બેંક ઓફ ઈન્ડિયાએ સસ્તી કરી હોમ અને ઓટો લોન, જાણો લાખ રૂપિયા પર કેટલો રહેશે EMI

Home Loan: BOIએ કહ્યું કે આ ખાસ દર 18 ઓક્ટોબર, 2021થી 31 ડિસેમ્બર, 2021 સુધી લાગુ રહેશે. નવી લોન અને લોન ટ્રાન્સફર માટે અરજી કરનારા ગ્રાહકો માટે નવો વ્યાજ દર લાગુ થશે.

બેંક ઓફ ઈન્ડિયાએ સસ્તી કરી હોમ અને ઓટો લોન, જાણો લાખ રૂપિયા પર કેટલો રહેશે EMI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 6:44 PM

જાહેર ક્ષેત્રની બેંક ઓફ ઈન્ડિયા (Bank of India – BOI)એ તેની હોમ લોન (Home Loan) પરના વ્યાજ દરમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો છે. આ સિવાય બેંકે વાહન લોન પરના વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. બેંક દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર આ ઘટાડા બાદ BOIનો હોમ લોન દર 6.50 ટકાથી શરૂ થશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

અગાઉ તે 6.85 ટકા હતો. તે જ સમયે બેંકની વાહન લોન પર વ્યાજ દર 7.35થી ઘટીને 6.85 ટકા થયો છે. BOIએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. BOIએ કહ્યું કે આ ખાસ દર 18 ઓક્ટોબર, 2021થી 31 ડિસેમ્બર, 2021 સુધી લાગુ રહેશે. નવી લોન અને લોન ટ્રાન્સફર માટે અરજી કરનારા ગ્રાહકો માટે નવો વ્યાજ દર લાગુ થશે.

હવે ખુશી થશે બમણી

બેન્ક ઓફ ઈન્ડિયાએ ટ્વિટમાં કહ્યું હવે ખુશીઓ બમણી થશે. હવે બેંક ઓફ ઈન્ડિયા સાથે ખુશીઓનો તહેવાર ઉજવો. ઝીરો પ્રોસેસિંગ ચાર્જ સાથે BOI સ્ટાર હોમ લોન @ 6.5% અને સ્ટાર વ્હીકલ લોન @ 6.85 ટકા પર મેળવો.

આ લોનની ઓફર હેઠળ લાખ રૂપિયા પર 632 રૂપિયાથી થરૂ થશે ઈએમઆઈ. વધુ માહીતી માટે  8010968305 પર મિસ્ડ કોલ આપો. હોમ લોન માટે <HL>થી 7669300024 પર SMS કરો. વાહન લોન માટે <VL> થી 76693,00024 પર SMS કરો.

પ્રોસેસિંગ ચાર્જ થયો ખત્મ

આ સાથે બેંકે 31 ડિસેમ્બર, 2021 સુધી હોમ અને વ્હીકલ લોન પર પ્રોસેસિંગ ફી માફ કરી દીધી છે.

આ બેંકો પણ આપી રહી છે ઓફર

તહેવારોની સીઝનની શરૂઆત સાથે વધારે ગ્રાહકો માટે ઘરની ખરીદી વધારે સસ્તી બનાવવા માટે બેંકોએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. દેશની મોટી બેંકોમાં સ્ટેટ બેંક (SBI), ICICI બેંક, પંજાબ નેશનલ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચએસબીસી (HSBC), બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, યસ બેંક હોમ લોન પર આકર્ષક ઓફર આપી રહી છે. આ તમામ બેંકો હોમ લોનના વ્યાજ દર પર નોંધપાત્ર છૂટ આપી રહી છે.

SBIએ પ્રથમ વખત ક્રેડિટ સ્કોર લિંક્ડ હોમ લોનની જાહેરાત કરી છે જે 6.70 ટકાના દરે આપવામાં આવી રહી છે. લોનની રકમ ગમે તે હોય વ્યાજ દર 6.70 ટકા નક્કી કરવામાં આવ્યો છે. અગાઉ 75 લાખ રૂપિયાથી વધુની હોમ લોન લેનારા ગ્રાહકોને 7.15 ટકા વ્યાજ ચૂકવવું પડતું હતું. હવે આ જ વ્યાજ 6.70 ટકા પર આવી ગયું છે.

આ પણ વાંચો :  શું તમે જાણો છો? માત્ર ઘર ખરીદવા માટે જ નહિ ઘરના RENOVATION માટે પણ મળે છે HOME LOAN, જાણો તેના લાભ અને લોન મેળવવાની પ્રક્રિયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">