
ગુરુવારે વહેલી સવારે જ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના નામે દુનિયાને સંબોધન કર્યુ. તેમના આ રાષ્ટ્રજોગ સંબોધન બાદ માર્કેટમાં મોટો કડાકો જોવા મળ્યો. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાની સામે અમેરિકનોને સંબોધિત કર્યા તો વાસ્તવમાં પુરી દુનિયાને માહિતગાર કરી રહ્યા હતા કે તેમનુ આગળનું વિઝન આગામી સપ્તાહ સુધી હજુ શાંતિ રાખવાનું તો બિલકુલ નથી. આ તરફ ઈરાને પણ સ્પષ્ટ ચેતવણી આપી છે કે અમારા પર હુમલા થયા તો અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ રાખશુ.
હવે આટલા સમયમાં આપણે એટલુ તો સમજી જ ગયા છીએ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ એટલે દુનિયામાં તેલનો સપ્લાય પ્રભાવિત થશે. જો આ સપ્લાય પ્રભાવિત થશે તો મોંઘવારી વધી અને મોંઘવારી વધી તો તેની અસરો માર્કેટ પર તો દેખાવાની જ છે. હવે ગુરુવારે સવારે જેવુ ટ્રમ્પે કહ્યુ કે અમે ઈરાન પર હવે વધુ ભીષણ હુમલા કરીશુ, તો માર્કેટ ધડામ દઈને નીચે આવી ગયુ. ન માત્ર બજાર પરંતુ અમેરિકાનો S&P પણ ડાઉનમાં આવી ગયો. બિટકોઈન પણ તૂટ્યો. તેલ સપ્લાય બાધિત થયો તો તેલના ભાવો પણ તુરંત વધી ગયા. ટ્રમ્પના ભાષણની સીધી અસરો બજારો પર જોવા મળી. તેના ભાષણની અસર ગોલ્ડના ભાવ પર પણ દેખાઈ અને સોનાના ભાવ પણ તૂટીને નીચે આવી ગયા.
સામાન્ય રીતે એવુ જોવા મળે છે કે જેમ ઓઈલના ભાવ વધે છે તેમ સોનાના ભાવ પણ વધે છે, પરંતુ આ વખતે ટ્રમ્પના ભાષણ બાદ ગોલ્ડના ભાવમાં પણ કડાકો દેખાયો. હવે આવુ કેમ થયુ અને શું આ સમયે સોનુ ખરીદવુ જોઈએ કે નહીં તે આપને જણાવશુ.
આ સમગ્ર પરેશાનીમાં બજારે રશિયા અને તૂર્કીય દ્વારા અત્યાધુનિક સોનુ વેચવાની અસર જોઈ લીધી છે. બજારમાં મોટાભાગે એવુ જોવા મળ્યુ કે જ્યારે જ્યારે ખાડી દેશોમાં તણાવની સ્થિતિ જોવા મળી તો સોનાના ભાવ વધ્યા છે. 17 વર્ષમાં આ માર્ચ મહિનામાં એવુ પહેલીવાર જોવા મળ્યુ છે કે સૌથી વધુ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 17 વર્ષ પહેલા વર્ષ 2008માં આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી કે એક મહિનામાં સોનાના ભાવમાં આટલો મોટો ઘટાડો થયો હોય.
ગોલ્ડ માર્કેટમાં આ ઘટાડો સામાન્ય નથી. માર્ચ મહિનામાં સોનાના ભાવમાં જે ઘટાડો થયો છે તે છેલ્લા 17 વર્ષનો સૌથી મોટો માસિક ઘટાડો છે. આ અગાઉ 2008ની આર્થિક મંદી દરમિયાન આવો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
ફેબ્રુઆરીના અંતમાં સોનાનો ભાવ જે $5,296 પ્રતિ ઓન્સ હતો, તે ઘટીને 4,500−4,600 ની આસપાસ પહોંચી ગયો છે. આ એક મોટો કડાકો છે જે રોકાણકારો માટે ચિંતા અને તક બંને લઈને આવ્યો છે.
સોનાના ભાવ ઘટવા પાછળનું એક મુખ્ય કારણ ડૉલર ની મજબૂતી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો વેપાર ડૉલરમાં થાય છે. જ્યારે તેલના ભાવ વધે છે, ત્યારે દેશોએ તેલ ખરીદવા માટે વધુ ડૉલર ખર્ચવા પડે છે, જેના કારણે બજારમાં ડૉલરની માંગ વધે છે. હવે ડૉલર જ્યારે મજબૂત બને છે, ત્યારે લોકો ડૉલરને જ એક કોમોડિટી તરીકે ખરીદવા લાગે છે, જેના કારણે સોનાની માંગ પર અસર પડે છે. જ્યારે ડૉલર મોંઘો થાય ત્યારે સોનું ખરીદવું આંતરરાષ્ટ્રીય સ્તરે મોંઘું પડે છે, પરિણામે તેની માંગ ઘટે છે અને ભાવ નીચે આવે છે.
