Budget 2024: બજેટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ, નાણાં મંત્રાલયે વિભાગો પાસેથી ખર્ચનો હિસાબ માંગ્યો
Budget 2024: સામાન્ય બજેટ 2024ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નાણા મંત્રાલયે(Finance Ministry) વિવિધ વિભાગો અને મંત્રાલયો પાસેથી ખર્ચ સંબંધિત વિગતો માંગીને નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

Budget 2024: સામાન્ય બજેટ 2024ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નાણા મંત્રાલયે(Finance Ministry) વિવિધ વિભાગો અને મંત્રાલયો પાસેથી ખર્ચ સંબંધિત વિગતો માંગીને નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ વખતે આવતા વર્ષે એપ્રિલ-મેમાં સંભવિત લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને માત્ર વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે.
આ નાણાકીય વર્ષનું સંપૂર્ણ બજેટ લોકસભાની ચૂંટણી પછી રચાનારી નવી સરકાર દ્વારા બનાવવામાં આવશે. વર્ષ 2024 માં દેશના નાણાં મંત્રી નિર્મળા સીતારમણ(Finance Minister Nirmala Sitharaman) તેમનું સતત છઠ્ઠું બજેટ રજૂ કરશે.
પ્રિ-બજેટ બેઠકોનો રાઉન્ડ ઓક્ટોબરથી શરૂ થશે
નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના બજેટ વિભાગે નાણાકીય વર્ષ 2024-25ના બજેટ સાથે સંબંધિત એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ મુજબ, ખર્ચ સચિવની અધ્યક્ષતામાં ઑક્ટોબર, 2023ના બીજા સપ્તાહથી પ્રિ-બજેટ બેઠકોનો રાઉન્ડ શરૂ થશે અને આ શ્રેણી નવેમ્બરના મધ્ય સુધી ચાલુ રહેશે.
1 સપ્ટેમ્બરે જારી કરાયેલા પરિપત્ર મુજબ, નાણાકીય સલાહકારોએ ખાતરી કરવી જોઈએ કે 5 ઓક્ટોબર સુધીમાં જરૂરી વિગતો પૂરી પાડવામાં આવે. પ્રી-બજેટ મીટિંગ્સમાં, મંત્રાલયો અથવા વિભાગોની રસીદો સાથે તમામ પ્રકારના ખર્ચ માટે જરૂરી નાણાંની ચર્ચા કરવામાં આવે છે. આમાં ટેક્સ સિવાયની આવકને પણ શુદ્ધ ધોરણે ગણવામાં આવશે.
પરિપત્ર મુજબ, તમામ મંત્રાલયો અને વિભાગોએ સમર્પિત ભંડોળ સાથે સ્વાયત્ત સંસ્થાઓ અથવા અનુપાલન સંસ્થાઓની વિગતો પણ પ્રદાન કરવી પડશે. પ્રી-બજેટ બેઠકો સમાપ્ત થયા પછી, નાણાકીય વર્ષ 2024-25 (બજેટ 2024-25) માટેના અંદાજપત્રને કામચલાઉ રીતે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
નિર્મળા સીતારમણ સતત છઠ્ઠું બજેટ રજૂ કરશે
કેન્દ્રીય નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણના કાર્યકાળનું આ સતત છઠ્ઠું બજેટ હશે. તેમણે જુલાઈ 2019માં તેમનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2023 એ છેલ્લું કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કર્યું હતું. આ બજેટમાં મહિલાઓ, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી હતી . અગાઉના બજેટમાં સૌથી મોટી વાત એ હતી કે 9 વર્ષ બાદ ટેક્સ સ્લેબમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી . નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરનારાઓ માટે રિબેટ મર્યાદા વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી હતી. આ ઉપરાંત તે સમયે નાણામંત્રી નિર્મળ સીતારામણ દ્વારા બજેટમાં પગારદાર વર્ગને વધુ રાહત આપવામાં આવી હતી.