EPFO: તમારા PF ખાતામાં બેંક ડિટેઈલ અપડેટ કરી લો, નહી તો આવતીકાલથી PF ના નાણાં ઉપાડી શકશો નહિ

|

Jun 30, 2021 | 12:15 PM

કેટલીક જાહેર ક્ષેત્રની બેંકોના મર્જર પછી તેમના IFSC કોડ 1 એપ્રિલ 2021 ના રોજ અમાન્ય થઈ રહયા છે. આ કારણે ક્લેઇમ પાસ થશે નહિ.

EPFO:  તમારા PF ખાતામાં બેંક ડિટેઈલ અપડેટ કરી લો, નહી તો આવતીકાલથી  PF ના નાણાં ઉપાડી શકશો નહિ
EPFO

Follow us on

1 જુલાલથી તમારા પીએફ(PF)ખાતામાંથી પૈસા ઉપાડવામાં સમસ્યા આવી શકે છે. તમારે પીએફ એકાઉન્ટમાં તમારી બેંક વિગતો અપડેટ કરવી પડશે નહીં તો તમે પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકશો નહીં. જો તમારું ખાતું તે બેંકોમાં હતું જે તાજેતરમાં મર્જ કરવામાં આવી છે તો પહેલા આ પ્રક્રિયા પુરી કરવી પડશે.

મર્જ કરેલી બેંકોના IFSC કોડ અમાન્ય બન્યા
કેટલીક જાહેર ક્ષેત્રની બેંકોના મર્જર પછી તેમના IFSC કોડ 1 એપ્રિલ 2021 ના રોજ અમાન્ય થઈ રહયા છે. આ કારણે ક્લેઇમ પાસ થશે નહિ. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ પીએફ એકાઉન્ટ ધારકોને પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ ની બેંક ખાતાની વિગતોને અપડેટ કરવા જણાવ્યું છે. સરકારે થોડા દિવસો પહેલા જ નોન રિફંડેબલ પીએફ એડવાન્સની જાહેરાત કરી છે જેથી કોરોના રોગચાળાથી પીડિત લોકો પૈસાની જરૂરિયાત પૂરી કરી શકે. આ માટેની અરજી ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે કરી શકાય છે. પરંતુ જો તમારા બેંક ખાતાની વિગતો પીએફ ખાતામાં અપડેટ કરવામાં નહીં આવે તો તમને ક્લેમ મેળવવામાં મુશ્કેલી પડશે.

આ બેંકોના IFSC કોડ અપડેટ કરો
આંધ્ર બેંક, સિન્ડિકેટ બેન્ક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, અલ્હાબાદ બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને કોર્પોરેશન બેન્ક અંગે ઇપીએફઓ દ્વારા જારી એલર્ટ અનુસાર IFSC કોડ અમાન્ય બન્યા છે. સભ્ય એમ્પ્લોયર મારફતે જ IFSC ઉમેરી શકશે . આ સમયગાળા સુધી કોઈ ઓનલાઇન ક્લેઇમ કરી શકાશે નહીં. તમારી બેંકમાંથી સાચો આઈએફએસસી મેળવો અને તેની વિગતો અપલોડ કરો અને એપ્રુવ કરી. આ સુનિશ્ચિત કરશે કે સભ્યોની ક્લેઇમની રકમ બેંકો દ્વારા પરત કરવામાં નહીં આવે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

બેંક એકાઉન્ટ કેવી રીતે અપડેટ કરવું
જો તમારું ખાતું આ બેંકોમાં હતું જે મર્જ કરી દેવામાં આવી છે, તો તમારે તમારી સંબંધિત બેંકો પાસેથી નવા આઈએફએસસી કોડ્સ મેળવવા પડશે. આ પછી તમારે ઇપીએફઓના ઓફિશિયલ પોર્ટલ પર જવું પડશે.

આ રીતે PF એકાઉન્ટમાં બેંક વિગતો અપડેટ કરી શકાશે

>> સૌ પ્રથમ ઇપીએફઓના યુનિફાઇડ મેમ્બર પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જાઓ.
>> તમારા યુએન અને પાસવર્ડ દાખલ કરીને અહીં લોગ ઇન કરો.
>> હવે ‘મેનેજ કરો’ ટેબ પર ક્લિક કરો. એક ડ્રોપ ડાઉન મેનૂ તમારી સામે દેખાશે.
>> આ મેનુમાં KYC સિલેક્ટ કરો.
>> હવે બેંક પસંદ કરો અને બેંક એકાઉન્ટ નંબર, નામ અને નવો આઈએફએસસી કોડ દાખલ કરી સેવ કરો
>> તમારી કંપની આ માહિતીને મંજૂરી આપશે પછી તમારી અપડેટ કરેલી બેંક વિગતો માન્ય કરેલ કેવાયસી સેક્શનમાં દેખાશે.

ગુજરાતમાં આજે સોનાના ભાવ ઘટયા છે. સોનુ (Gold Price Today in Gujarat) અમદાવાદ અને રાજકોટમાં 48211 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ ટ્રેડ થઇ રહ્યું છે.

Published On - 12:15 pm, Wed, 30 June 21

Next Article