સરકારે એક્સપોર્ટર્સને આપી ભેટ! 31 ડીસેમ્બર સુધી કરી શકાશે પેન્ડિંગ ટેક્સ રિફંડ માટે અરજી

સરકારે 9 સપ્ટેમ્બરના રોજ વિવિધ નિકાસ પ્રોત્સાહન યોજનાઓ હેઠળ નિકાસકારોના બાકી ટેક્સ રિફંડ માટે 56,027 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી.

સરકારે એક્સપોર્ટર્સને આપી ભેટ! 31 ડીસેમ્બર સુધી કરી શકાશે પેન્ડિંગ ટેક્સ રિફંડ માટે અરજી
નિકાસકારોને મળી મોટી રાહત

વાણિજ્ય મંત્રાલયની (Commerce Ministry) સૂચના અનુસાર નિકાસકારો 31 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી દ્વારા વિવિધ નિકાસ પ્રોત્સાહન યોજનાઓ હેઠળ તેમના બાકી લેણાંનો દાવો કરી શકે છે. 9 સપ્ટેમ્બરના રોજ સરકારે વિવિધ નિકાસ પ્રોત્સાહન યોજનાઓ હેઠળ નિકાસકારોના બાકી ટેક્સ રિફંડ માટે 56,027 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

 

નિકાસકારો ભારત યોજના (MEIS) હેઠળ માલની નિકાસ માટે બાકી રિફંડનો દાવો કરી શકે છે. 1 જુલાઈ 2018 થી 31 માર્ચ 2019 સુધી, 1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2020 સુધી અને 1 એપ્રિલ 2020થી 31 ડિસેમ્બર 2020 સુધી કરવામાં આવેલી નિકાસ માટે આ દાવો કરી શકાય છે.

 

ભારત યોજના (SEIS) હેઠળ સેવાઓની નિકાસ 2018-20 દરમિયાન કરવામાં આવેલી નિકાસ માટે અરજી કરી શકે છે. એમઈઆઈએસ (MEIS),  એસઈઆઈએસ (SEIS), આરઓએસસીટીએલ (ROSCTL), આરઓએસએલ (ROSL) અને 2 ટકા વધારાના એડહોક ઈન્સેટીવ હેઠળ ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2021 સૂચિત કરવામાં આવી છે.

 

તાજેતરમાં સરકારે નિકાસકારોને રાહત આપતા RODTEP યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનું પૂરું નામ રેમિશન ઓફ ડ્યુટીઝ એન્ડ ટેક્સેસ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સ છે. આ સ્કીમને ભારતથી મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટ (MEIS) સ્કીમ દ્વારા બદલવામાં આવશે. હાલમાં RODTEP યોજના માટે 12,500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

 

ડિસેમ્બર પછી નહીં મળે કોઈ મુદ્દત

એ જ રીતે કાપડ નિકાસકારો 7 માર્ચ, 2019થી 31 ડિસેમ્બર, 2020 દરમિયાન RoSCTL  યોજના હેઠળ કરેલા નિકાસ માટે અરજીઓ દાખલ કરી શકે છે. તેમાં ઉમેરવામાં આવ્યું છે કે 31 ડિસેમ્બર પછી વધુ અરજીઓ સબમિટ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વધુમાં 16મી સપ્ટેમ્બર, 2021ના ​​રોજ અથવા તેના પછી જાહેર કરાયેલ ડ્યુટી ક્રેડિટ સ્ક્રિપ અથવા પ્રમાણપત્રની માન્યતા અવધિ જાહેર થયેલ તારીખથી 12 મહિનાની હશે.

 

આ અંગે ટિપ્પણી કરતા ફીયો (FIEO)ના ભૂતપૂર્વ પ્રમુખ એસ.કે.સરાફે જણાવ્યું હતું કે સ્ક્રિપ આધારિત યોજનાઓ લાગુ કરવાની છેલ્લી તારીખ વધારવાનો નિર્ણય આવકારદાયક પગલું છે. તેમણે કહ્યું કે આ નિર્ણયો પડકારજનક સમયમાં નિકાસકારોને પડતી મુશ્કેલીઓ પ્રત્યે સરકારની સંવેદનશીલતા દર્શાવે છે. તેમણે એમ પણ કહ્યું કે ડીજીએફટીએ એપ્લિકેશન પોર્ટલને કાર્યરત કરવાની અને તેમની સતત કામગીરી સુનિશ્ચિત કરવાની જરૂર છે.

 

ઓગસ્ટ મહિનામાં નિકાસમાં લગભગ 46 ટકાનો ઉછાળો

ઓગસ્ટ મહિનામાં દેશની નિકાસ લગભગ 46 ટકા વધીને 33.28 અરબ ડોલરે પહોંચી છે. ઉંચી આયાતને કારણે વ્યાપાર ખાધ પણ ચાર મહિનાની ઉંચી સપાટીએ પહોંચી છે. ઓગસ્ટમાં કુલ આયાતમાં 51.72 ટકાનો ઉછાળો આવ્યો હતો અને આ આંકડો 47.09 અરબ ડોલર હતો. ઓગસ્ટ 2020માં દેશની કુલ આયાત 31.03 અરબ ડોલર હતી.

 

આ પણ વાંચો :  Stock Market: નવી ઉંચાઈએ ખુલ્યુ માર્કેટ, સેન્સેક્સ 59100ને પાર, નિફ્ટી 17750ની આસપાસ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati