AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Fund : DSP મ્યુચ્યુઅલ ફંડે મહિલાઓ માટે ખાસ હોટલાઇન શરૂ કરી

મહિલાઓ મ્યુચ્યુઅલ ફંડ, રોકાણ વિશે અથવા નાણાકીય યોજના બનાવવા તરફ તેમના પ્રથમ પગલાં કેવી રીતે લઈ શકે તે વિશે વધુ જાણવા માગતી હોય તો તેવી મહિલા માટે એક હેલ્પ લાઇન જાહેર કરવામાં આવે છે.

Mutual Fund : DSP મ્યુચ્યુઅલ ફંડે મહિલાઓ માટે ખાસ હોટલાઇન શરૂ કરી
Mutual Fund
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2023 | 12:51 PM
Share

અમદાવાદ : DSP મ્યુચ્યુઅલ ફંડે મહિલાઓને રોકાણ વિશે વધુ માહિતી મેળવવા પ્રોત્સાહિત કરવા માટે એક વિશિષ્ટ હોટલાઇન શરૂ કરી છે. મહિલાઓ મ્યુચ્યુઅલ ફંડ, રોકાણ વિશે અથવા નાણાકીય યોજના બનાવવા તરફ તેમના પ્રથમ પગલાં કેવી રીતે લઈ શકાય તે માટે હોટલાઇન શરૂ કરી

મહિલાઓ પુરૂષો કરતાં અલગ રીતે વિચારે છે અને પૈસા પ્રત્યેના તેમના વલણ અને તેમના આત્મવિશ્વાસના સ્તરના આધારે તેમને વધુ વ્યક્તિગત માર્ગદર્શનની જરૂર પડી શકે છે. સંશોધન એજન્સી પાર્ટનર YouGov સાથે હાથ ધરવામાં આવેલ, DSPના વિન્વેસ્ટર પલ્સ 2022 અભ્યાસમાં બહાર આવ્યું છે કે લગભગ 3 માંથી 2 (65%) પુરૂષો મોટાભાગે સ્વતંત્ર રીતે રોકાણના નિર્ણયો લે છે પરંતુ ઘણી ઓછી ટકાવારી (44%) સ્ત્રીઓ આમ કરે છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે મહિલાઓ (27%) ની તુલનામાં પુરુષો (40%)નું ઘણું ઊંચું પ્રમાણ સંપૂર્ણપણે સ્વતંત્ર રોકાણ નિર્ણયો લે છે (કોઈ વ્યાવસાયિક સલાહકારની પણ સલાહ લીધા વગર).

મહિલાઓ મ્યુચ્યુઅલ ફંડ, રોકાણ વિશે અથવા નાણાકીય યોજના બનાવવા તરફ તેમના પ્રથમ પગલાં કેવી રીતે લઈ શકાય તે માટે હોટલાઇન શરૂ કરી તે વિશે વધુ જાણવા માગતી હોય તો તેઓ 8657011333 પર મિસ્ડ કૉલ કરી શકે છે.

જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશ્વભરમાં સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓનું સન્માન કરે છે, ત્યારે આ અવસર નવી દુનિયામાં લિંગ સમાનતા હાંસલ કરવાના પ્રયાસોને વેગ આપવા માટેના એક રીમાઇન્ડર તરીકે પણ કામ કરે છે. આનો અર્થ એમ કે નાણાકીય સમાનતા અને સશક્તિકરણ પણ. જેમ જેમ આ મહત્વપૂર્ણ વાતચીત આગળ વધતી રહે છે, તેમ તેમ આ નવી હોટલાઈન એ DSPની એક દાયકા કરતાં વધુ જૂની સફરમાં મહિલાઓને રોકાણના નિર્ણયમાં શામેલ થવા પ્રોત્સાહિત કરવા માટેનું બીજું પગલું છે.

મ્યુચ્યુઅલ ફંડ શું છે?

ઘણા લોકો માટે મ્યુચ્યુઅલ ફંડ્ઝ જટીલ અથવા ડરામણાં હોય છે. અમે ખૂબ પાયારૂપ સ્તરે તમારા માટે સરળ અને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઘણી સંખ્યામાં લોકો (કે રોકાણકારો) પાસેથી જમા કરેલા નાણાં મ્યુચ્યુઅલ ફંડનું નિર્માણ કરે છે. આ ફંડ વ્યાવસાયિક ફંડ મેનેજર દ્વારા સંચાલિત થાય છે.

આ એવું ટ્રસ્ટ છે જે સમાન્ય રોકાણ ઉદ્દેશ ધરાવતા ઘણા બધા રોકાણકારો પાસેથી નાણાં એકત્રિત કરે છે. ત્યાર પછી તે ઇક્વિટીઝ, બોન્ડ્સ, નાણાં બજારનાં સાધનો અને અથવા અન્ય જામીનગીરીઓમાં નાણાંનું રોકાણ કરે છે. દરેક રોકાણકાર યુનિટ્સ ધરાવે છે, જે ફંડનાં હોલ્ડિંગનો હિસ્સો રજૂ કરે છે. સ્કિમની નેટ એસેટ વેલ્યુ કે એનએવીની ગણતરી કરીને અમુક ખર્ચની કપાત કર્યા પછી આ એકત્રિત રોકાણમાંથી થયેલી આવક,લાભને રોકાણકારોમાં સમપ્રમાણમાં વિતરિત કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કરીએ તો મ્યુચ્યુઅલ ફંડ સામાન્ય વ્યક્તિ માટે સૌથી સારા રોકાણ વિકલ્પો પૈકીનો એક છે.

g clip-path="url(#clip0_868_265)">