Elon Musk: કોરોના અને આર્થિક મંદી પણ ન અટકાવી શકી વિકાસ યાત્રાને, IPO પછી TESLAના શેરમાં 23,900 ટકાનો વધારો

|

Jan 10, 2021 | 11:38 PM

ટેસ્લા (Tesla) અને સ્પેસએક્સ (SpaceX)ના CEO એલોન મસ્ક (Elon Musk) એમેઝોનના(Amazon) CEO જેફ બેઝોસ (Jeff Bezos)ને પાછળ છોડી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.

Elon Musk: કોરોના અને આર્થિક મંદી પણ ન અટકાવી શકી વિકાસ યાત્રાને, IPO પછી TESLAના શેરમાં 23,900 ટકાનો વધારો
ELON MUSK - CEO - TESLA

Follow us on

ટેસ્લા (Tesla) અને સ્પેસએક્સ (SpaceX)ના CEO એલોન મસ્ક (Elon Musk) એમેઝોનના(Amazon) CEO જેફ બેઝોસ (Jeff Bezos)ને પાછળ છોડી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં આ વાત સામે આવી છે. કોરોના કટોકટી હોવા છતાં પાછલા 12 મહિના ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા માટે ઉત્તમ રહ્યા. ટેસ્લાના શેરમાં છેલ્લા એક વર્ષમાં 743 ટકાનો વધારો થયો છે. વર્ષ 2010માં IPOની ઓફર પછીથી કંપનીના શેરમાં 23,900 ટકાનો વધારો થયો છે.

 

7મી જાન્યુઆરીએ મસ્કની કુલ સંપત્તિ 188.5 અબજ ડોલર નોંધાઈ છે, જે બેઝોસ કરતા 1.5 અબજ ડોલર વધારે છે. ગુરુવારે ટેસ્લાના શેરમાં 4.8 ટકાનો ઉછાળો આવ્યો હતો. મસ્કની કુલ સંપત્તિ 6 જાન્યુઆરીએ 184.5 અબજ ડોલર પર પહોંચી ગઈ હતી. દૈનિક ધોરણે વિશ્વના સૌથી ધનિક લોકોનું રેન્કિંગ કરનાર બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં મૂળભૂત રીતે વર્તમાન સંપત્તિના આધારે અબજોપતિઓની રેન્કિંગ કરાય છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

મસ્કની સંપત્તિ પર કોરોના રોગચાળા અને આર્થિક મંદીની કોઈ અસર નહીં

નવેમ્બર 2020માં એલોન મસ્ક બિલ ગેટ્સને પાછળ છોડી વિશ્વના બીજા ધનિક વ્યક્તિની ખુરશી પર બેઠા હતા. તે સમયે તેમની પાસે કુલ 128 અબજ ડોલરની સંપત્તિ હતી. છેલ્લા 12 મહિનામાં એલોન મસ્કની સંપત્તિમાં 150 અબજ ડોલર (લગભગ 11 લાખ કરોડ)થી વધુનો વધારો થયો છે. આર્થિક સુસ્તી અથવા કોરોના વાઈરસ રોગચાળાને કારણે મસ્કની સંપત્તિ પર પણ કોઈ અસર થઈ નથી.

 

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારે દેવેન્દ્ર ફડણવીસ, રાજ ઠાકરે સહિત ભાજપ નેતાઓની સુરક્ષામાં ઘટાડો કર્યો

Next Article