Children Savings Plan: બાળદિને બાળકને સારા Financial Planning સાથે સુરક્ષિત ભવિષ્યની ભેટ આપો , જાણો રોકાણની શ્રેષ્ઠ યોજનાઓ વિશે

Children Savings Plan: વધતી જતી મોંઘવારી, સામાજિક માળખું અને ન્યુક્લિયર ફેમિલી કલ્ચરના કારણે બાળકોની જવાબદારી હવે કોઈપણ માતા-પિતાના શિરે વધુ છે તેથી જ બાળકનો જન્મ થતાં જ તે દીકરી હોય કે દીકરો આપણે તેના ભવિષ્ય માટે પ્લાનિંગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ.

Children Savings Plan: બાળદિને બાળકને સારા Financial Planning સાથે સુરક્ષિત ભવિષ્યની ભેટ આપો , જાણો રોકાણની શ્રેષ્ઠ યોજનાઓ વિશે
Children Savings Plan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 9:56 AM

Children Savings Plan: બાળક પરિવારમાં ઘણી ખુશીઓ લાવે છે. જે ક્ષણે આપણે માતાપિતા બનીએ છીએ તે પૂર્ણતાની અનુભૂતિ આપે છે. આપણે એ પણ જાણીએ છીએ કે બાળક પોતાની સાથે ઘણી બધી જવાબદારીઓ લઈને આવે છે. તેના સારા ઉછેર, તેના સ્વાસ્થ્યની સંભાળ અને સારા શિક્ષણ સાથે તેના બાળકના ભવિષ્યને સુરક્ષિત કરવાની આપણી જવાબદારી બને છે.

વધતી જતી મોંઘવારી, સામાજિક માળખું અને ન્યુક્લિયર ફેમિલી કલ્ચરના કારણે બાળકોની જવાબદારી હવે કોઈપણ માતા-પિતાના શિરે વધુ છે તેથી જ બાળકનો જન્મ થતાં જ તે દીકરી હોય કે દીકરો આપણે તેના ભવિષ્ય માટે પ્લાનિંગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ.

દરેક માતા-પિતા પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે અલગ-અલગ જગ્યાએ રોકાણ કરવા માંગે છે પરંતુ યોગ્ય રોકાણ યોજના પસંદ કરવી એ પણ એક પડકારથી ઓછું નથી.આવા સમયે નાણાકીય સલાહકાર મમતા ગોડિયાલ બાળદિન ના સમયે માતાપિતા તરીકે આપણી પાસે બચતના કયા વિકલ્પો છે તે જણાવ્યા છે. મમતા કહે છે કે આપણે બાળકની જરૂરિયાત મુજબ બચત યોજના પસંદ કરવી પડશે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

Guaranteed Funds જેમ આ નામ સૂચવે છે તેમ મુદ્દલ સ્વરૂપે રોકાણ કરવાનો આ સૌથી સુરક્ષિત વિકલ્પ છે અને વળતર સુરક્ષિત રહે છે. આ રોકાણની સૌથી લોકપ્રિય અને પરંપરાગત પદ્ધતિ છે કારણ કે આમાં આપણે જાણીએ છીએ કે મેચ્યોરિટી પર કેટલા પૈસા મળશે.માત્ર 500 રૂપિયાની બચત કરીને ગૃહિણીઓ પણ આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે છે

જો કે, એ જાણવું અગત્યનું છે કે કોઈ ગેરેન્ટેડ ફંડ મોંઘવારીને હરાવી શકતું નથી. તેનો ઉપયોગ ફક્ત તાત્કાલિક અથવા ટૂંકા ગાળાના લક્ષ્યોના કિસ્સામાં થવો જોઈએ. એ નોંધવું અગત્યનું છે કે લાંબા સમય સુધી લૉક-ઇન પીરિયડ સાથે આવતા કેટલાક ફંડનો ઉપયોગ મધ્યમ ગાળાના અથવા લાંબા ગાળાના ધ્યેયો માટે થઈ શકે છે.