જ્યારે ડૉલર મોંઘો થાય છે તો વસ્તુના ભાવ પર તેની સીધી અસર પડે છે. લોકો ખરીદી ઘટાડી દે છે. સોનાના ભાવ ઘટવા પાછળનું બીજું સૌથી મોટુ કારણ સેન્ટ્રલ બેંકો દ્વારા કરવામાં આવેલું સોનાનું વેચાણ છે. જ્યારે દેશોની પોતાની કરન્સી (જેમ કે રશિયાનો રૂબલ કે તુર્કીની લીરા) નબળી પડે છે, ત્યારે તેઓ પોતાની અર્થવ્યવસ્થાને ટેકો આપવા અને ડૉલર મેળવવા માટે પોતાના ગોલ્ડ રિઝર્વ વેચે છે. તાજેતરમાં જ તૂર્કિયે તેની કરન્સી લીરા ને બચાવવા માત્ર 14 દિવસમાં જ 58 ટન સોનું વેચવુ પડ્યુ હતુ અને તેના બદલામાં તેમણે 8 બિલિયન ડૉલર મેળવ્યા હતા.
રશિયા યુક્રેનન યુદ્ધને કારણે આર્થિક કટોકટીમાં આવેલા રશિયાએ છેલ્લા 25 વર્ષમાં સૌથી વધુ સોનુ વેચ્યુ છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જ રશિયાએ આશરે 14 ટન સોનું બજારમાં વેચ્યુ છે. હવે જ્યારે આટલી મોટી માત્રામાં સોનું ઓપન માર્કેટમાં આવે છે, ત્યારે સપ્લાય વધી જવાથી કુદરતી રીતે જ ભાવમાં ઘટાડો જોવા મળે છે.
ભારત પાસે, RBI પાસે પણ 880 ટન જેટલું ગોલ્ડ રિઝર્વ છે. RBI પણ ડૉલરની સ્થિતિને આધારે ગોલ્ડ રિઝર્વનું સંચાલન કરે છે. ભારતીય બજારમાં સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય ભાવ અને ડૉલર-રૂપિયાના વિનિમય દર પર આધારિત હોય છે. હાલમાં ડૉલર મજબૂત થવાથી રૂપિયા પર દબાણ છે, પરંતુ વૈશ્વિક સ્તરે સોનાના ભાવ ઘટવાથી સ્થાનિક બજારમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. હાલની સ્થિતિમાં સૌથી મોટો સવાલ જે લોકોને મૂંઝવી રહ્યો છે એ છે
આ પ્રશ્ન અત્યારે દરેક રોકાણકારના મનમાં છે. અહીં બે પ્રકારની સ્ટ્રેટેજી હોઈ શકે છે. ટૂંકા ગાળાના રોકાણકારો Traders જેઓ આજે ખરીદીને કાલે નફો કમાવા માંગે છે, તેમના માટે અત્યારે બજાર ખૂબ જ અસ્થિર Volatile છે. નિષ્ણાતો તેમને અત્યારે Wait and Watch એટલે કે રાહ જોવાની સલાહ આપે છે, કારણ કે ભાવમાં હજુ પણ વધ-ઘટ થઈ શકે છે.
લાંબા ગાળાના રોકાણકારો Long-term Investors માટે બજારમાં આ ઘટાડો, આ Dip એ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી સમાન છે. ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ સોનામાં મોટો ઘટાડો આવ્યો છે, ત્યારે તે ખરીદી માટેનો શ્રેષ્ઠ સમય સાબિત થયો છે. ગોલ્ડમેન સૅક્સ જેવી સંસ્થાઓનું અનુમાન છે કે વર્ષના અંત સુધીમાં સોનાના ભાવ ફરીથી વધીને $5,400 પ્રતિ ઓન્સ સુધી પહોંચી શકે છે
ભૌતિક સોનું (દાગીના કે સિક્કા) ખરીદવાને બદલે નિષ્ણાતો ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા ગોલ્ડ ETF માં રોકાણ કરવાની સલાહ આપે છે.
લાંબા ગાળાના રોકાણકારો માટે ડિપ હંમેશા ખરીદારી લઈને આવે છે. 17 વર્ષના ગાળામાં છેલ્લા એક મહિનામાં આવેલો આ સૌથી મોટો ડિપ છે જે લોંગ ટર્મ ઈન્વેસ્ટર્સ માટે ગોલ્ડન પિરીયડ જેવો છે. સ્ટોકમાં રોકાણ કરતા રોકાણકારોનો હંમેશા એવો મત રહ્યો છે કે ટૂંકા ગાળાના રોકાણકારો કે જેઓ એવુ વિચારે છે કે એક સપ્તાહમાં ભાવ વધી જશે અને હું લાભ કમાઈ લઈશ. તેમના માટે તો એવી જ સલાહ છે કે તમે હજુ વેઈટ કરો. રાહ જુઓ. કારણે કે હાલની વોલેટિલિટી આપને પરેશાન કરી શકે. પરંતુ લોંગ ટર્મ ઈન્વેસ્ટર્સ માટે હંમેશા બાય ઓપ્શન્સ દેખાઈ રહ્યા છે.
બ્લુમબર્ગે ગોલ્ડમેનની રિપોર્ટ બતાવતા કહ્યુ છે કે યર એન્ડ સુધીમાં $5400 પ્રતિ ઔસ સુધી ભાવ જઈ શકે છે. છતા એક સલાહ તો અવશ્ય રહેશે રોકાણ કરતા પહેલા માર્કેટ રિસ્ક્સની ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ ને તો ધ્યાનમાં રાખવી જરૂરી છે.