AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea : કંઈક નવું કરો! ₹35,000નો બિઝનેસ તમને મહિને ₹60,000 કમાઈ આપશે

આજના સમયમાં એકબીજાને ગિફ્ટ આપવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. હાલના સમયમાં “કસ્ટમાઇઝ્ડ ગિફ્ટ બોક્સ બિઝનેસ” કરવોએ લોકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે. તમારી જોડે ક્રિએટિવિટિની ભરમાર હોય અને કંઇક ખાસ બનાવવાની ઇચ્છા હોય તો આ બિઝનેસ તમે ઘરે બેઠા સરળતાથી કરી શકો છો.

Business Idea : કંઈક નવું કરો! ₹35,000નો બિઝનેસ તમને મહિને ₹60,000 કમાઈ આપશે
| Updated on: May 31, 2025 | 5:02 PM
Share

કસ્ટમાઇઝ્ડ ગિફ્ટ બોક્સ એ એવા ગિફ્ટ્સ છે જે ખાસ અવસરો માટે વ્યક્તિગત રીતે ડિઝાઇન કરવામાં આવે છે. જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ, રક્ષાબંધન, નવરાત્રી કે ઓફિસ ગિફ્ટિંગ જેવા અવસર પર કસ્ટમાઇઝ્ડ ગિફ્ટ બોક્સ ખાસ કામ આવે છે. આ બોક્સમાં ક્લાયન્ટની પસંદ અનુસાર વસ્તુઓ ઉમેરવામાં આવે છે. જેમ કે કેન્ડી, પર્સનલ નોટ્સ, મીણબત્તીઓ, ફોટા, વગેરે.

આ બિઝનેસ શરૂ કરતા પહેલા તમારે ટાર્ગેટ ઓડિયન્સ વિશે જાણવું જરૂરી છે. ત્યારબાદ તમે તેના મુજબ પોતાનું મેનૂ અથવા કલેક્શન બનાવી શકો છો. ટ્રેન્ડિંગ વસ્તુ અને ગ્રાહકોની જરૂરિયાત સમજવીએ તમારો પ્રથમ સ્ટેપ છે.

આ બિઝનેસ તમે ઘરે બેઠા જ કરી શકો છો. જો તમે બિઝનેસમાં થોડું મોટું સ્કેલ પ્લાન કરો છો તો તમારે MSME/Udyam રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તેની સાથે સાથે GST નંબરની પ્રોસેસ પણ શરૂ કરવી જોઈએ.

કેટલું મૂડીરોકાણ?

રોકાણ પર ધ્યાન આપીએ તો, કસ્ટમાઇઝ્ડ ગિફ્ટ બોક્સ બિઝનેસ માટે શરૂઆતમાં તમારે અંદાજિત ₹25,000 થી ₹35,000 રોકાણ કરવું પડશે. ટૂંકમાં કહીએ તો, બોક્સ અને મટિરિયલ માટે ₹10,000થી ₹15,000, માર્કેટિંગ માટે ₹5,000થી ₹7,000, પેકિંગ ટૂલ્સ માટે ₹3,000 અને ડિલિવરી માટે ₹2,000 જેટલો ખર્ચ થાય છે. હવે એકસ્ટ્રામાં જો તમે પોર્ટલ અથવા વેબસાઇટ બનાવવાનું વિચારો છો તો એની પાછળ તમારે ₹5,000 જેટલું બજેટ રાખવું પડશે.

જાણો કેટલી થશે ‘કમાણી’?

વાત કરીએ કમાણીની તો, દરેક ગિફ્ટ બોક્સની વેચાણ કિંમત ₹500 થી ₹2,000 સુધીની હોઈ શકે છે. જેમાં મટિરિયલ અને પેકિંગનો ખર્ચ ₹200 થી ₹800 જેટલો આવે છે. સરળ શબ્દોમાં સમજીએ તો, એક બોક્સના વેચાણ પર તમારો નફો ₹300 થી ₹1,200 સુધીનો હોઈ શકે છે. જો તમે દર મહિને ઓછામાં ઓછા 50 બોક્સ પણ વેચો છો તો તમે મહિને આરામથી ₹15,000 થી ₹60,000 સુધીની કમાણી કરી શકો છો.

ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ

બિઝનેસને વેગ આપવા માટે તમે Instagram અને Facebookનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય Amazon કે Shopify પણ તમે ઉપયોગમાં લઈ શકો છો.આ બિઝનેસમાં સફળ થવા માટે ટાઈમ પર ડિલિવરી, આકર્ષક પેકિંગ અને ગ્રાહકો સાથે પર્સનલ ટચ જાળવવો અગત્યનો છે.

જો તમે ઘેર બેઠા ઓછી મૂડીમાં કોઈ વ્યવસાય શરૂ કરવા માગો છો તો કસ્ટમાઇઝ્ડ ગિફ્ટ બોક્સ બિઝનેસ તમારા માટે એક બેસ્ટ વિકલ્પ છે.

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">