KV Subramanian Resign: જાણો શું હોય છે ચીફ ઈકોનોમીક એડવાઈઝરનું કામ

|

Oct 08, 2021 | 11:25 PM

ચીફ ઈકોનોમિક એડવાઈઝર ડીપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સ હેઠળ આવનારા ઈકોનોમિક ડીવીઝનના પ્રમુખ હોય છે. વર્તમાન સીઈએ કે.વી. સુબ્રમણ્યમે ત્રણ વર્ષ બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

KV Subramanian Resign: જાણો શું હોય છે ચીફ ઈકોનોમીક એડવાઈઝરનું કામ
Chief Economic Adviser KV Subramanian

Follow us on

દેશના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમ (KV Subramanian)નો ત્રણ વર્ષનો કાર્યકાળ સમાપ્ત થયો છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે તેઓ હવે શિક્ષણની દુનિયામાં પાછા ફરવા માંગે છે. તેમણે કહ્યું કે તેમને તેમના કાર્યકાળ દરમિયાન સરકાર તરફથી ઘણો ટેકો મળ્યો. સાથે તેમણે એમ પણ કહ્યું કે મારી વ્યાવસાયિક કારકિર્દીનો લગભગ ત્રણ દાયકાનો સમય થયો છે. આ દરમિયાન તેમનો પીએમ મોદી જેવા સક્ષમ નેતાનો સામનો થયો નથી.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હવે તમારા મનમાં આ પ્રશ્ન ઉભો થઈ રહ્યો હશે કે નાણાં મંત્રાલયમાં ઘણા અધિકારીઓ હોવા છતાં મુખ્ય આર્થિક સલાહકારની નિમણૂક શા માટે થાય છે અને તેમનું કામ શું હોય છે. મુખ્ય આર્થિક સલાહકાર સરકારને નાણાં, વાણિજ્ય, વેપાર, અર્થતંત્ર જેવા મુદ્દાઓ પર અભિપ્રાયો આપે છે. તેનું રિપોર્ટિંગ નાણા મંત્રાલયમાં કરવામાં આવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સ (DEA) હેઠળ આર્થિક વિભાગની જવાબદારી સીઈએ પાસે જ હોય છે.

 

આર્થિક વિભાગ DEA હેઠળ આવે છે

ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સ (DEA) હેઠળ આવનારો આર્થિક વિભાગ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક પ્રવાહોની દેખરેખ રાખે છે અને સરકારને તેના વિશે માહિતી આપે છે. તે સરકારને બદલાતી પરિસ્થિતિ વિશે માહિતગાર કરે છે અને આવા લોકો દ્વારા આપવામાં આવેલા સૂચનોના આધારે સરકાર તેની નીતિ તૈયાર કરે છે.

આર્થિક વિભાગના પ્રમુખ હોય છે મુખ્ય આર્થિક સલાહકાર

આર્થિક વિભાગનું નેતૃત્વ મુખ્ય આર્થિક સલાહકાર કરે છે અને તેમનું કામ ભાવ નિયંત્રણ, કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદન વલણો, નાણાકીય અને ધિરાણ નીતિ, પબ્લીક ફાઈનાન્સ, ફિક્સલ પોલીસી, કર સુધારણા, વિદેશ વેપાર અને જરૂરી નિયમો, વિશ્વ બેંક-આઈએમએફ અને એશિયન ડેવલોપમેન્ટ બેન્ક,  બેન્ક, G-20માં ભારતની ભાગીદારી, તેમજ સરકારને બજેટ બનાવવામાં મદદ કરવાનું છે. આ ઉપરાંત તે દેશના અર્થતંત્ર અને નાણાકીય મોરચે પણ ઘણું મહત્વનું કામ કરે છે.

 

તેમણે 7 ડિસેમ્બર 2018ના રોજ મુખ્ય આર્થિક સલાહકારનું પદ સંભાળ્યું

આઈઆઈટી કાનપુર અને આઈઆઈએમ કલકત્તાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સુબ્રમણ્યમ ડિસેમ્બર 2018માં સીઈએ તરીકેની નિમણૂક પહેલા ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર હતા. તેમના પુર્વગામી અરવિંદ સુબ્રમણ્યમે “વ્યક્તિગત કારણો”નો હવાલો આપીને રાજીનામું આપ્યા બાદ સીઈએનું પદ થોડા મહિના માટે ખાલી રહ્યું હતું. કે.વી. સુબ્રમણ્યમે તેમના પુર્વગામી અરવિંદ સુબ્રમણ્યમના પદ છોડ્યાના લગભગ પાંચ મહિના બાદ 7 ડિસેમ્બર 2018ના રોજ મુખ્ય આર્થિક સલાહકાર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

 

ઉત્તરાધિકારીની હજુ જાહેરાત કરવામાં આવી નથી

પીએમ સાથેના તેમના અનુભવો અંગે સીઈએ જણાવ્યું હતું કે મારા વ્યાવસાયિક જીવનના લગભગ ત્રણ દાયકાઓમાં મને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રેરણાદાયી નેતા હજુ સુધી મળ્યા નથી. આર્થિક નીતિની તેમની જન્મજાત સમજ સામાન્ય નાગરિકોના જીવનને ઉન્નત બનાવવા માટેના ઉપયોગને એક દ્રઢ નિશ્ચય સાથે જોડે છે. કે.વી. સુબ્રમણ્યમના રાજીનામા બાદ કેન્દ્ર સરકારે હજુ સુધી તેમના અનુગામીના નામની જાહેરાત કરી નથી.

 

આ પણ વાંચો :  Mumbai: ક્રુઝ ડ્રગ પાર્ટી બાદ DRIએ પોર્ટ પર પાડી રેડ, મગફળીના તેલના કન્સાઈનમેન્ટમાં છુપાવેલુ 125 કરોડની કિંમતનું હેરોઈન મળી આવ્યું

Next Article