AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBIમાં કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવું થયું સરળ, જાણો શું છે પ્રક્રિયા અને લાભ

મોદી સરકાર વધુને વધુ ખેડૂતોને કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ (kisan credit card) આપવાની ઝુંબેશ ચલાવી રહી છે. કોરોના લોકડાઉન દરમિયાન સરકારે 2.5 કરોડ ખેડૂતોને કાર્ડ આપવાનું લક્ષ્યાંક બનાવ્યું હતું.

SBIમાં કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવું થયું સરળ, જાણો શું છે પ્રક્રિયા અને લાભ
kisan credit card symbolic image
Ankit Modi
| Edited By: | Updated on: Feb 04, 2021 | 7:17 AM
Share

મોદી સરકાર વધુને વધુ ખેડૂતોને કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ (kisan credit card) આપવાની ઝુંબેશ ચલાવી રહી છે. કોરોના લોકડાઉન દરમિયાન સરકારે 2.5 કરોડ ખેડૂતોને કાર્ડ આપવાનું લક્ષ્યાંક બનાવ્યું હતું. આ યોજનાના અત્યાર સુધીમાં 1.5 કરોડ નવા લાભાર્થી બનાવવામાં આવ્યા છે. એક કરોડ વધુ લોકોને વિના મૂલ્યે કાર્ડ બનાવી અપાય છે . આ લક્ષ્યાંકને પહોંચી વળવા બેંકોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI)એ તેના કાર્ડ વિશે સંપૂર્ણ માહિતી જારી કરી છે.

કેસીસી યોજનાનો વ્યાપ વધારવા સરકારે બેંકોને ગામડાઓમાં શિબિર લગાવવા જણાવ્યું છે. ઉપરાંત, તેને બનાવવા માટે લેવામાં આવતી પ્રોસેસિંગ ફી પણ નાબૂદ કરી દેવામાં આવી છે. તેને વડા પ્રધાન કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Scheme)  સાથે જોડવામાં આવી છે. જેથી કેસીસી બનાવવાનું સરળ બને.

એસબીઆઈ કાર્ડ સુવિધાઓ અને લાભો – કેસીસી ખાતામાં ક્રેડિટ બેલેન્સ પર બચત બેંકના દરે વ્યાજ આપવામાં આવે છે. – કેસીસી લેનારાઓને મફત એટીએમ-ડેબિટ કાર્ડ (સ્ટેટ બેંક કિસાન કાર્ડ) આપવામાં આવે છે. – 3 લાખ સુધીની લોનની રકમ માટે વાર્ષિક 2 ટકાના દરે વ્યાજની છૂટ મળશે. – સમયસર નાણાં પરત આપવા પર વાર્ષિક 3 ટકાના દરે વધારાના વ્યાજની છૂટ આપવામાં આવે છે.

1.60 લાખ સુધીની ગેરેન્ટી વગર લોન – કેસીસી લોન માટે સૂચિત પાક / ક્ષેત્રો પાક વીમા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. -પ્રથમ વર્ષ માટે લોનનું પ્રમાણ કૃષિ ખર્ચ અને લણણી પછીના ખર્ચના આધારે નક્કી કરવામાં આવશે. – 5 વર્ષ દરમિયાન નાણાંની માત્રામાં વધારાના આધારે લોનને મંજૂરી આપવામાં આવશે. – 1.60 લાખ સુધીની કેસીસીની મર્યાદા માટે ગેરેંટી આવશ્યક નથી. – નિયત તારીખ પછી, ચક્રવૃદ્ધિ વ્યાજ અર્ધવાર્ષિક ધોરણે લેવામાં આવશે.

જરૂરી દસ્તાવેજો – યોગ્ય રીતે ભરેલા આવેદનપત્ર – ઓળખનો પુરાવો – મતદાર ઓળખકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, આધારકાર્ડ, ડી.એલ. – ખેડૂત જે વ્યક્તિગત ખેતી કરે છે અથવા સંયુક્ત ખેતી કરે છે. -પટ્ટેદાર ખેડુતો, ભાગીદાર ખેડૂત અને સ્વ-સહાય જૂથો પણ લાભ મેળવી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">