AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commodity Market today: 24 કલાકમાં ક્રૂડ ઓઈલમાં થયો 2 ટકાથી વધુનો ઘટાડો, શું હવે પેટ્રોલ સસ્તું થશે!

crude oil : અમેરિકન ઓઇલ 90 ડોલરની નીચે આવી ગયું છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત પણ $90ની નજીક છે, જે $92ની ઉપર ટ્રેડ કરી રહી હતી. હકીકતમાં નવેમ્બર કોન્ટ્રાક્ટ પૂરો થવાને કારણે બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ ત્રીજા ક્વાર્ટરમાં 30 ટકાના વધારા બાદ રોકાણકારોએ પણ નફો બુક કર્યો છે. જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવ 3 સપ્તાહના સૌથી નીચલા સ્તર પર આવી ગયા છે.

Commodity Market today: 24 કલાકમાં ક્રૂડ ઓઈલમાં થયો 2 ટકાથી વધુનો ઘટાડો, શું હવે પેટ્રોલ સસ્તું થશે!
crude oil
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2023 | 7:57 AM
Share

સોમવારે ક્રુડ ઓઇલની કિંમતમાં બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકન ઓઇલ 90 ડોલરની નીચે આવી ગયું છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત પણ $90ની નજીક છે, જે $92ની ઉપર ટ્રેડ કરી રહી હતી. હકીકતમાં નવેમ્બર કોન્ટ્રાક્ટ પૂરો થવાને કારણે બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે.

બીજી તરફ ત્રીજા ક્વાર્ટરમાં 30 ટકાના વધારા બાદ રોકાણકારોએ પણ નફો બુક કર્યો છે. જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવ 3 સપ્તાહના સૌથી નીચલા સ્તર પર આવી ગયા છે.

બીજી તરફ અમેરિકામાં શટડાઉન મોકૂફ રહ્યા બાદ અમેરિકી ડોલર 10 મહિનાની ટોચે પહોંચી ગયો છે.એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જે પ્રકારના આર્થિક ડેટા બહાર આવી રહ્યા છે તેના કારણે ફેડ લાંબા સમય સુધી વ્યાજ દરો ઉંચા રાખશે. જેના કારણે અમેરિકામાં મંદીની શક્યતાઓ વધી ગઈ છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં ક્રુડ ઓઇલની માંગમાં ઘટાડો થઈ શકે છે અને કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.

આનો સ્પષ્ટ અર્થ એ છે કે આવનારા મહિનાઓમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. મે 2022થી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આવો અમે તમને એ પણ જણાવીએ કે હાલમાં કાચા તેલની કિંમતો કયા સ્તરે પહોંચી છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલ કેટલા ભાવે વેચાય છે?

આ પણ વાંચો : Commodity Market : ક્રુડ ઓઇલના ઉછાળા પર લાગ્યો બ્રેક, 1 દિવસમાં ક્રૂડમાં થયો 2% નો ઘટાડો, જાણો શા માટે સોના અને ચાંદીના ભાવ ઘટ્યા

ક્રૂડ ઓઈલની કિંમત ત્રણ સપ્તાહની નીચી સપાટીએ છે

ક્રૂડ ઓઈલની કિંમતમાં 2 ટકાથી વધુનો ઘટાડો થયો છે. જેના કારણે ક્રૂડ ઓઈલની કિંમતો ત્રણ સપ્તાહના સૌથી નીચલા સ્તર પર આવી ગઈ છે. માહિતી અનુસાર, ડિસેમ્બર ડિલિવરી માટે બ્રેન્ટ ફ્યુચર્સ બેરલ દીઠ $1.49 અથવા 1.6 ટકાના ઘટાડા સાથે $90.71 પર બંધ રહ્યો હતો, જ્યારે મંગળવારે તે 58 સેન્ટ્સ અથવા 0.64 ટકાના ઘટાડા સાથે $90.13 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો હતો.

દરમિયાન, યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ (WTI) 1.97 ટકા અથવા 2.2 ટકા ઘટીને $88.82 પ્રતિ બેરલ થઈ ગયું છે, જે હાલમાં 59 સેન્ટ અથવા 0.66 ટકા ઘટીને $88.23 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે.

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

જોકે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશના મોટા મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર 21 મેના રોજ જોવા મળ્યો હતો. ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર ટેક્સમાં ઘટાડો કર્યો હતો. તે પછી કેટલાક રાજ્યોએ વેટ ઘટાડીને અથવા વધારીને કિંમતોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો.

રસપ્રદ વાત એ છે કે જ્યારથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો આંતરરાષ્ટ્રીય બજાર મુજબ દરરોજ બદલવાની શરૂઆત થઈ છે, ત્યારે આ પહેલીવાર છે જ્યારે પેટ્રોલિયમ કંપનીઓએ રેકોર્ડ ટાઇમલાઇન દરમિયાન કોઈ ફેરફાર કર્યો નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">