Crude Oil Price : ચાલુ વર્ષના અંત સુધીમાં ક્રૂડની કિંમત 65 ડોલર સુધી ઘટવાનું અનુમાન, પુતિનનો નિર્ણય બજારની સ્થિતિ નક્કી કરશે

|

Jul 06, 2022 | 7:49 AM

સિટીગ્રુપનું માનવું છે કે આ વર્ષના અંત સુધીમાં ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 65 ડોલર થઈ શકે છે અને 2023ના અંત સુધીમાં તે ઘટીને 45 ડોલર થઈ શકે છે.

Crude Oil Price : ચાલુ વર્ષના અંત સુધીમાં ક્રૂડની કિંમત 65 ડોલર સુધી ઘટવાનું અનુમાન, પુતિનનો નિર્ણય બજારની સ્થિતિ નક્કી કરશે
crude-oil (Symbolic Image)

Follow us on

ક્રૂડ ઓઇલના ભાવની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. કાચા તેલ(Crude Oil Price) ની કિંમતને લઈને બે પ્રકારની વાતો કહેવામાં આવી રહી છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે જો વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદી તરફ આગળ વધશે તો આગામી સમયમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો થશે. બીજી તરફ કેટલાક નિષ્ણાતો એવું પણ કહે છે કે રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે કાચા તેલની માંગ પૂરી થઈ રહી નથી. આવી સ્થિતિમાં કાચા તેલમાં વધારો ચાલુ રહેશે. જો રશિયા ઉત્પાદન અને પુરવઠો ઘટાડવાનો નિર્ણય લેશે તો સ્થિતિ ખતરનાક બનવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન સિટીગ્રુપનું માનવું છે કે આ વર્ષના અંત સુધીમાં ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 65 ડોલર થઈ શકે છે અને 2023ના અંત સુધીમાં તે ઘટીને 45 ડોલર થઈ શકે છે.

ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત કેટલી હશે?

સિટીનો અંદાજ છે કે સપ્ટેમ્બર ક્વાર્ટર સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત ઘટીને બેરલ દીઠ 99 ડોલર થઈ જશે. ડિસેમ્બર ક્વાર્ટરમાં આ ઘટીને 85 ડોલર પર આવી જશે. વર્ષ 2022 માટે બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો સરેરાશ દર 98 ડોલર રાખવામાં આવ્યો છે. વર્ષ 2023માં તેલની સરેરાશ કિંમત 75 ડોલર થઈ ગઈ છે.

WTI ક્રૂડ માટે સરેરાશ ભાવ અંદાજ

WTI ક્રૂડ અંગે  એવું કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2022માં તેની સરેરાશ કિંમત 95 ડોલર અને 2023માં સરેરાશ કિંમત 72 ડોલર હશે. વર્ષ 2022ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં WTI ક્રૂડની સરેરાશ કિંમત 94 ડોલર અને ડિસેમ્બર ક્વાર્ટરમાં સરેરાશ કિંમત 81 ડોલર રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પુતિનના નિર્ણયથી તેલ બજાર બદલાશે

તાજેતરમાં જેપી મોર્ગનનો રિપોર્ટ આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર જો રશિયા અમેરિકા અને યુરોપ દ્વારા લગાવવામાં આવેલા તમામ પ્રકારના પ્રતિબંધોનો જડબાતોડ જવાબ આપતા તેલ ઉત્પાદનમાં ઘટાડો કરે છે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 380 ડોલર સુધી પહોંચી શકે છે. હાલમાં જ G-7 દેશોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેપી મોર્ગને પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે જો પુતિન ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં દૈનિક ધોરણે 50 લાખ બેરલનો ઘટાડો કરે છે તો રશિયાની અર્થવ્યવસ્થાને વધારે અસર નહીં થાય પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થા પર તેની મોટી અસર પડશે. જો ઉત્પાદનમાં દરરોજ 30 લાખ બેરલનો ઘટાડો કરવામાં આવે તો લંડન ક્રૂડ ઓઈલની કિંમત વધીને 190 ડોલર પ્રતિ બેરલ થઈ જશે. જો આ કાપ દૈનિક ધોરણે 5 મિલિયન બેરલ છે તો કિંમત વધીને 380 ડોલર થશે.

Next Article