Dhirubhai Ambani Birth Anniversary : ધીરૂભાઈની સફળતા પાછળ છે આ ‘પંચામંત્ર’ કે જેને સલામ કરે છે દેશ દુનિયા
વિશ્વની સૌથી શક્તિશાળી કંપનીઓમાંની એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ માટે પાયાનું નિર્માણ કરનાર ધીરુભાઈ અંબાણીએ બિઝનેસ ટાયકૂન, સફળ ઉદ્યોગસાહસિક બનતા પહેલા ખૂબ જ રસપ્રદ મુસાફરી કરી હતી.

વિશ્વની સૌથી શક્તિશાળી કંપનીઓમાંની એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ માટે પાયાનું નિર્માણ કરનાર ધીરુભાઈ અંબાણીએ બિઝનેસ ટાયકૂન, સફળ ઉદ્યોગસાહસિક બનતા પહેલા ખૂબ જ રસપ્રદ મુસાફરી કરી હતી. ગુજરાતના ચોરવાડમાં એક ગામડાની શાળાના શિક્ષકના ઘરે 28 ડિસેમ્બરે જન્મેલા પાંચ બાળકોમાંથી ત્રીજા ધીરુભાઈનો આજે જન્મ દિવસ છે.
ડિસ્પેચ ક્લાર્ક તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી
ધીરુભાઈ તેમના ભાઈ સાથે કામ શીખવા અને પૈસા કમાવા યમનના એડનની બ્રિટિશ વસાહતમાં સ્થળાંતર થયા હતા.1950 ના દાયકામાં તેમણે સુએઝની પૂર્વમાં સૌથી મોટી ટ્રાન્સકોન્ટિનેન્ટલ ટ્રેડિંગ ફર્મ – એ. બેસ એન્ડ કંપની સાથે ડિસ્પેચ ક્લાર્ક તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. જ્યારે કંપની શેલ ઉત્પાદનો માટે વિતરક બની ત્યારે ધીરુભાઈને એડન પોર્ટ પર કંપનીના ઓઈલ-ફિલિંગ સ્ટેશનનું સંચાલન કરવા માટે બઢતી આપવામાં આવી હતી. આ કામગીરી સાથે તેમણે રિફાઇનરી સ્થાપવાનું અને તેની માલિકીનું સ્વપ્ન જોયું હતું જે અથકમાંહેનત અને આવડત દ્વારા તેમણે પૂરું પંકર્યું હતું. ધીરુભાઈ અહીં ટ્રેડિંગ, એકાઉન્ટિંગ અને અન્ય બિઝનેસ કૌશલ્યો શીખ્યા હતા. પરંતુ, 1958 માં તેઓ ભારત પાછા ફર્યા અને તે સમયના બોમ્બે અને હાલના મુંબઈમાં સ્થાયી થયા હતા.

એક મોટા સમૂહમાં ઉદ્યોગસાહસિક તરીકેની તેમની સફર વિશે અમે 5 રસપ્રદ અજાણ્યા તથ્યો જણાવી રહ્યા છીએ
- 1950 ના દાયકામાં ધીરુભાઈએ મસાલાનો વેપાર શરૂ કર્યો અને તેમના સાહસને રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશન નામ આપ્યું હતું. આ વેપારમા ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ ઓફર કરી સામે સ્પર્ધકો કરતાં ઓછો નફો સ્વીકાર્યો અને બાદમાં અન્ય કોમોડિટીમાં પોતાનો વ્યવસાય વિસ્તાર્યો હતો.
- વર્ષ 1966 માં પ્રથમ રિલાયન્સ ટેક્સટાઇલ મિલ ખોલી હતી. અન્યથી અલગ પડી ધીરૂભાઇએ સિન્થેટિક કાપડ તરફ ધ્યાન આપ્યું હતું. ગુજરાતમાંનરોડામાં જમીન ખરીદી હતી. 1975 માં નરોડા મિલને ભારતની શ્રેષ્ઠ કાપડ મિલોમાંની એક તરીકે ઓળખવામાં આવી હતી અને વિશ્વ બેંકની તકનીકી ટીમ દ્વારા ‘વિકસિત દેશના ધોરણો દ્વારા પણ શ્રેષ્ઠ’ તરીકે પ્રમાણિત કરવામાં આવી હતી. આ પછીથી “રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ” બની હતી.
- 1977 માં ધીરુભાઈએ રિલાયન્સને પબ્લિક લિમિટેડ કરી જ્યારે રાષ્ટ્રીયકૃત બેંકોએ તેમને નાણાં આપવાનો ઇનકાર કર્યો હતો. નાણાંનું લોકશાહીકરણ કરવામાં અને રિલાયન્સ તરીકે પ્રથમ IPO લાવવા જેવા પ્રયાસો દ્વારા તેને જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં વિશ્વાસ ધરાવતા હતા તેમણે મોટી સંખ્યામાં મધ્યમ-વર્ગના રોકાણકારોને તેમના નાણાં મૂકવા માટે સમજાવવામાં સફળ થયા હતા. ભારતમાં સરેરાશ રોકાણકારને શેરબજારનો પરિચય કરાવવાનો શ્રેય તેમને મળ્યો હતો.બાદમાં કંપનીના બિઝનેસમાં પ્લાસ્ટિક અને પાવર જનરેશન ઉમેર્યું હતું.
- ધીરુભાઈ અંબાણીના યમનના અનુભવને ઉપયોગમાં લઈને ધીરુભાઈએ 1991માં રિલાયન્સ હજીરામાં પેટ્રોકેમિકલ્સના ઉત્પાદન માટે યુનિટની સ્થાપના કરીને ધીમે ધીમે રિલાયન્સને પેટ્રોકેમિકલ્સમાં પ્રવેશ કરાવ્યો હતી. ભારતમાં ખાનગી ક્ષેત્રના જૂથ દ્વારા કરવામાં આવેલ આ એકમાત્ર સૌથી મોટું રોકાણ હતું. ઘણી મુશ્કેલીઓ હોવા છતાં ધીરુભાઈની રિલાયન્સે 1999માં જામનગરમાં ઉત્પાદન સુવિધા શરૂ કરી હતી જે આટલા મોટા પ્રોજેક્ટ માટે પ્રવર્તમાન વૈશ્વિક બેન્ચમાર્ક કરતાં નોંધપાત્ર રીતે ઓછી હતી.
- 80 ના દાયકાના મધ્યભાગમાં ધીરુભાઈએ તેમના પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને કંપનીનું કારોબારી સંચાલન સોંપ્યું હતું. જોકે 6 જુલાઈ 2002ના રોજ મુંબઈમાં તેમનું અવસાન થયું તેના થોડા સમય પહેલા સુધી તેમણે તેમની દેખરેખ ચાલુ રાખી હતી. વેપાર અને ઉદ્યોગ માટે તેમની ‘અસાધારણ અને વિશિષ્ટ’ સેવા માટે 2016 માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.