CIIના સર્વેમાં અર્થતંત્રમાં મજબૂતીનાં સંકેત, અનલોક દરમિયાન ભારતનું અર્થતંત્ર ધીમેધીમે મજબૂતી તરફ, જુલાઈ થી સપ્ટેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં  ૯ ટકાની વૃદ્ધિ

|

Sep 22, 2020 | 12:38 PM

અનલોક દરમિયાન ભારતનું અર્થતંત્ર ધીમેધીમે મજબૂતી તરફ આગળ વધી રહ્યું છે. ઉદ્યોગની સ્થિતિ જાણવા The Confederation of Indian Industry (CII) દ્વારા સર્વે કરવામાં આવતા ૫૦ ટકા ઉદ્યોગોએ પરિસ્થિતિમાં સુધારો આવાની સ્થિતિ વર્ણવી હતી. નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક અહેવાલોમાં ઉધોગ સાહસિકોના કારોબારમાં પ્રગતિના સારા અભિપ્રાય મળ્યા છે. બિઝનેસ કોન્ફિડન્સ ઈન્ડેક્સના જાહેર કરાયેલા આંકડા અનુસાર પ્રથમ ત્રિમાસિક […]

CIIના સર્વેમાં અર્થતંત્રમાં મજબૂતીનાં સંકેત, અનલોક દરમિયાન ભારતનું અર્થતંત્ર ધીમેધીમે મજબૂતી તરફ, જુલાઈ થી સપ્ટેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં  ૯ ટકાની વૃદ્ધિ

Follow us on

અનલોક દરમિયાન ભારતનું અર્થતંત્ર ધીમેધીમે મજબૂતી તરફ આગળ વધી રહ્યું છે. ઉદ્યોગની સ્થિતિ જાણવા The Confederation of Indian Industry (CII) દ્વારા સર્વે કરવામાં આવતા ૫૦ ટકા ઉદ્યોગોએ પરિસ્થિતિમાં સુધારો આવાની સ્થિતિ વર્ણવી હતી. નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક અહેવાલોમાં ઉધોગ સાહસિકોના કારોબારમાં પ્રગતિના સારા અભિપ્રાય મળ્યા છે. બિઝનેસ કોન્ફિડન્સ ઈન્ડેક્સના જાહેર કરાયેલા આંકડા અનુસાર પ્રથમ ત્રિમાસિક અહેવાલોમાં એપ્રિલથી જૂનના સમયગાળાની સરખામણીએ જુલાઈ થી સપ્ટેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં  ૯ ટકાની વૃદ્ધિ દેખાઈ છે.

CII ના સર્વે અનુસાર કોરોનાની નકારાત્મકતાથી બહાર આવતી પરિસ્થિતિમાં ૫૦ ટકા ઉધોગોએ તેમને નવા ઓર્ડર મળવાની અને સારા વેચાણની આશા વ્યક્ત કરી છે તો અન્ય ૫૦ ટકા ઉદ્યોગકાર હજુ વેપાર ધીમો રહેવાનું જણાવી રહ્યા છે. એપ્રિલથી જૂન દરમ્યાન બાકી રેટિંગ ૪૧ ટકા નોંધાયું હતું જે બીજા ક્વાર્ટરમાં ૯ ટકા વધીને સપ્ટેમ્બરમાં ૫૦.૩ ટકા જોવા મળ્યું છે જેને બજારની હકારાત્મકતા સાથે જોડવામાં આવી રહ્યું છે.  સર્વેક્ષણમાં બહાર આવ્યું છે ૪૬ ટકા ઉદ્યોગકાર મોંઘવારી હજુ વધવાની શક્યતા વર્ણવી રહ્યા છે તો ૧૮ ટકા અનલોકમાં સ્થિતિ સુધરવાનું જણાવી રહ્યા છે. ૨૮ ટકાનું માનવું છે કે હાલની આર્થિક પરિસ્થિતિ યથાવત રહેશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

લોકડાઉન દરમ્યાન વતન ચાલ્યા ગયેલા શ્રમજીવીઓ વધુ સમય હવે ઘરે બેસવાના મૂડમાં નથી. મૂળ રાજ્યમાંથી કામ ઉપર પરત ફરનાર શ્રમજીવીઓની સંખ્યા પણ વધી રહી છે. ૪૨ ટકા ઉદ્યોગોએ ૭૫ ટકા શ્રમજીવીઓ કામ ઉપર પરત ફર્યા હોવાનું જણાવ્યું છે જયારે ૨૨ ટકા ઉદ્યોગ આગામી માસમાં શ્રમજીવીઓ કામ ઉપર આવે તેવી આશા સેવી રહ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article