EPFO : વર્ષોથી બંધ પડેલું PF એકાઉન્ટ સરકારની આ શરતનું પાલન કરી ફરી શરૂ કરી શકાશે, જાણો સંપૂર્ણ માહિતી

|

Nov 28, 2021 | 8:52 AM

જો આ નિયમ લાગુ થશે તો જૂના કર્મચારીઓ તેમનું નિવૃત્તિ ભંડોળ એકત્ર કરી શકશે. PF પરનું વળતર અન્ય કોઈપણ ડિપોઝિટ સ્કીમ કરતાં વધારે છે જેનાથી કર્મચારીઓને ફાયદો થશે અને EPFOને તેનો આધાર વધારવામાં પણ મદદ મળશે.

EPFO : વર્ષોથી બંધ પડેલું PF એકાઉન્ટ સરકારની આ શરતનું પાલન કરી ફરી શરૂ કરી શકાશે, જાણો સંપૂર્ણ માહિતી
EPFO

Follow us on

EPFOના ભૂતપૂર્વ સભ્યો માટે સારા સમાચાર છે. એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એક નિયમ બનાવવા પર કામ કરી રહ્યું છે જેના હેઠળ જે સભ્યોએ PF ઉપાડી ચુક્યા છે તેઓ 500 રૂપિયા જમા કરાવીને એકાઉન્ટ ફરી શરૂ કરી શકે છે. EPFO ​​સબસ્ક્રિપ્શન એક મહિનામાં ઓછામાં ઓછા 500 રૂપિયા ચૂકવીને ફરી શરૂ કરવાની જરૂર પડશે. આ નિયમથી તેઓને ફાયદો થશે જેમનું પીએફ એકાઉન્ટ નોકરી છોડ્યા પછી બંધ થઈ ગયું છે અથવા જેઓ ઔપચારિક ક્ષેત્રથી અનૌપચારિક ક્ષેત્રની નોકરીમાં ગયા છે.

સરકારના એક અત્યંત વિશ્વસનીય સૂત્રએ ETને જણાવ્યું કે આ નવો નિયમ EPFOમાં વિચારણા હેઠળ છે. જે લોકો ભૂતકાળમાં EPFOના સભ્ય છે અને કોઈ કારણસર PFમાંથી બહાર થઈ ગયા છે તેઓ મહિનામાં ઓછામાં ઓછા 500 રૂપિયા ચૂકવીને ફરી જોડાઈ શકે છે. તેઓ 500 રૂપિયા અથવા તેમની માસિક કમાણીના 13% ચૂકવીને EPFOમાં જોડાઈ શકે છે.

નવો નિયમ ક્યારે આવશે
સૂત્રએ જણાવ્યું હતું કે, “પેન્શન (EPS), પ્રોવિડન્ટ ફંડ (EPF) એમ્પ્લોયી ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ સ્કીમ પર EPFOના બંધ ખાતાઓની અસરનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. સંપૂર્ણ અસરનું મૂલ્યાંકન કર્યા પછી જ નવી યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. EPFOનો અંદાજ છે કે 2018-20ની વચ્ચે લગભગ 48 લાખ લોકો આ સંસ્થામાંથી બહાર નીકળી ગયા. આ લોકોનો ડેટાબેઝ EPFO ​​પાસે છે. કોવિડ રોગચાળા દરમિયાન વર્ષ 2020માં આ સંખ્યા વધુ હોઈ શકે છે. જો EPFOનો નવો નિયમ બનાવવામાં આવશે તો લાખો લોકોને તેનો ફાયદો થશે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

જૂના સભ્યોને કેવી રીતે જોડવામાં આવશે
સામાજિક સુરક્ષા કોડ 2020 EPFO ​​હેઠળ નવી યોજના શરૂ કરવાની હિમાયત કરે છે. તેથી જૂના સભ્યોને EPFO ​​સાથે જોડવાનો નવો નિયમ આગામી નાણાકીય વર્ષમાં નવા કોડ સાથે લાગુ કરી શકાય છે. EPFO પાસે બહાર નીકળેલા તમામ કર્મચારીઓનો ડેટા છે અને બધા પાસે યુનિવર્સલ એકાઉન્ટ નંબર છે. આ તમામ નંબરો આધાર સાથે જોડાયેલા છે. આનાથી જૂના કર્મચારીઓને પરત લાવવાનું સરળ બને છે.

જો આ નિયમ લાગુ થશે તો જૂના કર્મચારીઓ તેમનું નિવૃત્તિ ભંડોળ એકત્ર કરી શકશે. PF પરનું વળતર અન્ય કોઈપણ ડિપોઝિટ સ્કીમ કરતાં વધારે છે જેનાથી કર્મચારીઓને ફાયદો થશે અને EPFOને તેનો આધાર વધારવામાં પણ મદદ મળશે. જે લોકો EPF યોજનામાં જોડાશે તેમને પેન્શન, PF અને વીમાનો લાભ એકસાથે મળશે. આ સાથે જ જમા રકમ પર નિશ્ચિત દરે વ્યાજ પણ મળશે. EPFOના 690 લાખ સભ્યો અને 710 લાખ પેન્શનરો છે.

આ પણ વાંચો : Gold : શું તમે 22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત જાણો છો? 22 કેરેટને ‘916’ કેમ કહેવાય છે? જાણો વિગતવાર

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડની કિંમત સરકીને 72 ડોલર સુધી પહોંચી, આજે 1 લીટર પેટ્રોલ – ડીઝલના શું છે રેટ?

Next Article