Commodity Market Today: NCDEX પર જીરું પહોંચ્યું રેકોર્ડ હાઈ, હળદરને ચઢ્યો રંગ, જાણો શું છે કારણ
Commodity Market : 2023માં અત્યાર સુધીમાં જીરાએ 94% વળતર આપ્યું છે. 1 વર્ષમાં જીરાના ભાવમાં 156%નો વધારો થયો છે. જીરાના ભાવ 23 જાન્યુઆરીના નીચા સ્તરથી 101% વધ્યા છે.
NCDEX પર જીરું રેકોર્ડ હાઈ પર પહોંચી ગયું છે. NCDEX પર જીરા જુલાઈ વાયદો 60,940 સુધી વધ્યો છે જ્યારે ઓગસ્ટ વાયદો 61,300 સુધી વધ્યો છે. જ્યારે સપ્ટેમ્બર વાયદો 61,660 પર પહોંચ્યો હતો. 2023માં અત્યાર સુધીમાં જીરાએ 94% વળતર આપ્યું છે. 1 વર્ષમાં જીરાના ભાવમાં 156%નો વધારો થયો છે. જીરાના ભાવ 23 જાન્યુઆરીના નીચા સ્તરથી 101% વધ્યા છે. ખરેખર, ઓછા ઉત્પાદન અને ઓછા પુરવઠાને કારણે જીરાના ભાવ વધી રહ્યા છે. જો આપણે જીરાના વાવણીના આંકડા જોઈએ તો 2020-21માં 10.87 લાખ હેક્ટરમાં, 2021-22માં 8.69 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું જ્યારે 2022-23માં 9.02 લાખ હેક્ટરમાં વાવેતર થવાની ધારણા છે.
આ પણ વાંચો : Commodity Market Today : મોંઘવારી સહીતના પરિબળોનો કોમોડિટી બજાર ઉપર શું પ્રભાવ પડી રહ્યો છે? જાણો અહેવાલ દ્વારા
હળદરના ભાવમાં પણ વધારો
દરમિયાન હળદરનો ભાવ 12000ને પાર પહોંચી ગયો છે. હળદરનો ભાવ ગઈ કાલે 12514ની વિક્રમી સપાટીએ હતો. ભાવ ડિસેમ્બર 2010 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. જુલાઈમાં અત્યાર સુધીમાં હળદરમાં 22 ટકાથી વધુનો વધારો થયો છે. જ્યારે NCDEX પર તેમાં 3 મહિનામાં 65%નો વધારો જોવા મળ્યો છે.
હળદરના ભાવ કેમ વધ્યા ?
મહારાષ્ટ્રમાં હળદરનું 10-20% ઓછું વાવેતર થવાની સંભાવના છે. તમિલનાડુ, આંધ્ર, તેલંગાણામાં હળદરની વાવણી ઘટી શકે છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પાકને નુકસાન થયું છે. નિકાસ માંગમાં વધારો પણ ભાવને ટેકો આપી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં વાવણીમાં 10-20% ઘટાડો થવાની સંભાવના છે, જ્યારે તમિલનાડુમાં 10-15%, આંધ્રપ્રદેશમાં 18-22% અને તેલંગાણામાં 18-22% ઘટાડો જોવા મળી શકે છે.
ધાણાનો ચઢ્યો રંગ
ધાણા 3 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે. ગઈ કાલે ધાણાનો ભાવ 7218ની ઊંચાઈએ હતો. NCDEXમાં ગઈ કાલે 6% સુધીનો વધારો જોવા મળ્યો હતો. 2 મહિનામાં ધાણાના ભાવમાં 12 ટકાથી વધુનો વધારો થયો છે. જુલાઈમાં અત્યાર સુધીમાં 8% કરતા વધુનો વધારો થયો છે. માંગમાં વધારો, ચુસ્ત પુરવઠો ભાવને ટેકો આપી રહ્યો છે.