Closing Bell: સેન્સેક્સ 1534 પોઈન્ટના વધારા સાથે 54,326 પર બંધ,  રોકાણકારોને 1 દિવસમાં 5 લાખ કરોડની કમાણી 

|

May 20, 2022 | 4:27 PM

સેન્સેક્સ 1534 પોઈન્ટ વધીને 54,326.39 ના સ્તરે બંધ થયો છે. જ્યારે નિફ્ટી 457 પોઈન્ટ વધીને 16266 ના સ્તર પર બંધ થયો છે.

Closing Bell: સેન્સેક્સ 1534 પોઈન્ટના વધારા સાથે 54,326 પર બંધ,  રોકાણકારોને 1 દિવસમાં 5 લાખ કરોડની કમાણી 
Closing Bell (Symbolic Image)

Follow us on

મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે આજે સ્થાનિક શેરબજારમાં (Share Market) જોરદાર રિકવરી જોવા મળી છે. આજે સેન્સેક્સ (Sensex) અને નિફ્ટીમાં (Nifty) મોટો ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1500 પોઈન્ટથી વધુ મજબૂત થઈને બંધ થયો છે. નિફ્ટીએ પણ 16250ની સપાટી પાર કરી હતી. બજારમાં આજે ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. બેન્ક અને નાણાકીય સૂચકાંકો નિફ્ટી પર 2.5 ટકાથી વધુ વધ્યા છે, જ્યારે મેટલ સૂચકાંકો 4 ટકાથી વધુ વધ્યા છે. ઓટો ઈન્ડેક્સ 2.5 ટકા અને આઈટી ઈન્ડેક્સ લગભગ 1.5 ટકા મજબૂત થયો છે.

ફાર્મા, એફએમસીજી અને રિયલ્ટી શેરોમાં પણ જોરદાર ખરીદી જોવા મળી રહી છે. હાલમાં સેન્સેક્સ 1534 પોઈન્ટ વધીને 54,326.39 ના સ્તરે બંધ થયો છે. જ્યારે નિફ્ટી 457 પોઈન્ટ વધીને 16266 ના સ્તર પર બંધ થયો છે. હેવીવેઇટ શેરોમાં સારી ખરીદી જોવા મળી છે. સેન્સેક્સ 30ના તમામ 30 શેરોમાં વધારો જોવા મળ્યો છે.

વૈશ્વિક સંકેતોની વાત કરીએ તો આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં ખરીદારી જોવા મળી રહી છે. આ પહેલા ગુરુવારે અમેરિકી બજારો ફરી એકવાર ઘટાડા સાથે બંધ થયા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 111 ડોલર પ્રતિ બેરલની નજીક કારોબાર કરી રહ્યું છે. યુએસ ક્રૂડ પણ 110 ડોલર પ્રતિ બેરલથી ઉપર છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સેન્સેક્સ 773 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો

સેન્સેક્સ 773.08 પોઈન્ટ અથવા 1.46% વધીને 53,565.31 પર અને નિફ્ટી 240.40 પોઈન્ટ અથવા 1.52% વધીને 16,049.80 પર હતો. JSW સ્ટીલ, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને હીરો મોટોકોર્પ નિફ્ટીમાં ટોચના ગેનર હતા. ભારતીય રૂપિયો શુક્રવારે 77.72 ની સામે 23 પૈસા વધીને 77.49 ના સ્તર પર ખુલ્યો હતો.

સેન્સેક્સના તમામ શેર લીલા નિશાનમાં

ટાટા સ્ટીલ, એસબીઆઈ, એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, ભારતી એરટેલ, ટાઇટન, વિપ્રો અને એલ એન્ડ ટી માં વધારા સાથે સેન્સેક્સમાં તમામ શેરોમાં તેજી જોવા મળી હતી.

તમામ 11 સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં વધારો

નિફ્ટીના તમામ 11 સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે. ઓટો, મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં 3%થી વધુનો વધારો થયો છે. બીજી તરફ, બેન્ક, ફાઇનાન્સિયલ સર્વિસિસ, મીડિયા, ફાર્મા, પીએસયુ બેન્ક અને પ્રાઇવેટ બેન્ક 2% થી વધુ વધ્યા છે. બીજી તરફ એફએમસીજી અને આઈટી ઈન્ડેક્સ 1% વધુ વધ્યા છે.

Next Article