કોરોનાકાળમાં પણ Railway એ રચ્યો ઇતિહાસ, માલ વહન મામલે બનવાનો રેકોર્ડ

|

Apr 03, 2021 | 5:43 PM

ભારતીય રેલવે(Railway)એ વર્ષ 2020-21 માં કોરોના મહામારીની વિષમ પરિસ્થિતિ છતાં માલસામાનની હેરફેરની આવકમાં રેકોર્ડબ્રેક ઉપલબ્ધી હાંસલ કરી છે.

કોરોનાકાળમાં પણ Railway એ રચ્યો ઇતિહાસ, માલ વહન મામલે બનવાનો રેકોર્ડ
Indian Railway's Freight revenue increased

Follow us on

ભારતીય રેલવે(Railway)એ વર્ષ 2020-21 માં કોરોના મહામારીની વિષમ પરિસ્થિતિ છતાં માલસામાનની હેરફેરની આવકમાં રેકોર્ડબ્રેક ઉપલબ્ધી હાંસલ કરી છે. આ સમયગાળામાં માલગાડીઓની ગતિ પણ લગભગ બમણી થઈ છે. રેલવે તેને આગળ પણ ચાલુ રાખવા કાર્યયોજના તૈયાર કરાઈ રહી છે.

ભારતીય રેલવેએ કોરોના કાળમાં જ્યારે ટ્રેન બંધ થઈ ગઈ હતી ત્યારે માલભાડાની આવક તરફ ધ્યાન આપ્યું હતું અને માલગાડીની સંખ્યામાં વધારો કરવા સાથે માલગાડીની ગતિ પણ વધારાઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે રેલવે પ્રધાન પીયુષ ગોયલએ સ્પષ્ટ સૂચના આપી હતી કે જ્યારે પેસેન્જર ટ્રેન ચાલુ નથી ત્યારે માલગાડી ધીમી ગતિથી કેમ ચાલે છે?

રેલ્વેના વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે આ બધું રેલવેની માનસિકતામાં પરિવર્તનનું પરિણામ છે. હવે જ્યારે 70 ટકા પેસેન્જર ટ્રેનો શરૂ થઈ છે ત્યારે પણ માલગાડી તેજ ઝડપે દોડી રહી છે. દરમિયાન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFC) ની રજૂઆતથી નૂરને વેગ મળ્યો છે. રેલ્વેએ તે વિસ્તારોમાં ખાસ કરીને અનાજ પરિવહનમાં નોંધપાત્ર લાભ મેળવ્યો છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

રેલ્વે મંત્રાલયના આંકડા મુજબ વર્ષ 2020-21માં રેલ્વેએ 123.26 કરોડ ટન માલસામાન વહન કર્યું છે જે વર્ષ 2019-20માં 120.93 કરોડ ટન કરતા 1.93 ટકા વધારે છે. રેલ્વેની પણ આવકમાં 3% નો વધારો નોંધવામાં આવ્યો છે. 2020-21માં નૂર આવક 11,73,86 કરોડ રૂપિયા હતી જે ગયા વર્ષના રૂ 11,38,97.20 કરોડ કરતા વધારે છે. મહત્ત્વની વાત એ છે કે સપ્ટેમ્બરથી માર્ચ 2021 દરમિયાન છેલ્લા 7 મહિનામાં રેલવે સતત નૂરના નવા રેકોર્ડ્સ બનાવ્યા છે. રેલવે આ પ્રગતિ આગળ વધારવાની તૈયારી કરી રહ્યું છે.

Next Article