AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digital Currency : ભારતનો ડિજિટલ રૂપિયો ક્રિપ્ટો કરન્સીથી કઈ રીતે અલગ પડે છે? જાણો દેશના ડિજિટલ ચલણ વિશે સંપૂર્ણ માહિતી

Digital Currency: ક્રિપ્ટોમાં બજારના ઉતાર-ચઢાવ પણ મહત્વ ધરાવે છે. તે આરબીઆઈ એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને તે ફક્ત તેમના દ્વારા જ નિયંત્રિત થાય છે. બીજી તરફ ક્રિપ્ટો એક ખાનગી સાહસ છે, જેના કારણે તેમાં ઘણું જોખમ છે. 

Digital Currency : ભારતનો ડિજિટલ રૂપિયો ક્રિપ્ટો કરન્સીથી કઈ રીતે અલગ પડે છે? જાણો દેશના ડિજિટલ ચલણ વિશે સંપૂર્ણ માહિતી
Digital currency has been launched
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2022 | 8:48 AM
Share

ભારતીય રિઝર્વ બેંકે નવેમ્બર મહિનાના પ્રારંભ સાથે ડિજિટલ કરન્સી શરૂ કર્યો છે. ડિજિટલ રૂપિયાનો હવે તેના પ્રથમ પાયલોટ ટેસ્ટ પ્રોગ્રામ દ્વારા વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવશે. આ માટે રિઝર્વ બેંકે આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, યસ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એચએસબીસી સહીત કુલ  નવ બેંકોનો સમાવેશ કર્યો છે. ડિજિટલ રૂપિયાના માધ્યમથી લોકોની રોકડ પરની નિર્ભરતા હવે ઓછી થશે અને એક રીતે તે હોલસેલ ટ્રાન્ઝેક્શન માટે પણ સારો વિકલ્પ સાબિત થશે. અત્યાર સુધી ટ્રાન્ઝેક્શન ચલણ રૂપિયા , ચેક અથવા કોઈપણ બેંકિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. પરંતુ ડિજીટલ નોટ્સમાં કોઈ હાર્ડ કરન્સીની જરૂર પડશે નહીં. તમે વોલેટ ટુ વોલેટ વ્યવહારો કરી શકશો.

જાણો નિષ્ણાતનો અભિપ્રાય

આર્થિક નિષ્ણાત વિજય સરદાના કહે છે કે “મને લાગે છે કે આ પ્રોજેક્ટ દ્વારા કાળું નાણું ઓછું થશે કારણ કે આવનારા સમયમાં સરકાર તેનો ઉપયોગ કરવાનું ફરજિયાત બનાવી શકે છે ઉદાહરણ તરીકે પાંચ હજારથી વધુ વ્યવહારો માટે જરૂરી રહી શકે છે.  જેથી સરકારને સીધી દરેક વ્યક્તિ દ્વારા થતા ખર્ચ પર નજર રાખી શકે. હાર્ડ કરન્સી પરની નિર્ભરતા ઓછી થશે. સરકાર માટે આ ખૂબ જ સારી શરૂઆત છે.

ડિજિટલ કરન્સી ક્રિપ્ટો કરન્સીથી કેવી રીતે અલગ હશે?

આ રૂપિયાથી રૂપિયાના વ્યવહાર પર આધારિત છે, ક્રિપ્ટોમાં બજારના ઉતાર-ચઢાવ પણ મહત્વ ધરાવે છે. તે આરબીઆઈ એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને તે ફક્ત તેમના દ્વારા જ નિયંત્રિત થાય છે. બીજી તરફ ક્રિપ્ટો એક ખાનગી સાહસ છે, જેના કારણે તેમાં ઘણું જોખમ છે.

UPI જેવા ઈ-વોલેટ્સથી કેવી રીતે અલગ છે?

ઈ-વોલેટમાં એક મર્યાદા છે  તેમાં સુરક્ષાની પણ મોટી ચિંતા રહેશે.જેમ કે ખોટા નંબર પર પૈસા ટ્રાન્સફર કરવાના કિસ્સામાં શું કરવામાં આવશે. આ અંગેની વિગતો પણ આરબીઆઈ દ્વારા સ્પષ્ટ કરવામાં આવશે.

શું ચલણી નોટોઓછી કરાશે ?

ના, એવું નહીં થાય. પરંતુ તે અનુકૂળ રહેશે. હવે જો તમારી નોટો ફાટશે કે ચોરાઈ જશે તો સમસ્યા થશે. પરંતુ ડિજિટલ ચલણમાં આ બધી સમસ્યા નહીં હોય. મુસાફરી દરમિયાન કોઈ ટેન્શન રહેશે નહીં. અત્યારે બે લાખ પાંચ લાખ ટ્રાન્સફર કરવા મુશ્કેલ છે. જે હવે સરળ બનશે. રોકડ ટ્રાન્સફરને અપગ્રેડ કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">