AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ મામલે ઈન્ડોનેશિયા અને નાઈજીરીયા જેવા દેશ પણ ભારતથી આગળ છે, જાણો રસપ્રદ સર્વેમાં સામે આવેલી માહિતી

ભારતનું સ્થાન Top 10 માં પણ નથી.આ યાદીમાં ભારત ઘણું નીચે છે. તે ઈરાન, ઈન્ડોનેશિયા અને નાઈજીરીયાથી પણ નીચે છે. ભારતમાં દર 100 વ્યક્તિ દીઠ 82 સિમ કાર્ડ છે. આ યાદીમાં UAE ત્રીજા સ્થાને છે. 100 લોકો દીઠ 195 સિમ કાર્ડ છે.

આ મામલે ઈન્ડોનેશિયા અને નાઈજીરીયા જેવા દેશ પણ ભારતથી આગળ છે, જાણો રસપ્રદ સર્વેમાં સામે આવેલી માહિતી
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 7:01 AM
Share

આંકડાઓ ઘણીવાર આપણને આશ્ચર્યચકિત કરે છે. તેઘણીવાર આપણા વિચાર અને અંદાજને ખોટા પાડી શકે છે. એક રસપ્રદ સર્વે સામે આવ્યો છે જે મુજબ દર 100 વ્યક્તિઓ દીઠ કયા દેશમાં કેટલા સિમ કાર્ડનો ઉપયોગ થાય છે તેની માહિતી સામે આવી છે. આ મામલે કદાચ અમેરિકા જેવા મોટા વિકસિત દેશ પ્રથમ ક્રમે હોવાનો અંદાજ લગાવશો પરંતુ તમારું અનુમાન ખોટું પડશે. અસલમાં મકાઓમાં 100 લોકો દીઠ મોબાઇલ સેલ્યુલર સબ્સ્ક્રિપ્શન્સની સૌથી વધુ સંખ્યા છે. હોંગકોંગ પણ આ મામલે આગળ છે. મકાઉમાં 100 લોકો દીઠ સૌથી વધુ 413 સિમ કાર્ડ છે. હોંગકોંગ  બીજા નંબરે આવે છે. અહીં 100 લોકો દીઠ 319 મોબાઇલ સેલ્યુલર સબ્સ્ક્રિપ્શન્સ છે. વર્લ્ડ એન્ડ સ્ટેટિસ્ટિક્સે ટ્વિટર પર આ માહિતી શેર કરી છે.

ભારતનું સ્થાન Top 10 માં પણ નહીં

આ યાદીમાં ભારત ઘણું નીચે છે. તે ઈરાન, ઈન્ડોનેશિયા અને નાઈજીરીયાથી પણ નીચે છે. ભારતમાં દર 100 વ્યક્તિ દીઠ 82 સિમ કાર્ડ છે. આ યાદીમાં UAE ત્રીજા સ્થાને છે. 100 લોકો દીઠ 195 સિમ કાર્ડ છે. રશિયામાં 100 લોકો દીઠ 169 સિમ કાર્ડ છે. દક્ષિણ આફ્રિકામાં આ આંકડો 169 છે. જાપાનમાં 100 લોકો દીઠ 161 સિમ કાર્ડ છે.

આ પણ વાચો: Walt Disney Layoffs: 4000 કર્મચારીની નોકરીઓ પર તલવાર લટકી રહી છે, ડિઝની એ શરૂ કરી કાઢી મૂકવાની તૈયારી 

ઈરાનમાં 100 લોકો દીઠ 155 સિમ કાર્ડ

ઈરાનની વાત કરીએ તો દર 100 લોકો દીઠ 155 સિમ કાર્ડ છે. દક્ષિણ કોરિયામાં આ આંકડો 141 છે. ઈન્ડોનેશિયામાં 100 લોકો દીઠ 134 મોબાઈલ સેલ્યુલર સબ્સ્ક્રિપ્શન છે. ઇટાલીમાં આ સંખ્યા 132 છે. જ્યારે, આર્જેન્ટિના 130, જર્મની 128 અને ડેનમાર્ક 124 છે.

ચીનમાં 100 લોકો દીઠ 122 સિમ કાર્ડ

સ્વીડનમાં 100 લોકો દીઠ 123 સિમ કાર્ડ છે. ચીનમાં આ આંકડો 122 અને સ્પેનમાં 120 છે. યુકેમાં 100 લોકો દીઠ 119 મોબાઇલ ફોન સબસ્ક્રિપ્શન છે. ફ્રાન્સમાં દર 100 લોકો દીઠ 113 સિમ કાર્ડ છે. નોર્વેમાં આ સંખ્યા 108, યુએસએમાં 107, ઓસ્ટ્રેલિયામાં 105, બ્રાઝિલમાં 102, નાઈજીરિયામાં 91, કેનેડામાં 86, અફઘાનિસ્તાનમાં 58, સુદાનમાં 37 અને ઉત્તર કોરિયામાં 23 છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">