Guaranteed Funds માં આ યોજનાઓનો સમાવેશ થાય છે

  •  બચત ખાતું (Savings Account)
  • ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit- FD)
  • 5 વર્ષની ફિક્સ ડિપોઝિટ સ્કીમ (લોક-ઇન પીરિયડ સાથે)
  • રિકરિંગ ડિપોઝિટ (Recurring Deposit- RD)
  • રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC)
  • સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samridhi Yojana)
  • પોસ્ટ ઓફિસ માસિક બચત યોજના (Monthly-Post office Scheme)
  • પીપીએફ (PPF)

Non-Guaranteed Funds અહીં તમારી મુદ્દલ અને વ્યાજ બંને જોખમમાં છે પરંતુ આપણે જાણીએ છીએ કે મોટું જોખમ મોટા વળતર સાથે આવે છે. જો તમે લાંબા સમય સુધી રોકાણ કરવા માટે તૈયાર છો અને જોખમ લઈ શકો છો તો તમે ઈક્વિટી અને અન્ય યોજનામાં રોકાણ કરી શકો છો. ઇક્વિટીમાં રોકાણ બજારની અસ્થિરતાને આધીન છે પરંતુ તેમાં ઊંચા વળતરની સંભાવના છે. યાદ રાખો કે ગેરંટી વગરના ફંડમાં મોંઘવારી સામે લડવાની ક્ષમતા હોય છે.

Non-Guaranteed Funds માં આ યોજનાઓનો સમાવેશ થાય છે

  • ULIP (Unit Linked Investment Plan- ULIP)
  • મ્યુચ્યુઅલ ફંડ (Mutual Funds)
  • અગ્રણી જ્વેલરી હાઉસ દ્વારા સોનાની બચત યોજના અથવા ફિઝિકલ ગોલ્ડ
  • રિયલ એસ્ટેટ (Real Estate)

રોકાણ કરતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો

  • રોકાણ કરતા પહેલા યોજના વિશે સંપૂર્ણ માહિતી એકત્રિત કરો અને જાણો કે આ ઉત્પાદન મોંઘવારીને કેવી રીતે હરાવી શકે છે.
  • શિક્ષણ માટે રોકાણ કરતી વખતે ધ્યાનમાં રાખો કે સામાન્ય ઉપભોક્તા મોંઘવારી 6 ટકાના દરે વધી રહ્યો છે જ્યારે શિક્ષણ ક્ષેત્રમાં મોંઘવારી 12 ટકાના દરે છે. તેથી તમે અહીં ગેરેન્ટેડ ફંડ લાભ આપી શકશે નહીં.
  • ચાઇલ્ડ સ્પેસિફિક મ્યુચ્યુઅલ ફંડ્સ કરતાં હાઇબ્રિડ અથવા ઇક્વિટી ફંડ્સ પસંદ કરો. કારણ કે અહીં તમને તમારી સામે ઘણા વિકલ્પો મળશે.
  • તમે તમારા સેવિંગ્સ એકાઉન્ટ્સ, ફિક્સ્ડ ડિપોઝિટ, આરડી અને ટૂંકા ગાળાના ડેટ ફંડનો ઉપયોગ તાત્કાલિક અથવા ટૂંકા ગાળાના લક્ષ્યો માટે કરી શકો છો.
  • તમે લાંબા ગાળાના ધ્યેયો માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ, હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સ, ગોલ્ડ, સુકન્યા સમૃદ્ધિ, પીપીએફના મિશ્રણનો ઉપયોગ કરી શકો છો.
  • એક ઉત્પાદનમાં એકસાથે રકમનું રોકાણ કરશો નહીં.

ધ્યાનમાં રાખો કે કોઈ એક રોકાણ અથવા એક પદ્ધતિ તમારા બાળકની ભાવિ જરૂરિયાતોને પૂરી કરી શકતી નથી. તેથી લક્ષ્યો રાખવા અને તેમને ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ધ્યેયોમાં વિભાજિત કરવું મહત્વપૂર્ણ છે. મમતા ગોડિયાલ કહે છે કે નાણાકીય સલાહકાર હોવાને કારણે તે પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવવાનું સૂચન કરે છે. તમે ગેરેંટીડ અને નોન ગેરટેનટિડ યોજનાનું સંયોજન કરી શકો છો. તમારા પોર્ટફોલિયોની વારંવાર સમીક્ષા કરો.

આ પણ વાંચો :  ભારતમાં ટૂંક સમયમાં Cryptocurrency કાયદો આવશે? Virtual Currency દેશ માટે ખતરો બનવાના ભય વચ્ચે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી બેઠક

આ પણ વાંચો :  IPO: શું વારંવાર પ્રયાસ કરવા છતાં શેર્સ નથી મળતા? આ ટિપ્સ અનુસરો શેર મળવાની શક્યતાઓ બમણી થશે

g clip-path="url(#clip0_868_265)">