AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market Today : નબળાં વૈશ્વિક સંકેતના કારણે શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, Sensex 66608 પર ખુલ્યો

Share Market Today : અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ(Federal Reserve)ની સપ્ટેમ્બરની પોલિસી બેઠક સમાપ્ત થઈ ગઈ છે. 2 દિવસની બેઠક બાદ વ્યાજ દરો સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ દરમાં વધુ વધારો થવાના સંકેતો છે. આ કારણે વૈશ્વિક બજારમાં ચારે તરફ વેચવાલી નોંધાઈ રહી છે.

Share Market Today : નબળાં વૈશ્વિક સંકેતના કારણે શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, Sensex 66608 પર ખુલ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2023 | 9:27 AM
Share

Share Market Today : અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ(Federal Reserve)ની સપ્ટેમ્બરની પોલિસી બેઠક સમાપ્ત થઈ ગઈ છે. 2 દિવસની બેઠક બાદ વ્યાજ દરો સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ દરમાં વધુ વધારો થવાના સંકેતો છે. આ કારણે વૈશ્વિક બજારમાં ચારે તરફ વેચવાલી નોંધાઈ રહી છે. વૈશ્વિક નરમાશમાં ભારત પણ બાકાત રહ્યું હતું. આજે ભારતીય શેરબજાર લાલ નિશાન નીચે ખુલ્યા હતા.

ફેડના ચેરમેને જણાવ્યું હતું કે, FEDનું ધ્યાન ફુગાવાને અંકુશમાં રાખવા અને આર્થિક સ્થિરતા પર છે. આજે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 0.29 ટકા તો નિફટી 0.31 ટકા નુકસાન સાથે ખુલ્યા છે.

Stock Market Opening Bell (21 September, 2023)

  • SENSEX  : 66,608.67 −192.17 
  • NIFTY      : 19,840.55 −60.85 

HDFC AMCને DCB બેંકમાં 9.5% સુધીનો હિસ્સો ખરીદવા માટે RBIની મંજૂરી મળી

HDFC AMCને DCB બેંકમાં 9.5 ટકા સુધીનો હિસ્સો ખરીદવા માટે ભારતીય રિઝર્વ બેંક પાસેથી મંજૂરી મળી છે. RBI એ HDFC AMCને મંજૂરીની તારીખના એક વર્ષની અંદર DCB બેંકમાં હિસ્સો ખરીદવાની પણ સલાહ આપે છે.HDFC AMC એ સુનિશ્ચિત કરવું પડશે કે ધિરાણકર્તામાં તેની હોલ્ડિંગ હંમેશા 9.5 ટકાથી વધુ ન હોય.

US FED ના નિર્ણયની અસર

યુએસ FEDના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું કે અમારું ધ્યાન ફુગાવાને અંકુશમાં રાખવા અને આર્થિક સ્થિરતા પર છે. હાલમાં મોંઘવારી દરને 2% સુધી લાવવામાં વધુ સમય લાગશે. તેથી ‘પ્રતિબંધિત’ નીતિની જરૂર છે. જોકે અમેરિકાની આર્થિક સ્થિતિ મજબૂત છે. લેબર માર્કેટમાં પણ પરિવર્તનના સંકેત દેખાઈ રહ્યા છે.

NIFTY 50 TOP LOSERS ( 21 Sep 09:23 am)

Company Name High Low Last Price Prev Close Change % Loss
HCL Tech 1,285.00 1,264.00 1,264.65 1,293.40 -28.75 -2.22
LTIMindtree 5,468.00 5,398.00 5,398.00 5,473.45 -75.45 -1.38
ICICI Bank 982.5 974.7 975.7 987.15 -11.45 -1.16
Hero Motocorp 3,062.95 3,026.75 3,026.80 3,061.85 -35.05 -1.14
Grasim 1,940.00 1,920.10 1,923.10 1,944.70 -21.6 -1.11
UltraTechCement 8,438.00 8,375.10 8,382.40 8,458.15 -75.75 -0.9
HDFC Bank 1,553.00 1,537.05 1,549.75 1,563.70 -13.95 -0.89
TATA Cons. Prod 869 861.2 862.85 869.7 -6.85 -0.79
SBI Life Insura 1,351.90 1,333.00 1,334.80 1,345.20 -10.4 -0.77
TCS 3,605.00 3,578.40 3,578.70 3,606.05 -27.35 -0.76

ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનોપણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">