Opening Bell: ક્રુડ ઓઈલમાં ઉછાળાથી બજારમાં કડાકો, સેન્સેક્સ 1500 પોઈન્ટથી વધુ તૂટ્યો, MCX પર ક્રૂડ ઓઈલમાં અપર સર્કિટ

ક્રૂડ ઓઇલ 130 ડોલર પર પહોંચી ગયું છે, જે 14 વર્ષમાં સૌથી વધુ છે. જેના કારણે શેરબજાર તૂટ્યું છે.

Opening Bell: ક્રુડ ઓઈલમાં ઉછાળાથી બજારમાં કડાકો, સેન્સેક્સ 1500 પોઈન્ટથી વધુ તૂટ્યો, MCX પર ક્રૂડ ઓઈલમાં અપર સર્કિટ
Sensex fell by more than 1500 points.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 10:17 AM

ક્રૂડ ઓઈલમાં (Crude Oil Price) આવેલા જોરદાર તેજીને કારણે આજે શેરબજાર  (Share market updates)  ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. સપ્તાહના પહેલા દિવસે સેન્સેક્સ 1161 પોઈન્ટ ઘટીને 53172 ના સ્તરે અને નિફ્ટી 15868 ના સ્તર પર ખુલ્યો હતો. MCX પર કાચા તેલમાં અપર સર્કિટ લાગી ગયુ છે. MCX પર 21 માર્ચે ડિલિવરી માટે ક્રૂડ ઓઇલ  772 રૂપિયાની તેજી સાથે (9 ટકા વધીને)  9352 રૂપિયા પર પહોંચી ગયું હતું. આ આજની અપર સર્કિટ છે. 19 એપ્રિલે ડિલિવરી માટેનું તેલ  751 રૂપિયા (8.99%) વધીને 9106 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. અપર સર્કિટ લગાવ્યા બાદ કારોબાર ઠપ થઈ ગયો છે. સવારે 9.25 વાગ્યે સેન્સેક્સ 1513 પોઈન્ટના ઘટાડા સાથે 52819ના સ્તરે અને નિફ્ટી 413 પોઈન્ટના ઘટાડા સાથે 15832ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

હાલમાં સેન્સેક્સના ટોપ-30માં 29 શેરો લાલ નિશાનમાં છે અને માત્ર ટાટા સ્ટીલના શેરમાં તેજી જોવા મળી રહી છે. મારુતિ, ICICI બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને બજાજ ફાઇનાન્સ સૌથી વધુ ઘટ્યા હતા. નિફ્ટી બેંક, ઓટો ઈન્ડેક્સ, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને રિયલ્ટી આજના ઘટાડામા મોટો ફાળો આપી રહ્યા છે. આ ઇન્ડેક્સમાં 4 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

રશિયાના તેલ પુરવઠા પર પ્રતિબંધની તૈયારી

કાચા તેલમાં આ વધારા પાછળ બે મુખ્ય કારણો છે. ઈરાનથી ક્રૂડ ઓઈલની સપ્લાઈમાં વિલંબ થવાની ભીતિ બજારમાં વધી ગઈ છે. બીજી તરફ અમેરિકા, યુરોપ અને સાથી દેશોએ રશિયા (રશિયા યુક્રેન કટોકટી) પાસેથી તેલ ન ખરીદવાનું મન બનાવી લીધું છે. તેના કારણે માંગ કરતા પુરવઠો ઘણો ઓછો રહ્યો અને ક્રૂડ ઓઈલ 2008 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે રશિયા પાસેથી તેલ અને કુદરતી ગેસની આયાત પર પ્રતિબંધો લાદવા અંગે અમેરિકા અને તેના સહયોગી દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

રશિયા વિશ્વનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે

રશિયા હાલમાં વિશ્વનો બીજો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે. તે દરરોજ 5-6 મિલિયન બેરલ તેલની નિકાસ કરે છે. તેલની નિકાસ પરના નિયંત્રણોને કારણે તેની કિંમત 14 વર્ષની ઊંચી સપાટી (130 ડોલર) પર પહોંચી ગઈ છે. આ સિવાય OPEC+ દેશો પણ ઉત્પાદન વધારવાનું વિચારી રહ્યા નથી. જેના કારણે પુરવઠાની સમસ્યા વધુને વધુ ગંભીર બની રહી છે.

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થવાની આશંકા વચ્ચે અહી જાણો શુ છે તમારા શહેરમાં ભાવ

g clip-path="url(#clip0_868_265)">