AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Closing Bell: સેન્સેક્સમાં 431 પોઈન્ટ નોંધાયો ઉછળો, નિફ્ટી 168.30 પોઈન્ટના વધારા સાથે થયું બંધ, પાવર શેરોમાં દેખાયો ચમકારો

માર્કેટમાં આજે રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી, જેના કારણે સેન્સેક્સ-નિફ્ટી નવી ઊંચાઈએ બંધ થયા છે. નિફ્ટી બેન્ક, મિડકેપ નવી ઊંચાઈએ બંધ થયા. બેન્કિંગ, પીએસઈ, ઓટો શેરોમાં ખરીદી જોવા મળી, જ્યારે એનર્જી, મેટલ શેરોમાં જોરદાર ઉછાળો હતો. આઈટી, રિયલ્ટી, એફએમસીજી, ફાર્મા શેર્સ પર દબાણ જોવા મળ્યું

Closing Bell: સેન્સેક્સમાં 431 પોઈન્ટ નોંધાયો ઉછળો, નિફ્ટી 168.30 પોઈન્ટના વધારા સાથે થયું બંધ, પાવર શેરોમાં દેખાયો ચમકારો
Closing Bell
| Updated on: Dec 05, 2023 | 4:53 PM
Share

માર્કેટમાં આજે રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી, જેના કારણે સેન્સેક્સ-નિફ્ટી નવી ઊંચાઈએ બંધ થયા છે. નિફ્ટી બેન્ક, મિડકેપ નવી ઊંચાઈએ બંધ થયા. બેન્કિંગ, પીએસઈ, ઓટો શેરોમાં ખરીદી જોવા મળી, જ્યારે એનર્જી, મેટલ શેરોમાં જોરદાર ઉછાળો હતો. આઈટી, રિયલ્ટી, એફએમસીજી, ફાર્મા શેર્સ પર દબાણ જોવા મળ્યું.

અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી અને આઈસીઆઈસીઆઈ બેંક નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા. જ્યારે LTIMindtree, HCL Technologies, Divis Labs, HUL અને Bajaj Auto નિફ્ટીના ટોપ લુઝર હતા.

સેક્ટોરલ ફ્રન્ટ પર નજર કરીએ તો પાવર ઇન્ડેક્સ 6 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે ઓઈલ એન્ડ ગેસ અને બેન્ક ઈન્ડેક્સ 1 ટકા વધ્યા હતા, જ્યારે આઈટી અને રિયલ્ટી ઈન્ડેક્સ 0.5 ટકા ઘટ્યા હતા. દરમિયાન બીએસઈના મિડ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો.

ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 431.02 પોઈન્ટ અથવા 0.63 ટકાના વધારા સાથે 69,296.14 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 168.30 પોઈન્ટ અથવા 0.81 ટકાના વધારા સાથે 20855.10 પર બંધ રહ્યો હતો.

BSE લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 2.4 લાખ કરોડનો વધારો થયો છે

મંગળવારના રોજ સવારના વેપારમાં BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 2.4 લાખ કરોડ વધીને રૂ. 345.88 લાખ કરોડ થયું હતું, જે સોમવારે રૂ. 343.48 લાખ કરોડ હતું. સેન્સેક્સ કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટ્સના શેર અનુક્રમે 4.40 ટકા અને 4.37 ટકા વધ્યા હતા. બીપીસીએલ, એક્સિસ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એસબીઆઈના શેરમાં પણ વધારો થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોમાંથી 20 ઉંચકાયા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 37 શેરોમાં ઉછાળો નોંધાયો હતો. છ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 17.16 લાખ કરોડનો વધારો થયો છે.

અદાણી એનર્જી સોલ્યુશન્સ ગઈકાલના ₹902.2 થી 20% વધુ ₹1084.6 પર ટ્રેડિંગ કરે છે, ઉલ્લેખની છે કે શેરમાં આજે અપર સર્કિટ લાગી છે.

BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ અડધા ટકા વધ્યા હતા

બ્રોડર માર્કેટની વાત કરીએ તો BSE મિડકેપ ઈન્ડેક્સ 0.54 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.50 ટકા વધ્યા છે. BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું સંયુક્ત માર્કેટ વેલ્યુએશન 29 નવેમ્બરે પ્રથમ વખત $4 ટ્રિલિયન એટલે કે રૂ. 334.72 ટ્રિલિયન સુધી પહોંચ્યું હતું.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">