EPFOના લાખો સભ્યો માટે ખુશીના સમાચાર, પેન્શનને લઈને સરકારે બદલ્યો આ મોટો નિયમ

|

Jun 30, 2024 | 6:40 PM

EPF એ એક પેન્શન સ્કીમ છે, જેનું સંચાલન EPFO ​​કરે છે. આ યોજના હેઠળ 10 વર્ષ સુધી યોગદાન આપવું પડે છે, ત્યાર બાદ તમે નિવૃત્તિ પછી પેન્શનના હકદાર બનો છો. આ યોજના હેઠળ વર્તમાન અને નવા EPF સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ યોજનામાં સરકારે ફેરફાર કર્યો છે.

EPFOના લાખો સભ્યો માટે ખુશીના સમાચાર, પેન્શનને લઈને સરકારે બદલ્યો આ મોટો નિયમ
EPFO

Follow us on

કેન્દ્ર સરકારે એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS), 1995માં ફેરફાર કર્યા છે. હવે 6 મહિનાથી ઓછા સમય માટે યોગદાન આપનાર EPFOના સભ્યો પણ પૈસા ઉપાડી શકશે. આ ફેરફારથી લાખો EPS કર્મચારીઓને ફાયદો થશે. દર વર્ષે લાખો EPS સભ્યો પેન્શન માટે જરૂરી 10 વર્ષની યોગદાન સેવા પૂરી કર્યા પહેલા યોજના છોડી દે છે. તેમાં 6 મહિનામાં આ સ્કીમ છોડનારા લોકોની સંખ્યા વધુ છે.

EPS હેઠળ જે લોકો 10 વર્ષ પહેલાં યોજના છોડી દે છે, તેમને પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવી હતી, પરંતુ 6 મહિના પહેલાં યોજના છોડતા હતા તે લોકોને પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવતી ન હતી. જો કે હવે આ નિયમમાં ફેરફાર કરીને સરકારે મોટી રાહત આપી છે. નવા સુધારાથી દર વર્ષે 7 લાખથી વધુ EPS સભ્યોને ફાયદો થશે જેઓ 6 મહિનાથી ઓછા સમયમાં આ યોજના છોડી દે છે.

સરકારે આ નિયમમાં પણ ફેરફાર કર્યો છે

યોજનાને વધુ સુધારવા માટે સરકારે EPS વિગતોમાં પણ સુધારો કર્યો છે. હવેથી પૈસા ઉપાડનો લાભ સભ્યે સેવા આપેલા મહિનાની સંખ્યા અને પગારમાં EPS ફાળો આપેલી રકમ પર નિર્ભર રહેશે. આ નિયમ પૈસા ઉપાડવા માટે સરળ રહેશે. આ ફેરફારથી 23 લાખથી વધુ EPS સભ્યોને ફાયદો થશે.

PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ
ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video
Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો
આજનું રાશિફળ તારીખ : 04-07-2024
ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું

જૂના નિયમને કારણે ઘણા દાવાઓ નામંજૂર કરવામાં આવ્યા હતા કારણ કે ઘણા સભ્યો 6 મહિના કરતા ઓછી સેવા વિના આ યોજના છોડી દેતા હતા. સરકારી નોટિફિકેશન મુજબ, નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન 6 મહિનાથી ઓછી યોગદાન સેવાને કારણે આવા લગભગ 7 લાખ દાવાઓ નકારી કાઢવામાં આવ્યા હતા. હવે આ EPS સભ્યો કે જેમણે 14 જૂન 2024 સુધીમાં 58 વર્ષની વય વટાવી નથી તેઓ પૈસા ઉપાડવાના લાભ માટે હકદાર બનશે.

EPS શું છે?

ઘણીવાર લોકો EPS વિશે મૂંઝવણમાં મૂકાય છે. આ એક પેન્શન સ્કીમ છે, જેનું સંચાલન EPFO ​​કરે છે. આ યોજના હેઠળ 10 વર્ષ સુધી યોગદાન આપવું પડે છે, ત્યાર બાદ તમે નિવૃત્તિ પછી પેન્શનના હકદાર બનો છો. આ યોજના હેઠળ વર્તમાન અને નવા EPF સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એમ્પ્લોયર/કંપની અને કર્મચારી બંને EPF ફંડમાં કર્મચારીના પગારના 12 ટકા જેટલું યોગદાન આપે છે. જો કે, સમગ્ર કર્મચારીનું યોગદાન EPFમાં જાય છે અને એમ્પ્લોયર/કંપનીનો હિસ્સો 8.33 ટકા એમ્પ્લોયી પેન્શન સ્કીમ (EPS)માં જાય છે અને 3.67 ટકા દર મહિને EPFમાં જાય છે. ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી અને નિવૃત્તિ પછી પેન્શન લાભો આપવામાં આવતા હતા.

Next Article