AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોલસો કાઢવાની ક્ષમતા વધારવા માટે કોલ ઇન્ડિયા રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 19,650 કરોડનું રોકાણ કરશે

Coal India Limited : કોલ ઈન્ડિયા લિમિટેડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી પ્રોજેક્ટ્સ કંપનીને તેના નવા અને જૂના ખાણ વિસ્તારોમાંથી કોલસાના વધેલા જથ્થાને રેલ મારફતે હાલની ક્ષમતા કરતાં વધારે માત્રામાં ખસેડવામાં મદદ કરશે.

કોલસો કાઢવાની ક્ષમતા વધારવા માટે કોલ ઇન્ડિયા રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 19,650 કરોડનું રોકાણ કરશે
Coal India Limited
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 5:01 PM
Share

જાહેર ક્ષેત્રની કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ (Coal India Limited) તેના રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે અંદાજિત રૂ. 19,650 કરોડનું રોકાણ કરશે. કંપનીએ મંગળવારે આ જાણકારી આપી. આ પગલા સાથે, રેલવે દ્વારા કંપનીની કોલસો કાઢવાની ક્ષમતા નાણાકીય વર્ષ 2023-24 સુધીમાં વાર્ષિક 330 મિલિયન ટન વધી જશે, કારણ કે આ સમયગાળા દરમિયાન ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે.

7,994 કરોડના મૂડી રોકાણ સાથે ત્રણ રેલવે લાઇનનું નિર્માણ કોલ ઈન્ડિયા લિ. (CIL) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી પ્રોજેક્ટ્સ કંપનીને તેના નવા અને જૂના માઇનિંગ વિસ્તારોમાંથી કોલસાના વધેલા જથ્થાને રેલ મારફતે, હાલની ક્ષમતા કરતાં વધુ અને વધુ ખસેડવામાં મદદ કરશે. આમાંથી કેટલાક પહેલેથી જ કાર્યરત છે. કોલ માઇનિંગ કંપની તેના પોતાના ભંડોળમાંથી થાપણોના આધારે રૂ. 7,994 કરોડની અંદાજિત મૂડી સાથે CCL અને MCLમાં ત્રણ મહત્વપૂર્ણ રેલવે લાઇનનું નિર્માણ કરી રહી છે. તેમની કોલસા પરિવહન ક્ષમતા વાર્ષિક 170 મિલિયન ટન હશે.

વધુમાં કંપનીએ છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા સાથે રૂ. 11,656 કરોડના મૂડી ખર્ચે ચાર રેલ સંયુક્ત સાહસોની રચના કરી છે, જે વાર્ષિક 16 મિલિયન ટન કોલસાના પરિવહનમાં મદદ કરશે. સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિ. (CCL) મહાનદી કોલફિલ્ડ્સ લિ. (MCL) અને સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિ. (SECL) આ ત્રણેય કોલ ઈન્ડિયા લિમિટેડ ની પેટાકંપનીઓ છે.

ક્યાં કેટલું રોકાણ કરશે કોલ ઇન્ડિયા ? આ પ્રસ્તાવિત ખર્ચમાંથી કોલ ઈન્ડિયા 2023-24 સુધીમાં 1)કોલસો કાઢવા માટે રૂ. 32,696 કરોડ, 2)ખાણ માળખા પર રૂ. 25,117 કરોડ અને 3)પ્રોજેક્ટ વિકાસ પર રૂ. 29,461 કરોડનું રોકાણ 4)વૈવિધ્યકરણ અને સ્વચ્છ કોલસાની ટેક્નોલોજી પર રૂ. 32,199 કરોડ, 5)સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રૂ. 1,495 કરોડ 6)સંશોધન પ્રવૃત્તિઓ પર રૂ. 1,893 કરોડનું રોકાણ કરશે.

માહિતી અનુસાર, કુલ 500 પ્રોજેક્ટ્સ માટે 1.22 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.

પાવર સેક્ટરમાં કોલસાની સપ્લાયમાં 23 ટકાનો વધારો થયો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં એટલે કે એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં કોલ ઈન્ડિયા લિમિટેડના પાવર સેક્ટરમાં કોલસાની સપ્લાય 22.7 ટકા વધીને 2917 મિલિયન ટન થઈ ગઈ છે. કોલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ઓક્ટોબર મહિના માટે કેબિનેટને આપવામાં આવેલા સંક્ષિપ્ત અહેવાલમાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. ગત નાણાકીય વર્ષના એપ્રિલ-ઓક્ટોબરના સમયગાળામાં કોલ ઈન્ડિયા લિમિટેડના પાવર સેક્ટરમાં કોલસાનો સપ્લાય 23.77 મિલિયન ટન હતો.

આ પણ વાંચો : SCએ કહ્યું, વિજય માલ્યાની રાહ ન જોઈ શકાય, 18 જાન્યુઆરીએ અવમાનના કેસમાં સજા પર સુનાવણી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">