Facebook-Instagram ડાઉનની અસર Metaના શેર પર પડી, આટલો ઘટ્યો શેર
વિશ્વના વિવિધ ભાગોમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ લગભગ 1 કલાકથી વધુ સમય સુધી ડાઉન રહ્યા. આ સમય અમેરિકાના શેરબજારના શરૂઆતના સમય સાથે લગભગ મેચ થતો હતો. પરિણામ એ આવ્યું કે અમેરિકન શેરબજાર નાસ્ડેક પર મેટાના શેર્સ ઘટાડા સાથે ખૂલ્યા.

વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપનીઓમાંની એક મેટાના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારત સહિત વિશ્વના વિવિધ ભાગોમાં જ્યારે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક ડાઉન થવાના સમાચાર આવવા લાગ્યા ત્યારે અમેરિકન શેરબજારમાં મેટા પ્લેટફોર્મના શેરના ભાવ પણ નીચે આવવા લાગ્યા. માર્ક ઝકરબર્ગ Instagram, Facebook, Threads અને WhatsApp જેવા મેટા પ્લેટફોર્મની પણ માલિકી ધરાવે છે.
વિશ્વના વિવિધ ભાગોમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ લગભગ 1 કલાકથી વધુ સમય સુધી ડાઉન રહ્યા. આ સમય અમેરિકાના શેરબજારના શરૂઆતના સમય સાથે લગભગ મેચ થતો હતો. પરિણામ એ આવ્યું કે અમેરિકન શેરબજાર નાસ્ડેક પર મેટાના શેર્સ ઘટાડા સાથે ખૂલ્યા.
મેટાનો શેર તૂટ્યો
ગઈ કાલે મેટાના શેર 498.19 ડોલર પર બંધ થયા હતા. જ્યારે નાસ્ડેકમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે તેના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તે 494 ડોલરના ભાવે ખુલ્યો હતો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થવાના સમાચાર ફેલાવા લાગતા મેટા પ્લેટફોર્મના શેર યુએસ સમય અનુસાર સવારે 10:50 વાગ્યે 488 ડોલરની કિંમતે પહોંચી ગયા હતા.
જોકે, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ડાઉન થવાની સ્થિતિ લગભગ 2 કલાકમાં ઉકેલાઈ ગઈ હતી. આ પછી મેટા પ્લેટફોર્મના શેરમાં યુએસ સમય અનુસાર સવારે 11:37 વાગ્યે સુધારો જોવા મળ્યો. સમાચાર લખ્યા ત્યાં સુધી, મેટાના શેર 491 ડોલરના ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા.
લોકોના એકાઉન્ટ આપમેળે લોગ આઉટ થયા
‘DownDetector’ વેબસાઇટ્સ ડાઉન હોવા અંગેના સમયનો ડેટા રાખે છે. ભારતીય સમય અનુસાર રાત્રે 8:32 વાગ્યે ફેસબુક ડાઉન થઈ ગયું અને રાત્રે 10:33 વાગ્યે પણ સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ આવી શક્યો નહોતો. તો ઇન્સ્ટાગ્રામ રાત્રે 8:37 વાગ્યે ડાઉન થઈ ગયું, તેની કેટલીક સેવાઓએ કામ કરવાનું શરૂ કર્યું છે, પરંતુ 10:38 વાગ્યે પણ તે સંપૂર્ણપણે ઠીક થઈ શક્યું નથી.
Facebook અને Instagram માટે ભારત સૌથી મોટું બજાર છે. અહીં, ઘણા યુઝર્સ જાણ કરી હતી કે, તેમના એકાઉન્ટ્સ આપમેળે લોગ આઉટ થઈ રહ્યા છે અને તેઓ ચેટમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
