જાણો પ્રાઇસ બેન્ડ અને GMP સહિતની માહિતી

તહેવારોમાં થાળી મોંઘી નહીં થાય

સરકારના આ પગલાથી તહેવાર દરમિયાન મોંઘવારી નિયંત્રણમાં રહેશે. સાથે જ રાજ્ય સરકારો સાથે મળીને અન્ય ઘણા પગલાઓ અમલમાં મૂકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેથી કૃત્રિમ કારણોસર ખાદ્યપદાર્થોની મોંઘવારી ન વધે. સામાન્ય લોકોને રાહત આપવા માટે સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં પણ 200 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓને કારણે તહેવારોની મોસમમાં ખાદ્યપદાર્થોની મોંઘવારી સામાન્ય લોકોને પરેશાન કરશે નહીં.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">