Commodity Market Today : સોનું ₹350 સસ્તું થયું, ચાંદી પણ ₹72500 નીચે સરકી ગઈ
Commodity Market Today : યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વની સપ્ટેમ્બરની પોલિસીમાં વ્યાજ દરો સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે હજુ પણ દરો વધવાના સંકેતો પણ છે. આ સ્થિતિમાં શેરબજાર(Share Market) સહિત કોમોડિટી માર્કેટ પર દબાણ જોવા મળી રહ્યું છે.

Commodity Market Today : યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વની સપ્ટેમ્બરની પોલિસીમાં વ્યાજ દરો સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે હજુ પણ દરો વધવાના સંકેતો પણ છે. આ સ્થિતિમાં શેરબજાર(Share Market) સહિત કોમોડિટી માર્કેટ પર દબાણ જોવા મળી રહ્યું છે.
MCX પર સોનાની કિંમત 360 રૂપિયા ઘટીને 59055 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. એ જ રીતે ચાંદીનો ભાવ પણ ઘટીને રૂ.880 થયો છે. એક કિલો ચાંદીનો ભાવ ઘટીને રૂ.72464 થયો હતો.
આ પણ વાંચો : 30 સપ્ટેમ્બર સુધીમાં નિપટાવીલો આ બેંક,આધાર અને રોકાણ સાથે જોડાયેલા 5 મહત્વપૂર્ણ કામ નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અને ચાંદી તૂટ્યા
સ્થાનિક બજારની જેમ આંતરરાષ્ટ્રીય હાજર બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. COMEX પર સોનાની કિંમત લગભગ 1 ટકા ઘટીને $1948 પ્રતિ ઓન્સ થઈ ગઈ છે. ચાંદીની કિંમત પણ 23.45 ડોલર પ્રતિ ઓન્સ પર ટ્રેડ થઈ રહી છે.
સોના-ચાંદીના ભાવ કેમ ઘટ્યા?
સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં નરમાઈનું કારણ યુએસ ફેડનો વ્યાજદર અંગેનો નિર્ણય છે. સપ્ટેમ્બરની પોલિસીમાં દરો સ્થિર રાખવામાં આવ્યા છે, પરંતુ નવેમ્બરમાં દરો વધારવાના સંકેતો છે. તેના કારણે 10 વર્ષની બોન્ડ યીલ્ડ 16 વર્ષની ઊંચી સપાટીએ અને 2 વર્ષની બોન્ડ યીલ્ડ 17 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. પરિણામે બુલિયન માર્કેટ પર દબાણ છે. આ સિવાય ડૉલર ઇન્ડેક્સ પણ 105ને પાર કરી ગયો છે.
આ પણ વાંચો : Commodity Market Today : સરકારના આ પગલાથી બાસમતી ઉત્પાદકોને ભારે નુકસાન, પોષણસમ ભાવ નહીં મળવાની રાવ
સોના-ચાંદી અંગે નિષ્ણાતોનો અભિપ્રાય
કોમોડિટી માર્કેટ એક્સપર્ટ અને HDFC સિક્યોરિટીઝના અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે MCX પર સોનામાં વેચવાલીનો અભિપ્રાય છે. તેને 59550 રૂપિયાના સ્ટોપલોસ સાથે વેચો. સોનાનો ટાર્ગેટ 59000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
| એક નજર સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ ઉપર | |
| MCX GOLD : 59055.00 -350.00 (-0.59%) (Updated at Sep 21, 13:28) | |
| MCX SILVER : 72494.00 -736.00 (-1.01%) (Updated at Sep 21, 13:28) | |
| ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
| Ahmedavad | 61093 |
| Rajkot | 61114 |
| (Source : aaravbullion) | |
| દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
| Chennai | 60330 |
| Mumbai | 60050 |
| Delhi | 60200 |
| Kolkata | 60050 |