રોકાણકારો માટે આવી રહી છે ઉત્તમ તક, RCTC પછી હવે RailTel પણ લાવશે 700 કરોડનો IPO

IRCTC બાદ હવે રેલટેલ તેનો આઈપીઓ લઈને બજારમાં આવવાની તૈયારીઓ કરી રહી છે. રેલવે એ SEBI આ બાબતની દસ્તાવેજી કાર્યવાહી હાથ ધરી છે અને ડ્રાફ્ટ પણ રજૂ કરી દીધો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. રેલવે આ ઇપો દ્વારા ૭૦૦ કરોડ રૂપિયા એકત્રિત કરવાનો અંદાજ લગાવી રહ્યું છે. હજુ સેબી તરફથી કોઈ સંકેત મળ્યા […]

રોકાણકારો માટે આવી રહી છે ઉત્તમ તક, RCTC પછી હવે RailTel પણ લાવશે 700 કરોડનો IPO
Ankit Modi

| Edited By: Bipin Prajapati

Oct 27, 2020 | 12:37 PM

IRCTC બાદ હવે રેલટેલ તેનો આઈપીઓ લઈને બજારમાં આવવાની તૈયારીઓ કરી રહી છે. રેલવે એ SEBI આ બાબતની દસ્તાવેજી કાર્યવાહી હાથ ધરી છે અને ડ્રાફ્ટ પણ રજૂ કરી દીધો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. રેલવે આ ઇપો દ્વારા ૭૦૦ કરોડ રૂપિયા એકત્રિત કરવાનો અંદાજ લગાવી રહ્યું છે. હજુ સેબી તરફથી કોઈ સંકેત મળ્યા નથી પરંતુ ટૂંક સમયમાં SEBIની મંજૂરી બાદ કંપની IPOની તારીખ જાહેર કરવામાં આવશે.

Indian Railway Catering and Tourism Corporation (IRCTC) પછી ભારતીય રેલ્વેની એક બીજી કંપની રેલટેલ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (RailTel Corporation of India) તેનો આઈપીઓ (IPO) લાવશે. RailTelએ માર્કેટ રેગ્યુલેટર SEBI ને ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ DRHP ફાઇલ કર્યો છે. આ IPO દ્વારા કુલ 700 કરોડ રૂપિયા એકત્ર કરવા લક્ષ્યાંક આપવામાં આવ્યા છે. સેબી પાસે જમા દસ્તાવેજો અનુસાર આ આઈપીઓ હેઠળ સરકાર કંપનીમાં તેની 8.66 કરોડ શેર વેચવાની ઓફર કરશે. જોકે આ IPOના આવવામાં હજી થોડો સમય છે પરંતુ IRCTCની બમ્પર લિસ્ટિંગની આશા નકારી શકાય નહિ.

IRCTCએ તેના રોકાણકારોને સારો નફો આપ્યો છે. કંપનીએ તેના ફક્ત 320 રૂપિયાના ઇશ્યૂ પ્રાઇઝ પર તેના IPOમાં શેર જારી કર્યા હતા. શેરનો ભાવ 1994 રૂપિયાની સર્વોચ્ચ સપાટી સુધી પહોંચી ગયો હતો. આજે કંપનીના શેર 1323 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. રેલતેલ પણ રેલવે સંલગ્ન છે. રેલટેલ ભારત સરકારની મીનીરત્ન કંપની છે. તે મોટી ટેલિકમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે અને પોતાનું એક અલગ કોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે.

રેલટેલનું રેલ્વે લાઇન સાથે ઑપ્ટિકલ ફાઇબર નેટવર્ક છે . ડિસેમ્બર 2018 રેલટેલમાં 25 ટકા હિસ્સો વેચવાના નિર્ણયને મંજૂરી આપી હતી. કંપની પર કોઈ દેવું નથી. સાથે નાણાકીય વર્ષ 2018 થી 20ના વચ્ચે કંપનીના કમ્પાઉન્ડેડ એનુઅલ ગ્રોથ રેટ 7.47 ટકા છે.

આ પણ વાંચોઃ ઇન્ડસઇન્ડ બેન્ક ખરીદીને, કોટક મહિન્દ્રા દેશની 8મી સૌથી મોટી બેંક બનશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati