Surat: લગ્નસરા અને ક્રિસમસની સિઝનને કારણે જેમ એન્ડ જવેલરી ઉદ્યોગમાં આગઝરતી તેજી, ગોલ્ડ જવેલરીનો સ્ટોક ખુટ્યો

|

Nov 17, 2021 | 6:31 PM

મોટા મેન્યુફેક્ચરિંગ યુનિટ પાસે ગોલ્ડ જવેલરીનો સ્ટોક નથી. બીજી તરફ સોનાના જે ભાવો વધી રહ્યા છે તે પણ ચિંતાનો વિષય છે, લગ્નસરા અને તહેવારોની સિઝનને લીધે નેચરલ ડાયમંડની સાથે સાથે લેબગ્રોન એટલે કે સીવીડી અને એચપીએચટી હીરાજડિત જવેલરીનો વેપાર પણ વધ્યો છે. 

Surat: લગ્નસરા અને ક્રિસમસની સિઝનને કારણે જેમ એન્ડ જવેલરી ઉદ્યોગમાં આગઝરતી તેજી, ગોલ્ડ જવેલરીનો સ્ટોક ખુટ્યો
File Image

Follow us on

કોરોનાના દોઢ વર્ષ પછી જેમ એન્ડ જવેલરી ઉદ્યોગમાં (Gem And Jwellery) ગોલ્ડને લઈને બૂમિંગની(boom) સ્થિતિ ઉભી થઈ છે. ધનતેરસ અને પુષ્ય નક્ષત્રના શુભ દિવસે સોનુ(Gold ) જ્યાં 10 ગ્રામ 48 હજારમાં હતું તે હવે વધીને શોર્ટ સપ્લાયને લીધે 51 હજારની આસપાસ પહોંચી ગયું છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં 1,950 ડોલર અંશ બોલાઈ રહ્યો છે. 

 

સોનામાં આગઝરતી તેજી અંગે ઈન્ડિયન બુલિયન જવેલર્સ એસોસિયેશનના ગુજરાતના ચેરમેન નૈનેશ પચ્ચીગરના જણાવ્યા અનુસાર કોરોનાના દોઢ વર્ષ પછી જેમ એન્ડ જવેલરી માર્કેટમાં ડોમેસ્ટિક લેવલે અને ઈન્ટરનેશનલ લેવલે સારી એવી ડિમાન્ડ નીકળી છે. કોરોનાની સ્થિતિ ભારત અને અમેરિકામાં હાલ સોના હીરા જડિત જવેલરીની પણ સારી ડિમાન્ડ નીકળી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

ભારતમાં દિવાળી અને લગ્નસરાની સિઝનને લીધે વેપાર સારો થાય છે. વેડિંગ સિઝનને લીધે વેડિંગ જવેલરીના કડા , સેટ, બેંગલ્સ, બ્રેસલેટ, રિંગ, રીકા અને બાજુબંધનો વેપાર સારો રહ્યો છે. બ્રિટન, કેનેડા, અમેરિકા અને આફ્રિકાના દેશોમાંથી NRI પણ દક્ષિણ ગુજરાતમાં આવ્યા છે અને તેઓ પણ સારા ઓર્ડરો આપી રહ્યા છે. જવેલરી મેન્યુફેક્ચરિંગ સેક્ટર પાસે ગોલ્ડ અને ગોલ્ડ જવેલરીનો સ્ટોક રહ્યો નથી અને તેની સામે ઓર્ડરોની સંખ્યા વધારે છે.

 

જેમ એન્ડ જવેલરી સેક્ટરના નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાકાળ પહેલા દિવાળીથી ક્રિસમસ સુધી 40 ટકા વેપાર થતો હતો. પરંતુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ માર્કેટના ગ્રાહકોએ મહામારી માટે નાણાંની બચત દોઢ વર્ષ દરમ્યાન કરી હતી. તેમની ખરીદી અચાનક નીકળતા 2021માં જેમ એન્ડ જવેલરીનો દિવાળીથી ક્રિસમસ સુધીની સીઝનમાં વેપાર 30 ટકાથી વધીને 70 ટકા સુધી પહોંચી શકે છે.

 

અત્યારે મોટા મેન્યુફેક્ચરિંગ યુનિટ પાસે ગોલ્ડ જવેલરીનો સ્ટોક નથી. બીજી તરફ સોનાના જે ભાવો વધી રહ્યા છે તે પણ ચિંતાનો વિષય છે, લગ્નસરા અને તહેવારોની સિઝનને લીધે નેચરલ ડાયમંડની સાથે સાથે લેબગ્રોન એટલે કે સીવીડી અને એચપીએચટી હીરાજડિત જવેલરીનો વેપાર પણ વધ્યો છે.

 

 

સુરત અને મુંબઈમાં લેબગ્રોન ડાયમંડ જવેલરી જાણીતી ઈન્ટરનેશનલ જેમોલોજી લેબના રિપોર્ટ સાથે વેચવાનું ચલણ વધતા જે પરિવારોમાં લગ્ન છે અથવા તો અન્ય સેલિબ્રેશન થવાના છે. તેઓ હવે લેબગ્રોન ડાયમંડની ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ જવેલરીની ખરીદી કરી રહ્યા છે. નેચરલ ડાયમંડની જવેલરી કરતા લેબગ્રોન ડાયમંડની જવેલરીની કિંમત 40થી 50 ટકા ઓછી હોવાથી લોકો આ પ્રકારની જવેલરીની પણ હવે સર્ટિફિકેશન સાથે ખરીદી કરી રહ્યા છે.

 

 

આ પણ વાંચો : સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયના દાનની આડત્રીસમી અને ફેફસાના દાનની બારમી ઘટના

 

આ પણ વાંચો : Surat: મનપાએ ફરજિયાત વેક્સિનનો નિયમ બનાવતા લોકોએ સેકન્ડ ડોઝ લેવા લગાવી દોટ

Next Article