શું તમારા પાસે Yes Bank ના શેર છે ? સતત સરકી રહેલા શેરને વધવાની આશા સાથે રાખી મુકવા કે વેચી દેવા જોઈએ ? જાણો શું છે નિષ્ણાંતોની સલાહ

|

Jul 30, 2021 | 2:33 PM

17 ઓગસ્ટ 2018 ના રોજ YES BANKનો શેર 393.20 રૂપિયા પર કારોબાર કરી રહ્યા હતા અને આજે આ શેર લગભગ 95 ટકા તૂટીને કરીને 13 રૂપિયા નીચે સરકી ગયો છે.

સમાચાર સાંભળો
શું તમારા પાસે Yes Bank ના શેર છે ? સતત સરકી રહેલા શેરને વધવાની આશા સાથે રાખી મુકવા કે વેચી દેવા જોઈએ ? જાણો શું છે નિષ્ણાંતોની સલાહ
YES BANK

Follow us on

શેરમાં રોકાણ શેરબજાર(STOCK MARKET)ના જોખમોને આધીન છે. ઘણા સ્ટોક માટે રોકાણકારો ખુબ આશાસ્પદ હોય છે પરંતુ હમેશા ધારણાઓ સાચી પડી નથી. છેલ્લા બે – ત્રણ વર્ષમાં રોકાણકારોના સૌથી વધુ નાણાં ડુબાડનારા સ્ટોક્સમાં એક હિસ્સો યસ બેંક(YES BANK)નો પણ રહ્યો છે. 17 ઓગસ્ટ 2018 ના રોજ યસ બેન્કનો શેર 393.20 રૂપિયા પર કારોબાર કરી રહ્યા હતા અને આજે આ શેર લગભગ 95 ટકા તૂટીને કરીને 13 રૂપિયા નીચે સરકી ગયો છે. બેંકના સ્થાપક રાણા કપૂરને બોર્ડમાંથી બહારનો રસ્તો દેખાડવાના નિર્ણય અને મોરેટોરિયમ માર્ચ 2019 માં લેવામાં આવ્યો હતો. ત્યારથી યસ બેન્કના શેર તેમના જૂના સ્તરે પરત આવી શક્યો નથી.

સ્ટોક 25% સુધી તૂટી શકે છે
જો તમે પણ છેલ્લા બે વર્ષથી આ સ્ટોક સંભાળીને વધવાની અપેક્ષામાં બેઠા છો તો જાણો બજારના નિષ્ણાતોની સલાહ શું છે. શું આપણે વધુ રાહ જોવી જોઈએ અથવા વેચી અને બહાર નીકળવું વધુ સારું છે? Emkay Global યસ બેંકના શેરને sale રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે યસ બેંકના શેર વર્તમાન સ્તરથી 25 ટકા સુધી ઘટી શકે છે. એમકે ગ્લોબલનું માનવું છે કે યસ બેંકના શેર 10 રૂપિયા સુધી આવી શકે છે.

જાણો યસ બેન્કના શેરના કારોબાની હાઇલાઇટ્સ 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
DATE SHARE PRICE 
17-Aug-18 393
30-Jul-21 12.9
52-wk high 20.75
52-wk low 11.85
Mkt cap 32.12TCr

 

જાણો નિષ્ણાતો શું કહે છે?
Emkay Globalનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2021 ના ચોથા ત્રિમાસિક ગાળામાં નુકસાન બાદ બેન્કે જૂન ક્વાર્ટરમાં નફો કર્યો છે. ઓછી જોગવાઈ અને વધુ આવકના કારણે જૂન 2021 ક્વાર્ટરમાં બેન્કનો નફો 2.1 અબજ રૂપિયા રહ્યો હતો. બ્રોકરેજ ફર્મના કહેવા પ્રમાણે યસ બેન્કની સૌથી મોટી સમસ્યા એ છે કે તેની ક્રેડિટ ગ્રોથ ઓછી છે. જૂન ક્વાર્ટરમાં કોર્પોરેટ લોન ઓછી હોવાને કારણે યસ બેન્કની ક્રેડિટ 1.7 લાખ કરોડ રૂપિયા રહી હતી.

 

નોંધ : અહેવાલનો હેતુ આપને માત્ર માહિતી આપવાનો છે. શેરમાં વેપારથી નફા કે નુકશાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પેહલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી

 

આ પણ વાંચો : ડીમેટ ખાતાધારકો માટે મહત્વના સમાચાર! 1 ઓગસ્ટ પહેલા પતાવી લો આ કામ નહીતો ખાતું ડિએક્ટિવેટ થઈ જશે

Published On - 2:23 pm, Fri, 30 July 21

Next Article