Gujarati NewsBusinessFarivaar ej muddo vivad ma currency thi korona felay javab che ha to vaancho aa lekh ane rakho savdhani
ફરીવાર એ જ મુદ્દો વિવાદમાં, કરન્સીથી કોરોના ફેલાય? જવાબ છે હા, તો કઈ રીતે બચશો તે માટે વાંચો આ લેખ
જો આપ બજારમાં ખરીદ – વેચાણ કે આર્થક વ્યવહારો રોકડમાં કરો છો તો સાવચેરી રાખવી જરૂરી છે. કરન્સી કોરોના વાઇરસ ફેલાવી શકે છે. Confederation of All India Traders – CAIT દ્વારા નાણાં મંત્રીને એક પાત્ર પાઠવી આ બાબતે પૂછવામાં આવ્યું હતું જેનો જવાબ ઘણા સમય પછી વેપારીઓને મળ્યો છે જેમ સ્પષ્ટ જવાબ નથી મળ્યો પણ […]
Follow us on
જો આપ બજારમાં ખરીદ – વેચાણ કે આર્થક વ્યવહારો રોકડમાં કરો છો તો સાવચેરી રાખવી જરૂરી છે. કરન્સી કોરોના વાઇરસ ફેલાવી શકે છે. Confederation of All India Traders – CAIT દ્વારા નાણાં મંત્રીને એક પાત્ર પાઠવી આ બાબતે પૂછવામાં આવ્યું હતું જેનો જવાબ ઘણા સમય પછી વેપારીઓને મળ્યો છે જેમ સ્પષ્ટ જવાબ નથી મળ્યો પણ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધારવા ઉપર ભાર આપવા અનુરોધ કરાયો છે.
શું કરન્સીથી કોરોના ફેલાય છે કે નહીં?
કરન્સી નોટના માધ્યમથી પણ કેટલાય પ્રકારના બેક્ટેરિયા અથવા વાયરસ ફેલાઈ શકે છે. Confederation of All India Traders – CAIT દ્વારા પૂછવામાં આવેલ એક સવાલના જવાબમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઈ મેઈલમાં પરોક્ષ રીતે સ્વીકાર કર્યો છે. RBI એ લોકોએ ચલણી નોટના સ્થાને ડિજિટલ પેમેન્ટનો વિકલ્પ વધુ પ્રવાહમાં રાખવા અનુરોધ પણ કર્યો છે. નોટ ગણવા લાળનો ઉપયોગ જોખમી
ભારતમાં નોટનું બંડલ ગણતરી કરવા લાળનો ઉપયોગ મહત્તમ લોકો દ્વારા કરાય છે. લાળના કારણે વાઈરસ નોટ ઉપર લાગે છે જે ટ્રાવેલ કરી જેટલા લોકોએ નોટ હાથમાં લીધી હોય તે તમામ માટે સંક્રમિત થવાનું જોખમ ઉભું કરે છે. એક ચલણી નોટ હજારો લોકોના હાથમાં ફરતી હોય છે ત્યારે સ્પ્રેડર બને તેવો ભય નકારી શકાય નહિ.
માત્ર વાઈરસ નહિ બેક્ટેરિયા પણ ફેલાય છે
હાઇજિનના અભાવે નોટ ઉપર માત્ર વાઈરસ નહિ પરંતુ બેક્ટેરિયા પણ ટ્રાવેલ કરે છે. સૂત્રો અનુસાર લાળ લગાવી ગણેલી નોટથી કોવિડ -૧૯ ઉપરાંત ઘણા બેકરેટિયા પણ ફેલાય છે જે પાચન અને શ્વસન તંત્ર સહિતની તકલીફો ઉભી કરી શકે છે.
ટચલેસ પેમેન્ટ સુરક્ષિત ઉપાય
મોબાઇલ બેંકિંગ, ઇન્ટરનેટ બેંકિંગ, કાર્ડ ટેપિંગ અને એપ દ્વારા પેમેન્ટ ઉપર ભાર મુકવામાં આંક રહ્યો છે. આરીબીઆઈએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ વધુ કરવા લોકોને ભલામણ કરી છે.