મહારાષ્ટ્ર સરકારે દેવેન્દ્ર ફડણવીસ, રાજ ઠાકરે સહિત ભાજપ નેતાઓની સુરક્ષામાં ઘટાડો કર્યો

મહારાષ્ટ્ર સરકારે દેવેન્દ્ર ફડણવીસ, રાજ ઠાકરે સહિત ભાજપ નેતાઓની સુરક્ષામાં ઘટાડો કર્યો
ફાઇલ ફોટો : મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્ર સરકારે વિધાનસભા વિપક્ષ નેતા તેમજ પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમના પરિવારની, ઉત્તરપ્રદેશના પૂર્વ રાજ્યપાલ રામ નાયક, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેની સુરક્ષામાં ઘટાડો કર્યો

Nakulsinh Gohil

| Edited By: Kunjan Shukal

Jan 10, 2021 | 11:15 PM

મહારાષ્ટ્ર સરકારે વિધાનસભા વિપક્ષ નેતા તેમજ પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમના પરિવારની, ઉત્તરપ્રદેશના પૂર્વ રાજ્યપાલ રામ નાયક, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેની સુરક્ષામાં ઘટાડો કર્યો તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલને આપેલી સુરક્ષા પાછી લઈ લીધી છે. મહારાષ્ટ્રના ભાજપ પ્રવક્તા કેશવ ઉપાધ્યાએ આને “બદલાની રાજનીતિ” ગણાવી છે. બીજી બાજુ ફડણવીસે કહ્યું કે સુરક્ષામાં ઘટાડો થવાથી તેમના પ્રવાસ અને સમર્થકો-જનતાને મળવાની યોજનાઓ પર કોઈ અસર નહીં પડે.

કોની સુરક્ષામાં કેટલો ઘટાડો?

મહારાષ્ટ્ર સરકાર દ્વારા 8 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલી અધિસૂચના મૂજબ દેવેન્દ્ર ફડણવીસને હવે “ઝેડ પ્લસ”ના બદલે “એસ્કોર્ટ સાથે વાઈ પ્લસ” સુરક્ષા મળશે. દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા અને પુત્રી દ્વિજાની સુરક્ષા “એસ્કોર્ટ સાથે વાય પ્લસ”થી ઘટાડીને “એક્સ શ્રેણી” સુરક્ષા આપવામાં આવી છે. ઉત્તરપ્રદેશના પૂર્વ રાજ્યપાલ રામ નાઈકની “વાય પ્લસ” સુરક્ષા ઘટાડીને “વાય શ્રેણી”ની સુરક્ષા આપવામાં આવી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેની “ઝેડ શ્રેણી” સુરક્ષાઘટાડીને “એસ્કોર્ટ સાથે વાય પ્લસ” સુરક્ષા આપવામાં આવી છે. આ સાથે જ મહારાષ્ટ્રના લોકાયુક્ત એમ.એલ. ટાહિલિયાનીની “ઝેડ શ્રેણી” સુરક્ષા ઘટાડીને “વાય શ્રેણી” કરવામાં આવી છે.

કોની સુરક્ષા પાછી લેવામાં આવી?

દેવેન્દ્ર ફડણવીસ અને પરિવાર રામ નાઈક અને રાજ ઠાકરેની સુરક્ષામાં ઘટાડો કરવાની સાથે જ ભાજપના કેટલાક નેતાઓને અપાયેલી સુરક્ષા પાછી લેવામાં આવી છે. જેમની સુરક્ષા પાછી લેવામાં આવી છે એમાં પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે, પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારનો સમાવેશ થાય છે.

13 નવા લોકોને સુરક્ષા અપાઈ

મહારાષ્ટ્ર સરકારે 11 લોકોની સુરક્ષામાં ઘટાડો કર્યો, 16 લોકોની સુરક્ષા પાછી લેવામાં આવી અને સાથે જ નવા 13 લોકોને સુરક્ષા આપવામાં આવી છે. જેમને સુરક્ષા આપવામાં આવી છે એમાં ઉપમુખ્યપ્રધાન અજીત પવારના પત્ની સુનેત્રા પવાર, યુવા સેનાના સચિવ વરૂણ સરદેસાઈના નામ પણ સામેલ છે. બન્નેને “એક્સ શ્રેણી”ની સુરક્ષા આપવામાં આવી છે.

આ પણ વાંચો: Whatsapp અને Facebook વિરુદ્ધ વેપારીઓનો વિરોધ, પ્રતિબંધ મૂકવાની માંગ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati