નાણામંત્રી નિર્મલા સીતારમણ 25 ઓગસ્ટે પબ્લીક સેક્ટરની બેન્કોના પ્રમુખોને મળશે, લેવાઈ શકે છે આ મોટો નિર્ણય

આ બેઠકનો હેતુ બેંકોની કામગીરી અને કોવિડ -19 મહામારીથી પ્રભાવિત થયેલાં અર્થતંત્રને વેગ આપવાના સંદર્ભમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવાનો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ 25 ઓગસ્ટે પબ્લીક સેક્ટરની બેન્કોના પ્રમુખોને મળશે, લેવાઈ શકે છે આ મોટો નિર્ણય
નાણામંત્રી નિર્મલા સીતારમણ
| Edited By: | Updated on: Aug 16, 2021 | 7:31 PM

નાણામંત્રી નિર્મલા સીતારમણ 25 ઓગસ્ટે જાહેર ક્ષેત્રની બેન્કોના પ્રમુખો સાથે બેઠક કરશે. આ બેઠકનો મુખ્ય હેતુ બેંકોની કામગીરી અને કોવિડ -19 મહામારીથી પ્રભાવિત થયેલા અર્થતંત્રને ઝડપી બનાવવાના સંદર્ભમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવાનો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેન્કો (PSBs) ના મેનેજિંગ ડિરેક્ટર્સ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરો (સીઈઓ) સાથેની આ બેઠક માંગ અને વપરાશને વધારવા માટે બેન્કિંગ ક્ષેત્રના મહત્વને ધ્યાનમાં રાખતા આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ગયા વર્ષે માર્ચમાં મહામારી શરૂ થયા બાદ નાણામંત્રી અને રાજ્ય સંચાલિત બેંકોના પ્રમુખોની આ પ્રથમ રૂબરૂ સમીક્ષા બેઠક છે. તાજેતરમાં, સીતારામને કહ્યું હતું કે સરકાર કોવિડ -19 મહામારીથી પ્રભાવિત આર્થિક વિકાસને વેગ આપવા માટે તમામ જરૂરી પગલાં લેવા માટે તૈયાર છે.

બેઠકના મુદ્દાઓ

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં, બેંકની પરીસ્થિતિ, રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરાયેલી પુનર્ગઠન-બે યોજનાની પ્રગતિની  સમીક્ષા કરવામાં આવશે તેવી અપેક્ષા છે.

આ બેઠકમાં બેંકોને ઉત્પાદક ક્ષેત્રોમાં ધિરાણ વધારવા પર ભાર આપી શકાય છે. આ ઉપરાંત મુંબઈમાં યોજાનારી આ બેઠકમાં ઈમરજન્સી ક્રેડિટ ફેસિલિટી ગેરંટી સ્કીમ (ECLGS) ની પણ સમીક્ષા કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નાણામંત્રી ક્લીયર ન થયેલી લોન અથવા નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) ની પરીસ્થિતિનો પણ હિસાબ લઇ શકે છે. આ સિવાય બેંકોના વિવિધ સુધારાના ઉપાયો પર પણ ચર્ચા થવાની શક્યતા છે.

જણાવી દઈએ કે સરકારના વિવિધ પ્રયત્નોને કારણે, 31 માર્ચ, 2021 ના રોજ બેન્કોની ક્લીયર ન થયેલી લોનનો આંકડો ઘટીને 6,16,616  કરોડ રૂપિયા પર પહોચ્યો હતો. જે 31 માર્ચ 2020ના રોજ 6,78,317 કરોડ રૂપિયા હતો. જ્યારે 31 માર્ચ, 2019 ના રોજ તે 7,39,541 કરોડ રૂપિયા હતો.

આ વર્ષે નહી કરવામાં આવે કોઈ સરકારી બેન્કોનું ખાનગીકરણ

એક રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં બે બેન્કોનું ખાનગીકરણ શક્ય બનશે નહીં. સરકાર તેને આવનારાં વર્ષ માટે પણ મુલતવી શકે છે. સરકાર દ્વારા હજુ સુધી બેંકોના ખાનગીકરણ અંગે સંસદમાંથી જરૂરી મંજૂરી તરફ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ નાણાં મંત્રાલયે ખાનગીકરણને લગતી અંતિમ પદ્ધતિઓ હજુ સુધી નક્કી કરી નથી.

આ પણ વાંચો : Insurance Privatisation અંગે આવ્યા મોટા સમાચાર , બેંકો પેહલા આ વીમા કંપનીનું થઇ શકે છે ખાનગીકરણ, જાણો વિગતવાર