ક્રેડિટ સૂઈસનો રિપોર્ટ : આર્થિક મંદી વચ્ચે ભારતની ગૃહ સંપત્તિ બમણી થઈ

|

Oct 26, 2020 | 10:53 AM

આર્થિક મંદી વચ્ચે ભારતની ઘરેલુ સંપત્તિ બમણી થઈ ગઈ છે. સ્વિસ બેંકિંગ સેવા સાથે સંલગ્ન સંસ્થા ક્રેડિટ સૂઈસના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કેલેન્ડર વર્ષ 2019 માં ભારતની ઘરેલું સંપત્તિ ૧૨.6 લાખ કરોડ નોંધાઈ છે. વર્ષ 2018 માં દેશમાં આ સંપત્તિ કુલ 5.97 લાખ કરોડ હતી જે જોતા ઘરેલુ સંપત્તિમાં બમણો વધારો થયો હોવાનું […]

ક્રેડિટ સૂઈસનો રિપોર્ટ : આર્થિક મંદી વચ્ચે ભારતની ગૃહ સંપત્તિ બમણી થઈ

Follow us on

આર્થિક મંદી વચ્ચે ભારતની ઘરેલુ સંપત્તિ બમણી થઈ ગઈ છે. સ્વિસ બેંકિંગ સેવા સાથે સંલગ્ન સંસ્થા ક્રેડિટ સૂઈસના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કેલેન્ડર વર્ષ 2019 માં ભારતની ઘરેલું સંપત્તિ ૧૨.6 લાખ કરોડ નોંધાઈ છે. વર્ષ 2018 માં દેશમાં આ સંપત્તિ કુલ 5.97 લાખ કરોડ હતી જે જોતા ઘરેલુ સંપત્તિમાં બમણો વધારો થયો હોવાનું સામે આવી રહ્યું છે.

ભારતમાં વિશ્વમાં ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે. ભારતમાં ઘરેલુ સંપત્તિ ઝડપથી વધી રહી છે. અહેવાલના સારાંશ ઉપર નજર કરીએ તો વર્ષ 2018-19માં નાણાકીય સંપત્તિમાં 1.4 ટકાનો નજીવો વધારો જોવા મળ્યો હતો જ્યારે બિન નાણાંકીય સંપત્તિમાં 6.9 ટકાનો વધારો થયો છે. વર્ષ 2017 -18માં રૂપિયો ગગડ્યો હતો જેની અસર અર્થતંત્રના ઘણા ક્ષેત્રે જોવા મળી હતી. ઘરેલુ સંપત્તિમાં વર્ષ  2017-18માં ખૂબ ધીમી ગતિએ વધારો થયો હતો તે સમયે માત્ર 2.6 ટકા વૃદ્ધિ દેખાઈ હતી.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

વર્ષ 2018-19માંદેશની સંપત્તિની કિંમતો લગભગ 6 ટકાની ગતિએ વધી હતી આમતો આ દર ઓછો હતો પણ ફોરેન એક્સચેન્જનો ઉત્તર ચઢાવ નફાકારક પરિબળ બન્યું  હતું. ક્રેડિટ સૂઈસના રિપોર્ટમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે વ્યક્તિદીઠ માથાદીઠ આવક 14,569  ડોલર મુજબ લગભગ 10.31 લાખ રૂપિયા છે. કેટલાક લોકો ભારતમાં વધુ સંપત્તિ હોવાને કારણે માથાદીઠ આવક વધી છે.આ અહેવાલમાં અંદાજ છે કે દેશમાં  78 ટકા પુખ્તવયના લોકોની વસ્તીની સંપત્તિ 10,000 ડોલરની પણ નીચે છે જ્યારે ભારતની ૧.8 ટકા વસ્તી પાસે  100,000 ડોલરથી વધુ સંપત્તિ છે. અન્ય કિસ્સાઓમાં ૧૭૯૦ લોકોની  સંપત્તિ 100 મિલિયન ડોલરથી વધુ છે. વિશ્વના કુલ કરોડપતિઓમાં ભારતમાં 2 ટકા લોકો છે.

ભારત સંદર્ભે કેટલીક જાણવા જેવી માહિતી  આ મુજબ છે.

  • વિશ્વભરમાં કરોડપતિઓ કુલ સંખ્યા 46.8 કરોડ છે, જેમાંથી 2% ભારતીય કરોડપતિ છે.
  • ભારતનો  છેલ્લા ૨૦ વર્ષમાં સરેરાશ વૃદ્ધિદર  11% રહ્યો હતો.
  • ભારતની  78% પુખ્ત વસ્તીની સંપત્તિ 10,000 ડોલરથી ઓછી છે
  • ભારતની કુલ વસ્તીના 1.8% લોકો પાસે 10,0000 ડોલરથી વધુ સંપત્તિ છે.
  • વૈશ્વિક સ્તરે તે પુખ્ત વયના વ્યક્તિનું ધન 70,849 ડોલર સામે ભારતમાં 14569 ડોલર છે.

 

આ પણ વાંચોઃગુજરાતમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શાળાઓ શરૂ કરાશે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article