બીજા ત્રીમાસિક ગાળામાં આર્થિક અને બાંધકામની પ્રવૃતિમાં આવ્યો સુધાર પણ મોંઘા તેલને કારણે વ્યાપાર પણ થયો મોંઘો

ઉદ્યોગ મંડળ FICCI જણાવ્યું હતું કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઉત્પાદન અને આર્થિક પ્રવૃત્તિમાં વધારો થયો છે અને આઉટલુકમાં નોંધપાત્ર સુધારો થયો છે. જોકે ક્ષમતાનો ઓછો ઉપયોગ, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો થવાને કારણે બિઝનેસ હવે મોંઘો બન્યો છે.

બીજા ત્રીમાસિક ગાળામાં આર્થિક અને બાંધકામની પ્રવૃતિમાં આવ્યો સુધાર પણ મોંઘા તેલને કારણે વ્યાપાર પણ થયો મોંઘો
જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના આઉટલુકમાં નોંધપાત્ર સુધારો થયો.

કોરોનાની બીજી લહેર ધીમી પડી છે, ત્યારે દરેક ક્ષેત્રમાં તેજી આવવાનો અને સુધારો થવાનો અંદાજ સૌ કોઈ લગાવી રહ્યા છે. FICCIના એક રીપોર્ટ અનુસાર 11 ક્ષેત્રોમાં તેજી દેખાય રહી છે પણ સાથે-સાથે ખર્ચ પણ વધ્યો છે.

 

ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓના (Manufacturing activities outlook) દેખાવમાં નોંધપાત્ર સુધારો થયો છે. જો કે આ સમયગાળા દરમિયાન વેપાર અને ઉત્પાદનનો ખર્ચ વધ્યો છે. ઉદ્યોગ સંસ્થા FICCI દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ તારણ કાઢવામાં આવ્યું છે.

 

મેન્યુફેક્ચરિંગ પર FICCIના તાજેતરના ત્રિમાસિક સર્વે અનુસાર ઉદ્યોગના લોકોનું કહેવું છે કે ઉંચો નિશ્ચિત ખર્ચ, સલામતી પ્રોટોકોલ સુનિશ્ચિત કરવા માટે ઉંચા ઉપરી ખર્ચને કારણે ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થયો છે. જ્યારે લોકડાઉનને કારણે ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે.

 

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ક્ષમતાનો ઓછો ઉપયોગ, નૂર ચાર્જ અને અન્ય લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો, કાચા માલમાં વધારો, વીજળીનો ખર્ચ અને ઉંચા વ્યાજદરને કારણે એકંદર ખર્ચમાં પણ વધારો થયો છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે સુસ્ત પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન) પછી બીજા જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના આઉટલુકમાં નોંધપાત્ર સુધારો થયો છે. જોકે સર્વે કરાયેલા મોટાભાગના લોકોનું કહેવું છે કે તેમનો વ્યવસાય અને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે.

 

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નિકાસમાં તેજી આવવાની ધારણા 

નિકાસના મોરચે સર્વેમાં કહેવામાં આવ્યું છે કે આઉટલુકમાં સુધારો થયો છે. 58 ટકા સહભાગીઓએ જણાવ્યું હતું કે બીજા ક્વાર્ટરમાં તેની નિકાસમાં સુધારો થવાની ધારણા છે. જ્યારે તે જ સમયે 68 ટકા લોકોએ કહ્યું કે તેઓ આગામી ત્રણ મહિના દરમિયાન વધારાના કર્મચારીઓની નિમણૂક કરશે નહીં. સર્વેમાં મોટા અને એસએમઈ (SME) ક્ષેત્રના 300થી વધુ ઉત્પાદન એકમોના પ્રતિનિધિઓના અભિપ્રાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એકમોનું સંયુક્ત વાર્ષિક ટર્નઓવર 2.7 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે.

 

11 મોટા સેક્ટરમાં જોવા મળી રહી છે તેજી

FICCIના રિપોર્ટ અનુસાર મેન્યુફેક્ચરિંગને લઈને સેન્ટિમેન્ટમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. ઓટોમોબાઈલ, કેપિટલ ગુડ્સ, સિમેન્ટ, કેમિકલ્સ, ફર્ટિલાઈઝર, ફાર્માસ્યુટિકલ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિકલ, મેટલ અને મેટલ પ્રોડક્ટ્સ, પેપર પ્રોડક્ટ્સ, ટેક્સટાઈલ, ટેક્સટાઈલ મશીનરી, ટોય અને મિસલેનિયસ જેવા 11 મોટા ઉત્પાદન ક્ષેત્રોમાં તેજી જોવા મળી રહી છે.

 

આ પણ વાંચો :  IPO પહેલા અનલિસ્ટેડ માર્કેટમાં શેરમાં રોકાણ કરવું લાભદાયક કે નુકસાનકારક? જાણો શું છે નિષ્ણાતનો અભિપ્રાય

Click on your DTH Provider to Add TV9 Gujarati